જાણો કેમ આ દેશમાં રોજ પાલતુ પશુઓને લઇ જવા પડે છે ફરવા..

આપણે ત્યાં જાહેર રોડ રસ્તાઓ પાર માણસોની સાથે સાથે ગાય, ભેંસ, કુતરા જેવા પશુઓ પણ નધણિયાત રખડતા જોવા મળતા હોય છે.

image source

આવી પરીસ્તીથી વચ્ચે બિચારા રસ્તે જતા વાહનચાલકોનો વિના વાંકે મુશ્કેલી વીઠવી પડે છે. સામાન્ય લોકોની પરેશાનીનું તો સમજ્યા પણ કયારેક એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને ગતિ સાથે દોડાવવામાં આ પશુઓ અડચણ બને છે.

એવું પણ નથી કે આ પશુઓની રોડ રસ્તા પર હેરફેરથી માત્ર આપણને એટલે કે માણસોને જ મુશ્કેલી કે જોખમ છે પરંતુ ખુદ તે મૂંગા જનાવરોને પણ જીવનું જોખમ હોય છે.

image source

શહેરની વચ્ચે આવેલા રોડ રસ્તા પર તો કયારેક કયારેક વાહનચાલકો બ્રેક મારીને પણ અબોલ જીવને બચાવવા સફળ રહે છે પરંતુ સ્ટેટ હાઇવે જેવા રોડ પર તમે અવાર-નવાર મરેલા પશુઓના મડદા જોયા હશે. કારણ કે હાઇવે પર પુરપાટ ઝડપે દોડતા ટ્રક જેવા મોટા વાહનધારકો માટે પશુઓને બચાવવા લગભગ અસંભવ જેવું જ હોય છે.

image source

ખેર, ઓસ્ટ્રેલિયા દેશની સરકારે તાજેતરમાં જ એક વિચિત્ર કાયદો બનાવ્યો છે જે આમ તો પાલતુ પશુઓ માટે સારા સમાચાર છે.

વિગતવાર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના શહેર કેનબરા ખાતેથી લાગુ કરાયેલા આ કાયદાનું નામ એનિમલ વેલ્ફેર લેજિસ્લેશન અમેન્ડમેન્ટ બિલ છે. આ નવા કાયદા અનુસાર જે સ્થાનિક નાગરિકોના ઘરે પોતાનો પાલતુ ડોગી હોય તેઓએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત ડોગીને બહાર ફરવા લઇ જવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

image source

એનિમલ વેલ્ફેર લેજિસ્લેશન અમેન્ડમેન્ટ બિલમાં પ્રાણીઓના કલ્યાણાર્થે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ સ્થાનિક નાગરિક પોતાના પાલતુ પશુને રહેવા, ખાવા અને પીવાના પાણી જેવી મૂળભૂત સવલતો પુરી પાડી શકતા તો તેઓને દંડ ફટકારવામાં આવશે.

એ સિવાય જે લોકો પોતાના પાલતુ ડોગીને 24 કલાક પોતાના ઘરે જ રાખે છે તેઓને પણ દરરોજ ઓછામાં ઓછું બે કલાક ખુલ્લા વિસ્તારમાં છોડવા અથવા ફરવા લઇ જવાનું રહેશે.

image source

એટલું જ નહિ જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને ભારે રકમનો દંડ પણ રાખવામાં આવ્યો છે. દંડની રકમ 4000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 91 હજાર ભારતીય રૂપિયા રાખવામાં આવી છે.

image source

કેનબરામાં આ કાયદો પાલતુ ડૉગીની સાથે સાથે પાલતુ બિલાડીઓ અંતે પણ લાગુ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ