બજારમાં મળતુ જીરુ અસલી છે કે નકલી, આ ટ્રિકથી જાણી લો તમે પણ

બજારમાં મળતા નકલી જીરા થી સાવધાન

image source

દરેક રસોડામાં મસાલામાં વપરાતું સ્વાદવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક જીરુ પણ હવે મિલાવટની દુનિયામાંથી બાકાત નથી.તાજેતરમાં દિલ્હી પોલીસે નકલી જીરૂ બનાવતી ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે.

ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ છે એ ભારતમાં કોઈ નવી ઘટના નથી.અગાઉ પણ આપણે ધાણા જીરામાં લાકડાનો ભૂકો ,લાલ મરચામાં મેળવવામાં આવતો રંગ , ઘીમા થતી બનાવટ, દૂધમાં ઉમેરવામાં આવતું પાણી, મીઠાઈમાં મેળવવામાં આવતો ડુપ્લીકેટ માવો જેવી ખોરાકમાં ભેળસેળની ઘણી જ ઘટનાઓ જોઈ છે.

image source

કમનસીબે આપણે ત્યાં ખોરાકમાં થતી ભેળસેળને ગંભીરતાથી લેવામાં આવતી નથી એટલે જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નફો રળી લેવાની વૃત્તિ ધરાવતા લોકો અન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ભયાનક અને ગંભીર ચેડા કરતા રહ્યા છે.

દિલ્હીમાં પકડાયેલી બનાવટી જીરા ની ફેક્ટરી આ વાતની પ્રતીતિ કરાવે છે. જીરાનો ઉપયોગ રસોઈમાં અને દવા બનાવવામાં પણ કરવામાં આવે છે.

image source

જીરાની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા ઉત્તરપ્રદેશના સહાજપુર કેટલાક ભેળસેળિયા તત્વોએ સાવરણી બનાવવામાં વપરાતુ ખાસ પ્રકારનું ઘાસ, પથ્થર ના દાણા અને ગોળના પાણીનો ઉપયોગ કરીને બનાવટી જીરૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી.

દિલ્હી પોલીસે ફેક્ટરીમાંથી ૨૦,૦૦૦ કિલો નકલી જીરું અને આઠ હજાર કિલો કાચો માલ જપ્ત કર્યો છે.

image source

નકલી જીરૂ બનાવવા માટે જંગલી ઘાસ પથ્થર ના દાણા અને ગોળના પાણીનો ઉપયોગ થાય છે બહાર બજારમાં મળતા જીરા કરતા સાવ નજીવી કિંમતે નકલી જીરો વેચવામાં આવે છે.

નકલી જીરું બનાવવા માટે વપરાતું જંગલી ઘાસ પાંચ રૂપિયે કિલોના ભાવે મળે છે. નકલી જીરું બનાવનારા સાવરણી બનાવવાના બહાના હેઠળ આ ઘાસ ટ્રક અને ટ્રેકટરમા જથ્થાબંધ ભાવે ફેક્ટરી સુધી લઈ આવતા હતા..

નદી કિનારે ઉગતા જંગલી ઘાસમાં ચોંટેલા નાના નાના પાંદડાને ગોળના પાણીમાં પલાળીને સૂકવવામાં આવે છે. જેનાથી આ પાંદડાનો રંગ જીરાના રંગ જેવો થઈ જાય છે.

image source

ત્યારબાદ તેમાં પથ્થર નો પાવડર ભેળવવામાં આવે છે અને લોખંડની મોટી ચારણીથી તેને ચાળવામાં આવે છે. આ રીતે તૈયાર થતા નકલી જીરાને સુકવવામાં આવે છે . તેને બરાબર જીરા નો રંગ મળે તે માટે તેમાં ફરી સ્લારી પાવડર ઉમેરવામાં આવે છે.

વિચાર કરો કે જંગલી ઘાસ અને પત્થર ના મિશ્રણથી તૈયાર કરેલું નકલી જીરું સ્વાસ્થ્ય માટે કેટલું બધું હાનિકારક હોઈ શકે ?

image source

નિયમિત પણે આ નકલી જીરૂ ઉપયોગમાં લેવામાં આવે તો ઇમ્યુનિટી ઉપર અસર પડે છે અને પથરી તેમજ ત્વચાને લગતી બીમારીઓ પણ થાય છે.

અસલી જીરુ બજાર માં 300 રૂપિયા કિલોના ભાવે વેચાય છે જ્યારે નકલી જીરૂ તૈયાર કરીને ૨૦ રૂપિયે કિલોના ભાવથી દુકાનદારોને વેચવામાં આવે છે.

image source

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ના સમાચાર જાણીએ ત્યારે સેવો વિચાર આવે કે તો અસલી-નકલી ની પરખ કેવી રીતે કરવી.

અસલી-નકલી જીરું ઓળખવું બહુ જ સરળ છે. એક વાટકામાં પાણી લઇ તેમાં થોડું જીરું નાંખવું.પથ્થરનું અને કાચનું બનેલું નકલી જીરું તૂટવા લાગશે અને તેની ઉપર રંગ ચડાવવામાં આવ્યો હોવાથી પાણીમાં જીરું રંગ છોડવા લાગશે.

image source

જ્યારે અસલી જીરુ મજબૂત હોવાથી પાણી માં ભાંગતું નથી. રંગમાં પણ કોઇ ફેર પડતો નથી. નકલી જિલ્લામાં કોઈપણ પ્રકારની સુગંધ પણ હોતી નથી.

આટલું જાણ્યા પછી હવે જ્યારે પણ બજારમાં જીરૂ ખરીદવા જાઓ ત્યારે સુગંધ પરથી પણ જીરું ઓળખી શકાશે અને પાણીમાં નાખીને પણ તેની ખાતરી કરી શકાશે.

image source

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એટલે વ્યક્તિની જિંદગી સાથે સીધા જ ચેડા . ભેળસેળ પરત્વે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે અને સરકારે પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગેના કાયદા વધુ કડક બનાવવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ