આ આર્ટિકલ વાંચશો તો તમે બની જશો માનસિક રીતે એકદમ હળવા, અને જીવશો મસ્ત લાઇફ

તમારી સ્વસ્થ જીવનશૈલી જ તમને માનસિક રીતે હળવી અને સ્વસ્થ રાખશે

આજે વ્યક્તિએ જીવનમાં ડગલેને પગલે સ્પર્ધાનો સામનો કરવો પડે છે પછી તે તેમનું કામનું સ્થળ હોય, અભ્યાસનું સ્થળ હોય ઘરના કે પછી બહારના સંબંધો હોય બધે જ તેમને સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

માણસે હવે પોતે સારા છે, પોતે સારુ કામ કરે છે તેવું સામેવાળી વ્યક્તિને જતાવવા માટે સતત પ્રયત્નશિલ રહેવું પડે છે અને તેના કારણે તે સતત સ્ટ્રેસમાં રહ્યા કરે છે

image source

અને આ સ્ટ્રેસને દૂર કરવા માટે ઘણા બધા લોકો મદ્યપાન, ધૂમ્રપાન, તંમાકુ કે પછી ક્યારેક મીઠાઈઓ કે પછી પોતાને ભાવતો અનહેલ્ધી ખોરાક આરોગે છે.

પણ આ બધી જ વસ્તુઓ તમને માત્ર ક્ષણિક જ આનંદ આપે છે અને લાંબા ગાળે તો તે તમને નિરાશાના ઉંડા કૂવા તરફ જ લઈ જાય છે.

image source

તેની જગ્યાએ જો તમે તમારું જીવન સ્વસ્થ રીતે જીવો એટલે કે યોગ્ય વ્યાયામ કરો, યોગ્ય ખોરાક ખાઓ યોગ્ય આદતો અપનાવશો તો આપોઆપ તમારા જીવનમાંથી માનસિક તાણ દૂર થઈ જશે અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે.

છેલ્લા 25 વર્ષથી આ બાબત પર જ એક સંશોધન ચાલી રહ્યું છે જેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે આપણું મગજ હંમેશા આપણે જ્યારે જ્યારે પણ મદ્યપાન કરીએ છે, ધૂમ્રપાન કરીએ છે કે પછી મીઠો ખોરાક ખાઈએ છે ત્યારે માનસિક તાણ તેમજ ટ્રોમામાંથી પસાર થાય છે.

image source

આ સંશોધન જણાવે છે કે તમે માત્ર તમારા મગજને કોઈ પણ બાબતનો સહારો લીધા વગર જ માનસિક તાણ દૂર કરવા માટે કેળવી શકો છો.

પણ ખરેખર લોકોએ જે વસ્તુથી મગજને સદંતર દૂર રાખવાની હોય તેવા દારૂ, સિગરેટ કે પછી મીઠા ખોરાકની મદદ પોતાની તાણ દૂર કરવા માટે કરે છે. તેમના માટે આ સંશોધનના તારણો જાણવા જરૂરી છે.

image source

આ સંશોધન જણાવે છે કે મગજ પોતાની ન્યુરોપ્લાસ્ટીસીટીની ક્ષમતાનો ઉપયોગ કરીને પોતાના મગજને બદલી શકે છે અને તે દ્વારા તે પોતાના પર થતી માનસિક તાણ તેમજ ટ્રોમાની અસરને ઘટાડી શકે છે અને મગજને એક સક્ષમ સાધન બનાવી શકે છે જેથી કરીને તમને યોગ્ય ટેવો કેળવવાની પ્રેરણા મળી શકે.

image source

સંશોધકનું જો કે એવું પણ માનવું છે કે સારી આદતો કેળવાતા અને તેનાથી મગજને ટ્રેઇન થતાં વાર લાગે છે. પણ તમે તમારા મગજને નાની નાની બાબતો દ્વારા રોજ ટ્રેઇન કરી શકો છો, જેમ કે સવારે યોગ્ય સમયે ઉઠવું, તમારો ખોરાક તમે શું વ્યાયામ કરો છો કેટલી ઉંઘ લો છો દીવસ દરમિયાન યોગ્ય પ્રમાણમાં પાણી પીવો છો કે નહીં, આ બધી જ બાબતે તમારે સજાગ રહેતા થવાનું છે અને આ જ સજાગતા ધીમે ધીમે તમારી ટેવમાં ફેરવાશે અને આ જ ટેવ તમારા નક્કર નિયમોમાં પરિવર્તિત થશે.

image source

પણ જો તમે તમારા સ્ટ્રેસને દૂર કરવા માટે તમારા મનગમતા મિષ્ટાન પર ટૂટી પડશો તો તેમાં રહેલી ખાંડ તમારા મગજના ઇમોશનલ પાર્ટ જેને પ્રમસ્તિષ્કખંડ કહે છે તેના પર અસર કરશે અને તે એ રીતે કરે છે કે તમારું મગજ સામાન્ય કરતાં વધરારે માનસિક તાણને અનુભવશે.

આ પરથી તમારે સમજવું જેઈએ કે હકારાત્મક માહિતિઓનો પ્રતિસાદ પણ તમારું મગજ નકારાત્મક રીતે આપશે, સંશોધક જણાવે છે કે કૃતજ્ઞતા ચોક્કસ કામ કરે છે. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારા મગજને એક હકારાત્મક દીશા તરફ દોરવો જેથી કરીને તે ઓર વધારે પોઝિટીવીટીને આકર્ષે નેગેટીવીટીને નહીં.

image source

આપણે આપણા જ મગજને ન્યુરોપ્લાસ્ટિસીટીના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વધારે સ્થિતિસ્થાપક બનાવીને ટ્રેઇન કરી શકીએ છે. આપણે આપણી જાતને પણ શીખવી શકીએ છે કે આપણે આપણી માનસિક તાણને દૂર કરવા માટે સ્વસ્થ રસ્તો અપનાવવો જોઈએ નહીં કે શરીરને અને મગજને નુકસાન કરતી કોઈ વસ્તુનો સહારો લેવો જોઈએ.

જો તમને પણ અવારનવાર માનસિક તાણ અનુભવાતી હોવ અને તમને આવો જ કોઈ હાથવગો સસ્તો ઉપાય અજમાવતા હોવ તો તમારે થોભી જવું જોઈએ.

image source

તેની જગ્યાએ ઉપર જણાવ્યું તેમ તમારે તમારી જાતને તમારા મગજને સારી ટેવો પાડી આ જ સ્ટ્રેસનો હેલ્ધીલી સામનો કરવા માટે ટ્રેઇન કરવું જોઈએ.

એવું નથી કે તમને ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય પણ એટલુ પાક્કું હશે કે તમને તે સમસ્યાનો સામનો કરતાં આવડી ગયું હશે અને તેમ કરતાં તમારા શરીર કે મનને તમે નુકસાન નહીં પહોંચાડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ