તમારી કિસ્મત ચમકાવવા હોળીકા દહનમાં નાખો માત્ર આ એક વસ્તુ

હોળીકા દહન વખતે નાખો આ 1 વસ્તુ અને તમારી કિસ્મત પલટી નાખો

image source

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હોળીના ઉત્સવન ઉત્સાહ અત્યારથી જ નાના મોટા સહુના ચહેરા પર દેખાવા લાગ્યો છે. હોળીના તહેવાનું હિન્દુ ધર્મમાં આગવું મહ્ત્ત્વ છે. આ વર્ષે 9 માર્ચ 2020ના સોમવારના રોજ હોળીકા દહન થશે. દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામા આવે છે.

image source

આ તહેવારને બુરાઈ પર અચ્છાઈના જીતના પ્રતિક રૂપૂ ઉજવવામાં આવે છે. હોળીના દીવસે જે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરવામા આવે છે. તેમાં દરેક પ્રકારની દૂષ્ટતા, અહંકાર તેમજ નકારાત્મકતાઓનો નાશ કરવામા આવે છે. અને બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે લોકો રંગોત્સવ મનાવે છે એટલે કે એકબીજાને વિવિધ રંગોથી રંગે છે.

હોળીકા દહનની પરંપરા ક્યારથી શરૂ થઈ

image source

હીન્દુ પુરાણો પ્રમાણે હિરણ્યકશ્યપ કે જે એક દાનવ હતો તેણે જ્યારે પોતાના પુત્ર પ્રહ્લાદને વિષ્ણુની ભક્તિ કરતાં જોયો ત્યારે તે તેના પર ગુસ્સે ભરાયો હતો અને દીકરાની આ ભક્તિને દૂર કરવા તેણે પોતાની બહેન હોળિકાને આદેશ આપ્યો કે તે પ્રહલાદને પોતાના ખોલામાં લઈને અગ્નિમાં બેસી જાય. હોળીકાને વરદગાન આપવામા આવ્યું હતું કે તેને કોઈ પણ આગ નુકસાન નહીં પહોંચાડી શકે.

image source

પણ પ્રહલાદની ભક્તિમાં એટલી શક્તિ હતી કે જે આગમાં હોળિકા પ્રહલાદને ભસ્મિભૂત કરવા માગતી હતી તેમાં તે પોતે જ રાખ થઈ ગઈ. ભક્તિની શક્તિ દર્શાવતી આ પૌરાણીક કથાની યાદમાં હોળિકા દહનની દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે ઉજવણી કરવામા આવે છે.

હોળીકા દહન કરતી વખતે કરો આ ઉપાય દૂર થઈ જશે બધી જ મુશ્કેલીઓ

image source

– હોળીકા દહનમાં ઘરના દરેક સભ્યએ સમાવિષ્ટ થવું જોઈએ. હોળીકા દહન કરતી વખતે ઘઉં, ચણા, વટાણા અથવા તો અળશી વિગેરે અગ્નિમાં નાખીને તેની સાત પરિક્રમા કરવાથી ઘરના સભ્યોને શુભ ફળ મળે છે અને ઘરમાં પણ પવિત્રતા આવે છે.

– આ ઉપરાંત ઘરના વડિલે હોળિકામાં ઘીમાં પલાળેલા લવિંગ, એક પતાશું અને એક પાનનું પત્તુ પણ ચડાવવું જોઈએ અને ત્યાર બાદ ત્રણ પરિક્રમા કરીને હોળીમા સુકુ નાળિયેર હોમવું જોઈએ. આમ કરવાથી પરિવારના દરેક દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

image source

– હોળિકા દહનની પુજાના સમયે તમારે એક ચાંદીના સિક્કા પર હળદરથી તિલક કરીને તમે જ્યાં તમારું ધન રાખતા હોવ તે જગ્યાએ મુકી દેવો. તેમ કરવાથી તમારું ધન ક્યારેય નહીં ખૂટે.

– ઉપર જણાવ્યું તેમ હોળિકાનો પવિત્ર અગ્નિ દરેક પ્રકારની નકારાત્મકતાનો નાશ કરે છે. અને સાથે સાથે આ જ નકારાત્મકતાથી ઉત્પન્ન થયેલી બદીઓનો પણ નાશ કરે છે.

– હોળિના દિવસે ગોમતી ચક્રને તમે જ્યાં ધન રાખો છો ત્યાં જો તેને મુકશો તો તે પણ તમને અઢળક લાભ પહોંચાડશે.

image source

– હોળિકા દહન કરતી વખતે તમે જ્યારે હોળિકાના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારી સાથે પીળા કાપડમાં હળદર બાંધીને લઈ જવી અને તેને અગનિમાં પધરાવી દેવી તેમ કરવાથી તમારા દોષો દૂર થશે.

– તમારી દુકાન, તમારી ઓફીસ કે પછી તમે જે જગ્યાએ તમારો વેપાર કે બિઝનેસ કરતાં હોવ તેની પ્રગતિ હંમેશા થતી રહે તે માટે તમારે ગોમતી ચક્રને એક લાલ વસ્ત્રમાં મુકીને તેને તમારી દુકાન કે ઓફિસના મંદીરમાં રાખી મુકવું.

image source

– આ સિવાય તમે બે ગેમતી ચક્ર લઈને તેને એક સ્વચ્છ વસ્ત્રમાં મુકીને તેની પોટલી બાંધી તેને તમારા ધંધાના કે વ્યવસાયના સ્થળના પ્રવેશ દ્વાર પર લટકાવી શકો છો. તેનાથી તમારા ગ્રાહકો પર હકારાત્મક અસર થશે અને તમારા ધંધા-વ્યવસાયની વૃદ્ધિ થશે.

– હોળિના દિવસે તમે કોઈ પણ ઉપાય અજમાવો તે ઉપાય કરતી વખતે તમારે એક ધારું ભગવાન વિષ્ણના ‘ॐ नमो भगवते वासुदेवाय नमः’ મંત્રનો જાપ કરવો જરૂરી છે.

image source

– ઉપર જણાવેલા મંત્રોચ્ચાર સાથે ઉપરના ઉપાય અજમાવવાથી તમે હંમેશા દરેક કામમાં સફળ રહેશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ