ખરતા વાળને બંધ કરવા ફોલો કરો આ ટિપ્સ, મળશે જોરદાર રિઝલ્ટ

જાણો એવા પ્રાકૃતિક ઉપાય વિશે જેનાથી ફરીથી ઉગી જાય છે વાળ

image source

પુરુષો અને સ્ત્રીઓમાં ખરતા વાળની સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય છે તો કેટલાક લોકો હેરટ્રાંસપ્લાંટ જેવી શસ્ત્રક્રિયા પણ કરાવી લે છે.

પરંતુ જો તમે વાળને કુદરતી રીતે ફરીથી ઉગાડવાની રીત શોધતા હોય તો તેલ અને આહારમાં ફેરફાર કરો. કોઈપણ જાતના કેમિકલ વિના અને મોંઘી ન પડે તેવી ટીપ્સ ફોલો કરી અને ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકાય છે. આ ઉપાય તમારા વાળને જાડા અને કાળા પણ કરશે.

1. રોજ માલિશ કરો

image source

વાળના મૂળમાં એટલે કે સ્કેલ્પમાં રોમછિદ્રો સુધી સારી રીતે રક્તપરિભ્રમણ થાય તો વાળ બરાબર રીતે ઉગે છે.

તેના માટે જરૂરી છે કે તમે આંગળીઓથી વાળમાં ક્લોકવાઈઝ મસાજ કરો. રક્તપરિભ્રમણ બરાબર થાય તો જ નવા વાળ ઉગતા હોય છે.

· જ્યારે પણ વાળ ધોવાના હોય ત્યારે અચૂક માલિશ કરો.

image source

· માલિશ ન આવડતી હોય તો કોઈ પ્રોફેશનલ પાસેથી માલિશ કરવાની રીત શીખી લો.

2. તેલ માલિશ કરવાની રીત

સાધારણ માલિશ કરવા કરતાં તેલથી માલિશ કરવી વધારે લાભકારી છે. તેલથી વાળના રોમછિદ્રો ખુલી જાય છે અને નવા વાળ ઉગવામાં મદદ મળે છે.

image source

અઠવાડિયામાં એક કે બે વખત સ્કેલ્પ પર તેલની માલિશ કરો. તેલથી માલિશ વાળ ધોવાના હોય તેની પહેલા કરવી.

· નાળિયેરનું તેલ આ કામ માટે ઉત્તમ છે. આ તેલ શરીર માટે પણ લાભકારી છે. નાળિયેરનું તેલ હથેળીમાં લઈ અને ધીરે ધીરે માલિશ કરવી.

· બદામનું તેલ પણ વાળ માટે ઉત્તમ છે. આ તેલથી પણ વાળ ઉગવા લાગે છે.

3. હેર માસ્ક

image source

એક સારા હેર માસ્કનો ઉપયોગ કરવાથી તમને બે લાભ થશે. એક તો વાળને પોષણ મળશે અને બીજું વાળ ઝડપથી ઉગશે.

આ માસ્ક બનાવવા માટે ઈંડાનો સફેદ ભાગ, મધ, એવોકાડો, એલોવેરા જેલનો ઉપયોગ કરવો. તેમાં થોડું વિનેગર પણ ઉમેરવું.

આ માસ્ક વાળમાં 15 મિનિટ માટે લગાવો અને હેર માસ્ક પહેરી લો. 15 મિનિટ બાદ શેમ્પૂ કરી લો. કેવા વાળમાં કયું માસ્ક લગાવવું જાણી લો અહીં.

image source

· ડ્રાય હેર- મધ, ઈંડાનો સફેદ ભાગ, ઓર્ગન ઓઈલ સમાન માત્રામાં લઈ તેનો ઉપયોગ કરો.

· મધ, એલોવેરા જેલ, ઓલિવ ઓઈલનો ઉપયોગ સામાન્ય વાળ માટે કરવો.

· ઓઈલી હેર હોય તો વિનેગર, મધ અને એરંડીયાનું તેલ સમાન માત્રામાં લેવું.

4. એસેન્શિયલ ઓઈલ

image source

કહેવાય છે કે કેટલાક તેલ રક્તપ્રવાહને વધારે છે અને વાળને ઘટ્ટ કરે છે. ઓઈલ માસ્ક તૈયાર કરો તેમાં આ તેલના થોડા ટીપાં ઉમેરી દેવા. આ તેલને શેમ્પૂમાં ઉમેરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

· લેવેન્ડર

· ટી ટ્રી ઓઈલ

· રોઝમેરી

image source

· આર્ગન ઓઈલ

· નાળિયેરનું તેલ

5. સલ્ફેટવાળા શેમ્પૂનો ન કરવો ઉપયોગ

image source

શેમ્પૂમાં મોટાભાગે સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. સલ્ફેટથી વાળનું પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. તેનાથી વાળ ડ્રાય અને નાજુક બની જાય છે. તેનાથી વાળ ખરવા પણ લાગે છે.

તેથી શેમ્પૂ ખરીદો તો ધ્યાન રાખવું કે તે સલ્ફેટ ફ્રી હોય. સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ શરૂ કરશો એટલે વાળમાં તુરંત ફેરફાર જોવા મળશે.

6. બીમારી હોય તો ઈલાજ કરાવો

image source

ક્યારેક ખરતાં વાળ એ કોઈ બીમારીનો સંકેત હોય છે તેથી સામાન્ય કરતાં વધારે વાળ ખરતાં હોય તો ડોક્ટરની સલાહ અનુસાર ઈલાજ કરવો. વાળ ખરવાના કારણો કયા કયા હોય છે તે જાણો અહીં.

· થાઈરોઈડની તકલીફમાં

image source

· હોર્મોનનું અસંતુલન હોય ત્યારે

· ટાલની સમસ્યામાં

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ