સ્મોકિંગ કરવાથી થાય છે કેન્સરથી લઇને આ અનેક મોટી બીમારીઓ, આ રીતે છોડી દો તમારી આ આદતને

આજની તણાવભરી જીવન શૈલી અને દેખાદેખીના કારણે લગભગ મોટાભાગના યુવાનો ધૂમ્રપાન અને નશાનો શિકાર બને છે.

image sourceધૂમ્રપાન એક એવી ખરાબ લત છે જે ઘણી વાર જાનલેવા અને ખતરનાક બીમારીઓને આમંત્રણ આપે છે. આ જ કારણોને લીધે ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટ આનાથી દૂર રહેવાની હંમેશા સલાહ આપે છે.

પરંતુ આ એક હકીકત છે કે જે લોકોને આની લત એક વાર લાગી જાય છે પછી આમાંથી છૂટકારો મેળવવો બહુ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.

image source

કોઈ બીજા કાર્યની જેમ સ્મોકિંગના વ્યસનને છોડવા માટે માનસિક તૈયારીની આવશ્યક્તા ખૂબ જરૂરી છે. તો તમે પણ આ 5 રીતોથી ધીમે ધીમે સ્મોકિંગની લત છોડી શકો છો.

કંઈ પણ કરવા માટે કે કોઈ પણ વ્યસનમાંથી છૂટવા માટે તમારે કોઈ કારણ હોય છે. એક મજબૂત કારણ જે હંમેશા તમને પ્રેરણા પૂરી પાડે છે. આમાં કંઈ પણ થઈ શકે છે.

જેમ કે તમને કેન્સર અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે.

 

image source

અને હા જો તમે હમેંશા યુવાન દેખાવા માંગો છો અથવા એક તંદુરસ્ત શરીરના માલિક બનવા માંગો છો આના માટે જરૂરી છે તમારા પોતાના લોકોનો સાથ અને સહયોગ કારણ કે સ્મોકીંગને કારણે ફેફસા અને મોઢાનું કેન્સર થઈ શકે છે.

અને આજ આનું પહેલું કારણ છે જે તમને આ ખરાબ આદત સામે લડવામાં તમારી મદદ કરશે.

પોતાની જાતને તૈયાર કરો

image source

ધુમ્રપાન છોડવું એ કહેવા અને સાંભળવામાં જેટલું સહેલું લાગે છે એટલુ સહેલું નથી હોતુ. આ એક વ્યસન છે જેના કારણે તમારા મગજ પર પહેલાથી જ નિકોટિનનું વ્યસની બની ગયું હોય છે.એટલે અહિંયા તમારે તમારા મગજ પર કાબૂ રાખવો પડશે.

આના માટે તમે તમારા ડોક્ટર પાસેથી એ દરેક વસ્તુ કાળજી પૂર્વક જાણી લો કે જે હંમેશા તમારી મદદ કરે. જેમ કે દવાઓ ,યોગ, કસરત,નિકોટિન પેચ(જે તમને નિકોટિન રિપ્લેસમેંટ થેરપીમાં વપરાય છે)વગેરે . પછી જ તમે એના આગળના સ્ટેપ માટે પૂરી રીતે તૈયાર રહેશો.

પોતાના લોકોની મદદ લો

image source

પોતાના પરિવાર અને દોસ્તોની સાથે આના વિષયમાં ચર્ચા કરો આનાથી એ ફાયદો થશે કે જ્યારે તમારી ઇચ્છાશક્તિ ઓછી થવા લાગે ત્યારે આ લોકો તમને પ્રોત્સાહિત કરશે . આમ તો આજકાલ એવા ઘણા બધા ગ્રુપ પણ છે જે તમને સ્મોકીંગ છોડવામાં મદદ કરે અનેક એક બીજા સાથે હળી મળે.

આ સાથે જ પોતાનો અનુભવ પણ કહે છે. તમે આવા કોઈ ગ્રુપનો ભાગ બની શકો છો. તમારા જેવા બીજા લોકોને જોઈને તમને પણ પ્રોત્સાહન મળશે.

પોતાના શરીર અને મગજને કાબુમાં રાખો

image source

લોકો સ્મોકીંગ કેમ કરે છે કારણકે આનાથી એમને આરામ મળે છે અને બીજું કે તમારું શરીર પણ આનું ગુલામ બની ગયુ હોય છે. ઘણા લોકો તો સ્ટ્રેસ ઓછો કરવા માટે પણ સ્મોકીંગ કરે છે.

જો તમે સ્મોકીંગ છોડી રહ્યા છો તો તમારા શરીરને રાહત આપવા માટે બીજો કોઈ વિકલ્પ શોધી લો. જેથી કરીને તમે ફરીથી સ્મોકીંગ તરફના દેખો.

image source

આના બીજા ઘણા સારા વિકલ્પ પણ છે જેમ કે વ્યાયામ કરવો,મનપસંદ સંગોટ સંભાળવું, ફરવું,મેડિટેસન કરવું વગેરે. તમારી જાતને આમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરો.

તમારો ખોરાક બદલો

image source

ઘણા બધા અભ્યાસ મુજબ એવું પણ તારણ નિકળ્યું છે કે નોન-વેજ અથવા કોઈ બીજા ફૂડ પ્રોડક્ટસ એવા હોય છે જેનાથી તમને સ્મોકીઇંગની લત લાગી શકે છે.

જેમ કે પનીર,ફળ,અને શાકભાજી સિગરેટના સ્વાદને ખરાબ કરે છે. જેના કારણે તમને એના તરફ આકર્ષણ ઓછું થશે.

માટે તમે જ્યારે સ્મોકીંગ છોડવાનો પ્રત્યન કરી રહ્યા છો ત્યારે એ સમયે વધુમાં વધુ લીલા શાકભાજી અને ફળોને તમારા ખોરાકનો એક ભાગ બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ