આ રોડની છે કંઇક અલગ ખાસિયત, જાણવા કરો ક્લિક…

બ્રિટનનાં ઓકસ્ફોર્ડશાયર શહેરમાં બની રહ્યો છે અદ્દભુત રોડ, સામાન્ય કાર્બનથી પણ 200 ગણા મજબૂત આ પદાર્થનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ

image source

આપણે ત્યાં ભારતમાં રોડ અકસ્માતથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો બહુ મોટો છે. આ માટે ફક્ત લોકો જ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાનું કારણ પુરતું નથી. આ માટે રોડ – સડકની હાલત પણ એટલી જ જવાબદાર છે.

દેશના લગભગ સ્થાનિક વિસ્તારોની વાત કરીએ તો રોડ રસ્તાની હાલત બિસ્માર જ અથવા બિસ્માર જેવી જ હોય છે. કારણ જે હોય તે પણ રોડ બન્યાને થોડા જ મહિના / વર્ષમાં એટલાં ખાડા – ખબડા થઈ જાય કે એવું લાગવા લાગે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ.

image source

આપણે જોઈએ છીએ કે ભારતમાં રોડ રસ્તાની મજબૂતાઈની સરખામણીએ વિદેશના રોડ – રસ્તા મજબૂત, સમતલ અને ચોખ્ખા ચણક જોવા મળે છે. ઉપરાંત ત્યાંના જાહેર રસ્તાઓ પર ભારતની જેમ ગાય, ભેંસ, ઘેટાં, બકરા કે ઘોડા હરતા ફરતા જોવા નથી મળતાં.

વિદેશના રોડ રસ્તાની વાત નીકળી છે તો આ વિષય સંબંધી એક પોઝિટિવ માહીતી પણ આપણે જાણીએ.

image source

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ બ્રિટનના વૈજ્ઞાનિકો એક એવા પદાર્થ અંગે કામ કરી રહ્યાં છે કે જેમાં મજબૂતાઈ ઠાસોઠાસ ભરેલી છે. આ પદાર્થનું નામ ગ્રેફીન છે.

ગ્રેફીન એ અસલમાં કાર્બનનો જ એક ભાગ છે પરંતુ સામાન્ય કાર્બનની સરખામણીએ તેની મજબૂતાઈ 200 ટકા વધુ છે. આ પદાર્થ એટલે કે ગ્રેફીનની શોધ 2004 માં માન્ચેસ્ટર યુનિવર્સીટી ખાતે શોધકર્તાઓએ કરી હતી.

image source

ગ્રેફીનની ઉપલી સપાટી મધમાખીનાં પુડામાં દેખાતી ષટકોણ આકારની ડિઝાઇન જેવી જ દેખાય છે જે પ્લાસ્ટિકથી બનેલી હોય છે. જ્યારે તેનાં નીચેનું સ્તર કાર્બન પરમાણુઓથી બનેલું છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રેફીનનો ઉપયોગ રોડ બનાવવામાં કરવામાં આવે તો તેનાં પર તિરાડો પડવાની સમસ્યા નહીં રહે. જેથી સડક દુર્ઘટનાઓમાં પણ ઘટાડો થશે.

આ માટે વૈજ્ઞાનિકો બ્રિટનનાં ઓકસ્ફોર્ડ શાયર શહેરની સડક બનાવવા તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરી રહ્યાં છે. રોડ તૈયાર થઈ ગયા બાદ ભારે વાહનો અને વાતાવરણની અસર તેનાં પર કેવી પડે છે તે ખબર પડશે.

image source

વૈજ્ઞાનિકોનાં મત અનુસાર ગ્રેફીનની વિશેષતા એ છે કે તે ગરમ તાપમાનમાં ઓગળી જતું નથી કે સખત ઠંડીમાં તુટી જતું નથી. જેથી રોડની મજબૂતાઈ અનેકગણી વધી જશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન ઑકસ્ફોર્ડ શાયર ખાતે ગ્રેફીનથી બનાવાઈ રહેલા આ રોડનો સફળ પ્રયોગ આ પહેલા પણ થઈ ચુક્યો છે.

image source

એકાદ વર્ષ પહેલા ઇટાલીની રાજધાની રોમના હાઇવેનાં રોડ પણ આ જ ગ્રેફીન પદાર્થનો ઉપયોગ કરી બનાવાયા હતાં. ત્યાં ભારે વાહનોની અવર જવર હોવાં છતા રોડની સ્થિતી સારી રહી. ઉપરાંત ત્યાંના સખત ગરમી અને સખત ઠંડીનાં મિશ્ર વાતાવરણ વચ્ચે પણ રોડની મજબૂતાઈ અકબંધ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ