મગની દાળના દાળવડા – ઝરમર વરસતા વરસાદમાં ગરમાગરમ દાળવડા મળે તો મોજ…

મગ ની દાળ આપણા શરીર માટે ખૂબ જ ફાદાકારક છે, એકાગ્રતા વધે છે, આયન મળે છે, વજન ઘટાડવા મદદ રૂપ છે, વિટામિન સી, વીટામીન ઇ, વિટામિન બી રહેલા છે,જે શરીર ને હમેશા તાકાત આપે છે,મગ નું bp કન્ટ્રોલ કરે છે, તેમાં ફાયબર રહેલું છે, વાળ, લગતી તકલીફ, શરીર હાડકા મજબૂત થાય છે.

મગ માંથી આપડે , મગ, દાળ, શાક, કઈ પણ બનાવી શકીએ છીએ, જે બાળકો માટેપણ શરીર માટે મગ ખૂબ જ સારા, આ રીતે મગ ના દાળ વડા બનાવી ને આપો તો બાળકો ને ઘર ના લોકો પણ ખુશ થાય છે, ચાલો મિત્રો આપણે મગ ની દાળ ના દાળ વડા બનાવવા શીખીએ.

સામગ્રી

  • મગની ફોતરા વાળી દાળ 250 ગ્રામ
  • સૂકી ડુંગળી એક નંગ સમારેલી
  • લીલાં મરચાં 3 નંગ સમારેલા
  • સુકુ લસણ 5 કળી સમારેલું
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદુ નાનો ટુકડો
  • સાજી ના ફૂલ અર્ધી ચમચી
  • લાલ મરચું તીખું એક ચમચી
  • હળદર એક ચમચી
  • તેલ જરૂર મુજબ

રીત

સૌ પ્રથમ મગ ની દાળ 3 પાણી ધોઈ ને 4થી5 કલાક માટે પલાળી રાખવી.

પછી તેને બધું પાણી કાઢી ને મીકચર જાર મા એક દમ પીસી લેવું, એકદમ ઢીલું નહિ, એકદમ કઠણ નહિ, તે રીતે પીસી લેવું , જરૂર લાગે 2 ચમચી પાણી નાખવું ,

એક જાર મા પછી લીલા મરચાં,, આદુ, લસણ, ડુંગળી, મિક્સ કરી, મિકચર મા ફેરવી દેવું.

પછી તે બધું ખીરા માં નાખી દેવું, મીઠું, સાજીના ફૂલ , લાલ મરચું, હળદર, નાખી, એક દમ ફીણી દેવું હાથ ના મદદ થી 2 મિનિટ સુધી, મિક્સ કરવું.

પછી ગેસ ચાલુ કરી કડાઇ મૂકી તેના તેલ નાખી ગરમ કરવું, તેલ ગરમ થાય પછી, હાથ થી બોલ જેવા શેપ થી ધીમે ધીમે તેલ મા વડા માં નાંખવા.
વડા ગોલ્ડન બ્રાઉન તળવા, કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું, પછી આજુ બાજુ ફેરવતા જવુ, વડા તળી દેવા, પછી જારા ના મદદ થી કાઢી ને એક ડિશ મા સર્વ કરવા, તેની સાથ ડુંગળી, લીલાં મરચાં તળેલા મૂકી શકાય છે, આ વડા તમે કોઈ પણ ચટણી સાથ ખાઈ શકો છો.

આ મગની દાળ ના વડા મા કોથમીર, લીલુ લસણ , નાખી શકાય છે. વરસાદ માં , ઠંડી હોય તો દાળ વડા ખૂબ ટેસ્ટી લાગે છે.

મિત્રો મારી રેસીપી કેવી લાગી જરૂર થી જણાવશો,. આગળ લાઈક, સેર કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક અમદાવાદ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.