બજારમાં મળતા અનેક પ્રકારના દૂધના પહેલા જાણી લો ફાયદા અને ગેરફાયદા, નહિં તો પાછળથી થશે નુકસાન

દૂધ શરીર માટે એક ઉત્તમ આહારનું કામ કરે છે. દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનની શરૂઆત દૂધથી જ કરે છે જેમ કે નાના બાળકોને ઉઠે તરત જ દૂધ પીવા જોઈએ. શાળાએ જતા બાળકો બોર્નવિટા, કોમ્પ્લેન, મિલ્કશેક વગેરે પીવાનું પસંદ કરે છે. જ્યારે યુવાનો કોફી, ચા, મિલ્કશેક વગેરેથી જ કરે છે. આવું જ વૃદ્ધોનું પણ હોય છે. તો આજે આ દૂધના પ્રકાર વિશે જાણીશું. તે દૂધના ફાયદા અને ગેરફાયદા પણ જાણીશું. તેમજ કયું દૂધ ક્યાં રોગ માટે ગુણકારી છે અને કયું દૂધ કોણે પીવું જોઈએ નહીં. તે પણ જાણીશું.

ગાયનું દૂધ: ગાયનું એ ખૂબ સામાન્ય દૂધ છે. જે સરળતાથી બજારમાં મળી રહે છે.

ગુણ:

image source

ગાયના દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન D, પોટેશિયમ અને ફોસ્ફરસનો એક ખૂબ સરસ સ્ત્રોત ધરાવે છે.

ફાયદા: ગાયનું દૂધ પીવાથી શરીરના હાડકા, દાંત માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઉપરાંત ગાયનું દૂધ પચવામાં સરળ હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ગેરફાયદા:

image source

ગાયના દૂધમાં હાઈ લેવલ લેકટોઝ હોય છે. જેનાથી ટીનેજર્સમાં ખાસ કરીને એકને જોવા મળે છે. એકને એક સ્કિનને થતો રોગ છે. આ સિવાય પણ એક્ઝીમા અને એલર્જીસ જેવી તકલીફો થવાની શકયતા વધી જાય છે. ગાયનું દૂધ ઇન્ટોલર્સનવાળા લોકોએ પીવું જોઈએ નહીં.

ભેંસનું દૂધ:

ભેંસનું દૂધ પણ ગાયના દૂધની જેમ સરળતાથી મળી રહે છે. ભેંસના દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા બધા મિનરલ્સનો મુખ્ય સ્ત્રોત છે. તેમજ તેમાં વિટામિન અને પ્રોટીન પણ ભરપૂર મળી રહે છે.

image source

ફાયદા:

ભેંસનું દૂધ પીવાથી શરીરમાં પોષકતત્ત્વોની પૂરતી થાય છે. તેમજ હાડકા મજબૂત બને છે. જો આપનું શરીર દુબળુ પાતળું હોય અને આપ તેને વ્યવસ્થિત અને મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો આપે ખાસ ભેંસનું દૂધ પીવું જોઈએ.

ગેરફાયદા:

image source

ભેંસના દૂધમાં ફેટ વધારે હોય છે. આથી જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેઓએ ભેંસનું દૂધ બિલકુલ પીવું નહિ. ઉપરાંત ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા વધારે કેલરી હોય છે અને ફેટ પણ બમણું હોય છે. આથી જે લોકો ડેરી પ્રોડક્ટ સરળતાથી પચાવી શકતા ના હોય તેવા લોકોએ ભેંસનું દૂધ પીવું નહિ. ભેંસનું દૂધ બાળકો અને વૃદ્ધોને પીવા માટે આપવું જોઈએ નહીં. ભેંસનું દૂધ પચવામાં ભારે હોવાથી નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ આ દૂધ પીવું નહિ.

બકરીનું દૂધ:

image source

બકરીનું દૂધ ગાયના દૂધ જેવું જ હોય છે. બકરીના દૂધમાં ગાયના દૂધ કરતા પણ ઓછું ફેટ હોય છે. બકરીના દૂધમાં ભરપૂર કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીન હોય છે. બકરીનું દૂધ ઇન્ફલેમેશન ઘટાડે છે. બકરીના દૂધમાં હાઈ લેવલ મીડીયમ ચેઇન ફેટી એસિડ પણ હોય છે. જે શરીરને એનર્જી આપે છે અને બકરીના દૂધમાં રહેલ ફેટ શરીરમાં જમા થતું નથી. ગાયના દૂધની જેમ બકરીના દૂધથી પણ એલર્જી, એકને જેવા સાઈડિફેક્ટ થઈ શકે છે. બકરીના દૂધમાં લેકટોઝ હોવાથી લેકટોઝ ઈંટોલરન્સ ધરાવતા લોકો બકરીના દૂધનો ઉપયોગ ઓછો કરે છે.

સ્કીમ્ડ મિલ્ક:

image source

સ્કીમ્ડ મિલ્કમાં બિલકુલ ફેટ હોતું નથી. સ્કીમ્ડ મિલ્ક બનાવવા માટે દૂધમાંથી સ્કીમિંગ પ્રક્રિયાથી ક્રીમ કાઢીને સ્કીમ્ડ મિલ્ક બનાવાય છે. સ્કીમ્ડ મિલ્કનો મોટો અને મુખ્ય ફાયદો એ છે કે આ દૂધ એ લોકો પણ પી શકે છે જે લોકો વજન ઘટાડવા ઇચ્છતા હોય. તેવી વ્યક્તિએ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. આ સ્કીમ્ડ મિલ્ક એટલે કે પ્રોસેસ દૂધ હોવાથી પીવામાં ઓછી મજા આવે. પણ આ દૂધ પીવાથી આપને લેકટોઝથી થતી તકલીફોનો સામનો કરવો પડતો નથી.

સોયા દૂધ( સોયા મિલ્ક).:

image source

સોયા દૂધએ સોયાબીન્સ માંથી બનાવવામાં આવે છે. લેકટોઝ ઈંટોલરન્સ અને વેગન ધરાવતા લોકોનું મનપસંદ ડેરી ફૂડ છે. સોયાદુધ પ્લાન્ટસમાંથી મળી આવે છે તો તેમાં કુદરતી રીતે જ કોલેસ્ટ્રોલ, લેકટોઝ વગરનું હોય છે. ઉપરાંત તેમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબજ ઓછા પ્રમાણમાં હોય છે. સોયામિલ્કમાં સારું ફેટી એસિડ, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર મોટા પ્રમાણમાં મળી આવે છે. સોયા મિલ્કમાં ખુબજ ઓછા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સોયા મિલ્કમાં કેલ્શિયમ પૂરતું ના હોવાથી થાઇરોઇડના દર્દીએ આ દૂધનો ઉપયોગ કરવો નહીં. તેમછતાં સોયા મિલ્ક ઉપયોગમાં લેતા પહેલા ડોકટરની સલાહ જરૂરથી લેવી. ઉપરાંત સોયા મિલ્ક કાર્ટન પર લખેલ ઇન્ગ્રેડિયન્ટને ધ્યાનથી વાંચી લેવા.

બદામનું દૂધ(આલમંડ મિલ્ક):

image source

બદામનું દૂધ એ લોકો માટે ખૂબ સારો વિકલ્પ છે જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેમજ જે લોકોને પોતાનું વજન સંતુલિત રાખવું પડે છે આવા લોકોને વેઇટ વોચર કહેવાય છે. બદામના દૂધમાં લેકટોઝ હોતું નથી જેથી સ્કિનને લગતી તકલીફ એકનેનો ભય રહેશે નહીં. તેમજ કોલેસ્ટ્રોલ પણ હોતું નથી બદામના દૂધમાં એટલે આ દૂધ ડાયટ કરતા લોકો માટે એક સારો વિકલ્પ છે. બદામના દૂધમાં સોડિયમ ઓછું હોય છે, ઓમેગા-૩ ફેટી એસિડ અને હાઈ કેલેરી હોય છે. ક્યારેક ક્યારેક બદામના દૂધ બ્લોટીંગ, ડિસકમ્ફર્ટ અને ફૂડ ઇન્ટેક ઘટાડો કરે છે. તેમજ બજારમાં મળતા બદામના દૂધમાં એડિટિવ્સ હોય છે જેનાથી ગેસ્ટ્રોઈંટેસ્ટિંલ ડિસકમ્ફર્ટ પણ થઈ શકે છે.

રાઈસ મિલ્ક:

image source

રાઈસ મિલ્ક એટલે ચોખાનું દૂધ. આ દૂધ ચોખામાંથી બને છે. ચોખાના દૂધને સુરક્ષિત માનવામાં આવે છે. ચોખાનું દૂધ લેકટોઝ ઈંટોલરન્સવાળી વ્યક્તિઓ પણ વાપરી શકે છે. ચોખાના દૂધમાં ફેટ ઓછું હોય છે તેમજ ગાયના દૂધ કરતા ચોખાના દૂધમાં હાઈ લેવલનું કાર્બોહાઇડ્રેટ હોય છે. ચોખાનું દૂધ હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓ લઈ શકે છે કારણકે ચોખાના દૂધમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. ચોખાના દૂધમાં કાર્બોહાઇડ્રેટનું હાઈ લેવલ હોવાથી આ દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ