ભારતમાં નવુ બન્યુ આ રેલવે સ્ટેશન, જેમાં છે અનેક જાતની ફેસિલિટી, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ!

ભારતનું આ રેલ્વે સ્ટેશન જોઈ તમને વિશ્વાસ જ નહીં થાય કે તમે ભારતમાં છો, રેલ્વે મિનિસ્ટ્રીએ વારધા જંક્શનને આપ્યો આધુનિક ઓપ, જુઓ તસ્વીરો

image source

ભારતીય રેલ્વે તેના ટીકીટ્સ વ્યવહારો બાબતે તો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેક્નોલોજી અપનાવીને આધુનિક બની જ ગઈ છે. પણ હવે તે ધીમે ધીમે ભારતના વિવિધ જંક્શનોને પણ આધુનિક ઓપ આપવા લાગી છે. ભારતીય રેલ્વેએ વારધા જંક્શનનો સંપૂર્ણ કાયાપલટ કરી દીધો છે !

વારધા જંક્શન સેન્ટ્રલ રેલ્વે ઝોનના નાગપુર ડિવિઝન હેઠળ આવે છે. તેમાં તાજેતરમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે એમ કહો કે તેને સંપુર્ણ રીતે બદલી નાખવામાં આવ્યું છે. આ કાર્ય રેલ્વે મિનિસ્ટ્રી સ્ટેશન ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ વારધા સ્ટેશનને વિવિધ મોડર્ન ફેસેલીટીઝ તેમજ પેસેન્જર ફ્રેન્ડલી એમેનિટિઝથી આધુનિક રીતે સજ્જ કરી દેવામાં આવ્યું છે.

image source

સેન્ટ્ર રેઇલવે ઓફિશિયલ દ્વારા આપવામાં આવેલી માહિતિ પ્રમાણે, વારધા જંક્શનના બુકિંગ કાઉન્ટર્સ, તેમજ પેસેન્જર માટેના વેઇટિંગ રુમ્સ, બધું જ સુધારી દેવામાં આવ્યું છે. દયાલ નગર બાજુની જે વેઇટિંગ લોન્જ છે તેને પણ અપગ્રેડ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત એક નવો જ ફુલ્લી એર કન્ડીશન્ડ વેઇટિંગ હોલ પણ મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ સિવાય એવા પણ અહેવાલ મળ્યા છે કે ત્રણ જણ માટેના નોન એસી ડોર્મેટરી રૂમને પણ એસીમાં ફેરવવામાં આવશે અને ત્રણની જગ્યાએ ત્યાં પાંચ મુસાફરોની વ્યવસ્થા કરવામાં આવશે.

image source

આ ઉપરાંત એક વીઆઈપી રૂમ પણ અપગ્રેડ કરવામાં આવશે. તેની સાથે સાથે મુસાફરોને બેસવા માટે નવા સ્ટેઇનલેસ સ્ટીલના બાકડા પણ મુકવામા આવશે. આ બાકડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ યોજના હેઠળ મુકવામાં આવશે.

આ જંક્શનના પ્લેટફોર્મ એક અને બે પર કોચનું માર્ગદર્શન આપતા એલઈડી બોર્ડ મુકવામાં આવશે. વધારામાં મુસાફરોની સગવડ માટે વધારે લિફ્ટ પણ મુકવામાં આવશે.

image source

છેલ્લા કેટલાક મહિનાથી, ભારતના રેલ મંત્રી પિયુઝ ગોયલે ભારતના વિવિધ રેલ્વેસ્ટેશનોનો સુંદર રીતે વિકાસ કર્યો છે. જેમાં નવી દીલ્લી રેલ્વે સ્ટેશન, જયપુર જંક્શન, મન્દુઆદી સ્ટેશન, લોનાવાલા સ્ટેશન, કામાખ્યા જંક્શન, રાન્ગીયા જંક્શન, મથુરા જંક્શન, હરિદ્વાર જંક્શન, પટના જંક્શન, આદોની સ્ટેશન, વારન્ગલ સ્ટેશન, બેલામ્પલ્લી સ્ટેશન, કુરનુલ સીટી સ્ટેશન, ન્યુ તિનસુકિયા જંક્શન, સાઇનગર શિરડી સ્ટેશન સાબરમતિ જંક્શન, આગ્રા કેન્ટ વિગેરેનો સમાવેશ થાય છે.

image source

આ ઉપરાંત નેશનલ ટ્રાન્સપોર્ટર પણ દેશના ઘણા બધા રેલ્વે સ્ટેશનને વિશ્વ સ્તરીયે એરપોર્ટ જેવા ટ્રાન્સીટ હબમાં ફેરવી રહ્યા છે જેમાં ગાંધીનગર અને હબીબગંજ સ્ટેશનનો સમાવેશ થાય છે.

નેશનલ રેલ્વેના આ કાર્યો પરથી એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે ભારતના દરેક રેલ્વે સ્ટેશનો આધુનિક બની જશે. પણ તેની સાથે સાથે જાહેર જનતાની પણ કેટલીક જવાબદારીઓ વધી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ