કબજીયાતની સમસ્યાથી કંટાળી ગયા છો? તો પીવો આ પાણી…

કબજિયાતથી પીડાવ છો?

image source

 

આ મીઠાના પાણીની પેટ સાફ કરવાનો પ્રયોગ કરી જૂઓ…

કબજિયાત એ એક એવી જટીલ સમસ્યા છે જે કોઈપણ દર્દીને લાંબો સમય સુધી રહી શકે છે. અને એક સર્વે મુજબ એવો અંદાજ છે કે વિશ્વભરમાં 20% લોકો આનાથી પીડાય છે.

પેટમાં દુખાવો રહેવો, ફૂલેલું પેટ અને અસ્વસ્થતા અનુભવવા સાથે, જ્યારે તમે એવું કંઈ ખાશો જે તમારા શરીરને અનુરૂપ ન હોય અથવા તમે કંઈક ઝડપથી ખાઓ છો ત્યારે પણ તમને કબજિયાતની ફરિયાદ રહે છે.

image source

જ્યારે તમારા પેટમાં દુખાવા સાથે દબાણ વધે છે, ત્યારે તમે તમારી પાચક સિસ્ટમના જુદા જુદા ભાગોમાં ફસાયેલા વાયુથી પણ પીડાઇ શકો છો, જેના કારણે વારંવાર વાયુ છુટવો, અપચો, અજિર્ણ અને પેટનું અકારણ ફૂલવું સહિતના લક્ષણો દેખાઈ શકે છે.

કબજિયાત તમને પરેશાન કરે છે ત્યારે…

image source

કહી શકાય કે અસ્વસ્થ પેટની સાથે તે ગેસને લીધે પણ ફૂલી શકે છે. તેથી, સ્વાભાવિક રીતે, જ્યારે તમે શારીરિક રીતે ફિટ અને ફાઈન ન અનુભવો, ત્યારે ભોજન કરવાની વાત તમારા માટે છેલ્લી બાબત હશે.

તમને કશું જ ખાવાની ઇચ્છા જ ન થાય ત્યારે તમે એવું કંઈક શોધો છો કે કોઈ એવી દવા મળી જાય કે જે તમને તરત જ રાહત આપી દે.

image source

જો કે, પીલબોક્સ એટલે કે દવાઓના ડબ્બાને પકડવાની જગ્યાએ, અમે તમને કંઈક એવું સૂચવીશું કે જે તમારે પીવાનું રહેશે… જી હા, અમે આપને એક એવી અકસીર દવા સજેસ્ટ કરીશું જે તમને કબજિયાતમાં તરત જ રાહત આપશે અને સરળતાથી પેટ સાફ કરી આપશે…

આવો, જાણીએ, શું છે તે ઉપયોગી પીણું…

image source

નમકવાળું પાણી પીવાથી પેટ થઈ જશે એકદમ સાફ, અને કબજિયાત થઈ જશે દૂર…

શું તમને ખબર છે કે મીઠાના પાણીનો ઉપાય ફક્ત ગળાના ચેપથી પીડાતા લોકોની સારવાર સુધી જ મર્યાદિત છે?

શું તમને લાગે છે કે તમારા મોંમાંથી સૂક્ષ્મજંતુઓ દૂર કરવા અને તેનો નાશ કરવા માટે ફક્ત ઉપયોગી છે?

image source

દાંતમાં કે પેઢાંમાં ઇન્ફેક્શન હોય ત્યારે જ મીઠાના પાણીના કોગળા કરવા ઉપયોગી છે?

શું તેનો અન્ય કોઈ ફાયદો કે ઉપયોગ હોઈ શકે ખરો?

તો, ફરીથી વિચારી જુઓ.

image source

આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તમને કબજિયાતની તકલીફ થાય છે ત્યારે પણ મીઠાના પાણીનો મોટો ગ્લાસ ભરીને પી જવું જોઈએ. એ તમારી પાચક શક્તિને, મજબૂત, ઝડપી અને શુદ્ધ કરવા તેમજ કબજિયાતનાં લક્ષણોથી રાહત મેળવવા માટે ખૂબ જરૂરી ઉપાય હોઈ શકે છે.

આવો, અમે તમને જણાવીશું કે તે કેવી રીતે શક્ય છે…

શા માટે મીઠાના પાણીનો પ્રયોગ કરવો જોઈએ?

image source

એક એવું પીણું જે પેટ સાફ કરવા માટે એકદમ અકસીર છે તે છે, મીઠાનું પાણી. જાણો શા માટે?

મીઠું અને પાણીમાં રહેલ સક્રિય ઘટકો એ બે પેટ સાફ કરવાના સૌથી શક્તિશાળી અને મદદગાર ઘટકો છે જે તમે રસોડામાંથી જ સરળતાથી જ મેળવી શકો છો અને તેના ઘણા બધા ફાયદાઓ લઈ શકો છો.

image source

આ કબજિયાત જેવી લાંબા સમય સુધી ચાલી રહેતી હોય તેવી તકલીફની સ્થિતિમાં, મીઠાંવાળું પાણી તમારી પાચક શક્તિને સાફ કરવાની ચાવી બની શકે છે અને પાચન ક્રિયાને સક્રિય કરી શકે છે, જે તમારા શરીરના આંતરડામાંથી ખોરાકને આગળ વધારીને હોજરીને પણ શુદ્ધ કરી દઈ શકે છે, આખી સમસ્યાને જડ મૂળમાંથી દૂર કરી શકવાની શક્તિ છે, આ મીઠાંવાળા પાણીમાં…

આ કબજિયાતની તકલીફ જેવી જટિલ સમસ્યામાં મીઠાના પાણીના કોગળા કરવાથી તમારા શરીરમાં બાયોકેમિકલ પ્રક્રિયા શરૂ થવા લાગે છે અને જેથી કરીને તે પેટમાં પહોંચીને પોતાનું કાર્ય શરૂ કરે છે.

image source

મીઠું શરીરને કુદરતી રીતે ડિટોક્સિફાય કરીને અને સિસ્ટમમાં સારી ઇલેક્ટ્રોલાઇટ્સની સપ્લાય કરવામાં મદદ કરે છે, જે પાચનતંત્રને સરળતાથી કાર્યરત કરે છે અને પેટમાં ચોંટેલો અને જમા થયેલો કચરો દૂર કરવામાં મદદ કરે છે.

બીજી બાજુ, પાણી જાતે શરીરને હાઇડ્રેટ કરીને અને (બોડી ટોક્સિક્સ) ઝેરને દૂર કરીને કામ કરે શરૂ કરે છે. ડોકટરોના કહેવા પ્રમાણે, ફક્ત તમારે પાણીના સેવનની વધારવી જોઈએ અથવા વધુ પ્રવાહી ખોરાક લેવો જોઈએ અને વિવિધ પ્રકારના પીણા પણ આહારમાં ઉમેરવા જોઈએ.

image source

જેથી પેટમાં ગેસ થવો, પેટનું ફૂલી જવું કે દુખાવો થવો જેવા લક્ષણોને ઓછા કરીને સ્વસ્થ રહી શકાય.

કઈ રીતે બનાવવું મીઠાના પાણીનું દ્વાવણ, રીત જાણી લો…

જો તમે સવારે ખાલી પેટે સૌથી પહેલાં આ પ્રયોગ કરશો તો તે વધુ અસરકારક રહેશે. આ રીતે કરશો તો કબજિયાત માટે મીઠાના પાણીનો પ્રયોગ સૌથી અસરકારક છે.

image source

જો તમે દિવસ દરમિયાન આ પ્રયોગ કરવા ઇચ્છો છો તો ફક્ત એટલી ખાતરી કરો કે તમે પાછલા એકથી બે કલાકમાં કંઈપણ ખાધું નથી. ખાલી પેટે જ આ પ્રયોગ કરવો જોઈએ.

અહીં એક સરળ રીત જણાવીએ છીએ જે તમારી કબજિયાતની તકલીફમાં મદદ કરી શકે છે.

એક મોટા બાઉલ અથવા તપેલીમાં, લગભગ એક લિટર ફિલ્ટર / આર.ઓ. પાણી ઉમેરો (તે ઉકળતું ન હોવું જોઈએ, પરંતુ યોગ્ય રીતે ગરમ થાય તેટલું હોવું જોઈએ). પાણી ગરમ થયા બાદ, ૨ કે ૩ ચમચી મીઠું લો અને તેમા ઉમેરીને હલાવો.

image source

હવે તેને બરાબર હલાવીને એકદમ મીક્સ કરી દો અને તેને ફરતે ચમચી ફેરવો, ખાતરી કરો કે તમામ ગ્રાન્યુલ્સ ઓગળી જાય છે. મીઠાંના કણ સહેજ પણ પાણીમાં દેખાવા ન જોઈએ. આખું દ્વાવણ બરાબર ઓગળી જઈને ભળી જવું જોઈએ.

આ ‘વોટર ફ્લશ’ પ્રયોગ કઈ રીતે કરવો?

આ પ્રયોગ કરવા માટેની રીત એકદમ સરળ છે. એકવાર આ દ્વાવણ તૈયાર થઈ જાય પછી, આ સોલ્યુશનની મોટી ચુસીઓ લો અને આ મિશ્રણ ઝડપથી પીવાનો પ્રયાસ કરો. જેમ મોટા ઘુંટડા પીશો તેમ એની અસર વધુ થશે. આદર્શરીતે, ૧૦ મિનિટમાં જ આ પીણું બનાવવાનું અને તરત જ પી જવાનું લક્ષ્ય રાખો જેથી તે તેના સ્વાદ અને અસરને ગુમાવશે નહીં.

image source

આને અનુસરીને, તમે ધીમી ગતિમાં તમારા પેટ અને પેટની આસપાસ માલિશ કરવાનું પણ રાખો. જેથી પાચનની પ્રક્રિયાને રાહત મળે અને આ રીત મળને આગળ જવામાં વધુ સરળ રસ્તો બનાવશે અને આ ઉપાય 30 મિનિટથી ઓછા સમયમાં કામ કરવાનું શરૂ કરી શકે છે અને તમારા શરીરમાંથી ટોક્સિક્સ અને કચરો ખાલી કરી શકે છે. આ પ્રયોગ કરવાથી તમે થોડા જ સમયમાં રાહત અનુભવતા થઈ જશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ