કોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ તકલીફ રહી શકે છે, જાણો આ વિશે તમે પણ વધુમાં

કોરોનાથી રિકવર થયા પછી પણ મહિનાઓ સુધી થાક અને શ્વાસ સંબંધિ તકલીફ રહી શકે છે

• NHSમાં સામેલ વૈજ્ઞાનિકો કહ્યું હતું કે કોરોના બાદ શરીરમાં લાંબા સમય સુધી એની અસર રહેશે

• શરીર પર કોરોનાની ખરાબ અસર ક્યાં સુધી રહેશે આ અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે

image source

કોરોનાની કોઈ વેક્સીન હજી સુધી મળી નથી. આવા સમયે લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિના કારણે ઠીક થઇ રહ્યા છે, ત્યારે એક અન્ય સમસ્યા પણ ખુલીને સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓઓમાં ઠીક થયા પછી પણ ઘણા મહિનાઓ સુધી વધુ થાક અને શ્વાસ લેવાની તકલીફ રહી શકે છે. આ ચેતવણીને બ્રિટનની સૌથી મોટી સરકારી આરોગ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ કોરોનાના દર્દીઓના હિત માટે જાહેર કરી છે.

image source

NHSના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વિશ્વ ભરમાં ફેલાયેલા કોરોના વાઇરસની અસર ઠીક થયા પછી પણ શરીર પર લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાથી સ્વસ્થ થયા પછી શરીર પર તેની ખરાબ અસર કેટલા સમય સુધી રહેશે, આ અંગે જાણવા હાલમાં સંશોધન પણ ચાલી રહ્યું છે.

સામાન્ય જીવન મુશ્કેલ બનશે

image source

કોરોનાનો ઉપચાર નથી પણ લોકો ઠીક થઇ રહ્યા છે. આ જોતા NHSના વૈજ્ઞાનિકોએ કોરોનાના ગંભીર લક્ષણો પર ખુલીને ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સ્ટ્રોક, કિડની ડિસીઝ અને અંગના કાર્યમાં ઘટતી જતી કાર્યક્ષમતા પર વાતચીત થઇ હતી. આ અંગે બેઠકમાં NHSના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે કોરોનામાંથી રિકવર થયા પછી પણ એવા ઘણા દર્દીઓ હશે જે સામાન્ય જીવનમાં પરત ફરવામાં સક્ષમ નહીં બની શકે. એટલે કે કોરોના લાંબા ગાળાની અસરો છોડી જશે.

અગાઉ પણ આ બાબતે ચેતવણી આપી છે

image source

આ અંગે NHSએ ગયા અઠવાડિયે એક ચેતવણી આપતા જાહેર કર્યું હતું કે, જે પણ લોકોના શરીરમાં કોરોનાના કારણે કોઇપણ પ્રકારનું ડેમેજ થયું હોય, તેને રિકવર કરવામાં અમે મદદ કરીશું. NHSના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન સ્ટીવેન્સ આ બાબતે કહે છે કે, આપણો દેશ રોગચાળાની બહુ નબળી સ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે, એટલે આપણે રિકવર થયા બાદ સામે આવનારા પરિણામોથી બચવાની રીતો પર કામ કરવાની પણ તાતી જરૂર છે. સામાન્ય જીવનમાં પાછા ફરવા એ જરૂરી છે.

દેશભરમાં આ લાગુ કરવામાં આવશે

image source

ખાસ કરીને કોરોના સંક્રમિત દર્દીઓ માટે બનાવાયેલ NHS હોસ્પિટલમાં ગયા અઠવાડિયે જ એવા દર્દીઓ રિકવર થયા છે જે કોરોના સારવાર પછી પણ લાંબા સમયથી કોરોનાની અસરો સામે સંઘર્ષ કરી રહ્યા હતા. એજન્સીનું આ બાબતે કહેવું છે કે, આ મોડેલને હવે દેશભરમાં કોરોના રોગમાંથી રિકવર થનાર દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. જેથી, તેમનું મેન્ટલ ડિસઓર્ડર, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય રોગોના કોમ્પ્લિકેશન જેવી સમસ્યાઓ સમયે મદદ કરવામાં આવી શકે.

કોરોનાને હરાવી આ ટ્રીટમેન્ટની જરૂર પડશે

image source

NHS ચીફ સિમોન સ્ટીવેન્સના જણાવ્યા મુજબ કોરોનાથી સાજા થનારા દર્દીઓને ટ્રેકિયોસ્ટોમી વાઉન્ડ, હૃદય અને ફેફસાંનું નુકસાન રિપેર કરનારી થેરપી તેમજ મસલ્સ અને સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટની પણ જરૂર પડી શકે છે. તેમજ એમણે ઉમેર્યું કે કેટલાક દર્દીઓ એવા પણ હોઈ શકે છે, જેને સોશિયલ સપોર્ટની જરૂર હોય. આ બધા જ સંજોગ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ