ઓનલાઇન ખરીદી વખતે હોમ ડિલીવરીનુ ઓપ્શન સિલેક્ટ કરતી વખતે રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન

શું તમે ઓન લાઈન સામાન મંગાવી ઘરે હોમ ડીલીવરી કરાવો છો ? તો જાણો કેટલા સુરક્ષિત છો તમે?

image source

આજે ભારતનું ઓનલાઈન માર્કેટ ત્રણ હજાર કરોડ કરતાં પણ વધારેનું છે.

તેમ છતાં લોકોમાં ઓનલાઈન ખરીદી બાબતે તેટલો વિશ્વાસ નથી જોવા મળ્યો જેવો તેમને પોતાની આસપાસના સ્થાનિક બાજાર પર હોય છે. બીજી બાજુ ઘણા બધા લોકોને ઓનલાઈન શોપિંગના અનુભવો પણ એટલા સારા નથી રહ્યા.

image source

આપણે ઘણીવાર સમાચારમાં વાંચીએ છે કે ફલાણી કંપની પાસેથી ઓનલાઈન ફોન મંગાવ્યો અને ફોનની જગ્યાએ પથ્થર નીકળ્યો અથવા તો અસલી બ્રાન્ડના પૈસા ચૂકવ્યા બાદ નકલી બ્રાન્ડ મોકલી દેવામાં આવી હોય તેવું પણ ઘણા લોકો સાથે અવારનવાર બનતું આવ્યું છે.

તો વળી બીજી બાજુ આ ઓનલાઈન કંપનીનો માલ ડીલીવરી કરતાં ડીલીવરી મેન પર પણ ઘણા લોકોને વિશ્વાસ નથી હોતો. તેવા પણ સમાચાર ઘણીવાર મળ્યા છે કે ફલાણી કંપનીના ડીલીવરી બોયે સ્ત્રીની છેડતી કરી કે તેની સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો.

image source

આમ આપણને માત્ર માલના નુકસાનની જ નહીં પણ હવે તો જીવ તેમ જ સમ્માન હણાવાનો પણ ભય લાગવા લાગ્યો છે. અને તેના કારણે જ આપણને હંમેશા એ પ્રશ્ન થાય છે કે તે ખરેખર ઘરની મહિલાઓ માટે સુરક્ષિત છે. જો તમને પણ તેનો ભય રહેતો હોય તો અમે તમને જણાવીશું કે તમારે શું સાવચેતી રાખવી.

તમારે કેટલીક ભૂલો જરા પણ ન કરવી

image source

– ઘણીવાર ઓનલાઈન સામાનની ખરીદી કરતી વખતે કેટલીક ભૂલો લોકો સાવ જ સામાન્ય રીતે કરતા હોય છે. એક તો તમારે ઓનલાઈન ઓર્ડર બુક કરાવતી વખતે માત્ર તેટલી જ જાણકારીઓ આપવી જેટલી તમારા ઓર્ડરને બૂક કરાવવા માટે જરૂરી હોય. બીન જરૂરી માહિતી સાઇટ પર અપલોડ ન કરવી.

– તમારો ફોન નંબર અને એડ્રેસની માહિતી આપતી વખતે વિચાર કરોઃ આજે ઓનલાઈન માહિતીઓનો પણ મોટો બિઝનેસ છે.

image source

ડેટા ચોરીને અન્ય કંપનીઓને વેચવામાં આવે છે જેમા તમારી પ્રાઇવસી પ્રાઇવેટ નથી રહેતી અને તમારો ફોન નંબર કે તમારું ઘરનું સરનામું માત્ર એક કંપની જ નહીં પણ બીજી ઘણી કંપનીઓ જાણે છે અને સાથે સાથે તે કંપનીનો ડીલીવરી મેન પણ જાણતો હોય છે જે અન્યોને પણ આ ફોન નંબર તેમજ એડ્રેસ આપી શકે છે. માટે જરૂરી ન હોય ત્યાં ફોન કે એડ્રેસ આપતા સો વખત વિચાર કરો.

image source

– ખાસ કરીને તમે એક મહિલા કે યુવતિ હોવ અને તમારું સરનામું તેમજ તમારું એડ્રેસ કોઈ કંપની કે ડીલીવરી મેનને આપો છો ત્યારે તમારા માટે તે એક મોટું જોખમ સાબિત થઈ શકે છે.

કારણ કે આવનાર ડીલીવરી બોયને જો એવો અણસાર આવે કે આ મહિલા આ-આ સમયે ઘરે એકલી હોય છે અથવા તો તે ઘરમાં એકલી જ રહે છે તો તે તેનો ગેરલાભ ઉઠાવી શકે છે.

image source

અને જે લોકોના ચારિત્ર્યની તમને ખબર ન હોય તેમની પાસે તમારું સરનામું અને ફોન નંબર હોય તે જોખમી બાબત છે.

– હંમેશા ઓનલાઈન માર્કેટ, ઓનલાઈ ખરીદી, ઓનલાઈન વ્યવહારો, હોમ ડીલીવરી વિગેરે બાબતો સાથે જોડાયેલી ખબરોથી પોતાની જાતને માહિતગાર રાખો. આમ કરવાથી તમે દરેક સંજોગો માટે સજાગ રહો છો. અને તમારાથી કોઈ જ માહિતી અજાણ નથી રહેતી. અને તમે પહેલેથી જ ચેતતા રહો છો.

image source

– બને ત્યાં સુધી પોતાનો ફોન નંબર આપવાની જગ્યાએ તમે તમારા પિતા કે પતિ અથવા તો તમારા ભાઈનો ફોન નંબર નોંધાવી શકો છો અને જો તમે એકલા રહેતા હોવ તો તમે તમારી જાણીતી વિશ્વાસુ નજીકમાં રહેતી વ્યક્તિનું સરનામું પણ લખાવી શકો છો.

જેથી કરીને જે તે ડીલીવરી બોય તમારા સીધા જ સંપર્કમાં ન આવે. તાજેતરમાં ઘટી ગયેલી બિહામણી ઘટનાઓ તમને શીખવે છે કે તમારે પોતે જ કેટલાક સેફ્ટી મિઝર્સ તમારા માટે લેવા જોઈશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ