જો તમે જોતા હોવ ‘તારક મહેતા’ સિરિયલ તો પહેલા વાંચી લો આ વખતે કંઇક નવુ જ થવા જઇ રહ્યું છે હોળીમાં…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આ વખતે હોળીની ઉજવણી હશે કંઈક ખાસ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી સમગ્ર ભારતને મનોરંજન પુરુ પાડી રહી છે. અને દરેક વર્ષે દરેક તહેવાર આ શોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે પછી તે ગણેશોત્સવ હોય, ગુડી પડવો હોય કે પછી નવરાત્રી હોય કે પછી હોળી હોય. ગોકુલ ધામ સોસાયટી તહેવારોના રંગમાં રંગાઈ જવા થનગનતું રહે છે.

રંગોનો તહેવાર એવા હોળી-ધૂળેટી હવે નજીક આવી રહ્યા છે અને ગોકુલધામનું વાતાવરણ ધીમે ધીમે તહેવારની ઉજવણીમાં ફેરવાઈ રહ્યું છે.

image source

છેલ્લા કેટલાક એપીસોડ્સથી આપણે જોયું કે ગોકુળનું પુરુષમંડળ ટોમેટો સોસ સાથે અગાઉથી જ હોળી રમવા માંડ્યું છે. આ કેચપ હોળી ત્યારે શરૂ થઈ જ્યારે પોપટ લાલ અબ્દુલની દુકાને કેચપની બોટલ લેવા દેડી જાય છે જેથી કરીને તે ભજીયા સાથે તેને ખાઈ શકે.

image source

જ્યારે તે ઘરે પાછો જાય છે ત્યારે તે તારક મહેતા અને ભીડેને સોસાયટીના કંપાઉન્ડમાં તેમને મળી જાય છે. તે જ્યારે તેમનું અભિવાદન કરી રહ્યો હોય છે ત્યારે અકસ્માતે કેચપની બોટલમાંથી કેચપ બહાર ઉડે છે અને તે કેચપ તારક અને ભીડે પર ઉડે છે.

image source

તેઓ એવું સમજે છે કે પોપટ લાલે તે જાણી જોઈને કર્યું છે અને તેઓ પણ તેના પર કેચઅપ ઉડાડે છે. અને ત્યાં જેઠાલાલ પણ આવી પહોંચે અ સમજી બેસે છે કે તેઓ કેચપ સાથે હોળીની આવે તે પહેલાં જ હોળીની ઉજવણી કરવા લાગ્યા છે. અને તે પણ આ ફનમાં જોડાઈ જાય છે. પણ જો તમને એવુ લાગતું હોય કે ગોકુલધામ વાસીઓ આટલામાં જ સંતોષ માની લેશે તો તેવું નથી કારણ કે ફન તો હજું શરૂ જ થયું છે.

image source

તારક મેહતા…ના આવનારા એપિસોડ્સમાં તમે ઓર વધારે પ્રિ-હોલી સેલીબ્રેશન જોઈ શકશો. સોશાયટીના સભ્યો સોયાટીના ક્લબ હાઉસમાં હોળીની ઉજવણી માટેની મિટિંગ માટે ભેગા થવા જઈ રહ્યા છે. પણ દર વખતની જેમ જેઠા લાલ ફરી એકવાર મિટિંગમાં મોડા પહોંચશે અ મિટિંગ પૂરી થઈ જશે.

image source

પણ, તે બધાને સરપ્રાઇઝ આપવા માગે છે અ માટે જ કારણ કે જેઠા લાલ માટે તો હોળી આવી જ ગઈ ચે અને તે તેનું પ્રિ હોલી સેલીબ્રેશન કરવા માગે છે એટલે પોતાની સાથે એક વોટર ગન લઈને આવે છે. પણ નટખટ ટપૂ સેના જેઠા લાલને વોટર ગન લઈને ક્લબ હાઉસમાં જતાં જોઈ જાય છે અને જાણી જાય છે કે જેઠા લાલના મનમાં શું ચાલી રહ્યું છે.

image source

જેવા જ તેઓ ભેગા થાય છે કે તરત જ ફરી પાછું પ્રી હોલી સેલિબ્રેશન શરૂ થઈ જાય છે પણ આ વખતે ક્લબ હાઉસની અંદર વોટર ગન સાથે. તેઓ એકબીજા પર પાણી નાખે છે અને સમગ્ર પળને ખૂબ જ એન્જોય કરતાં જણાય છે. આ નાનકડી ઉજવણી જેઠા લાલને પોતાના બાળપણમાં પાછા લઈ જાય છે. તે પોતાના ગામડે જે રીતે હોળીનું સેલિબ્રેશન કરતાં હતાં તે દિવસો તેને યાદ આવી જાય છે.

image source

ગોકુલધામમાં સમાન્ય દિવસ પણ મનોરંજનથી ભરપૂર હોય છે તો વળી તહેવારમાં તો ડબ્બલ મનોરંજન મળવું નક્કી જ છે.જો કે ગોકુલધામ વાસીઓ પણ કંઈ તહેવારોની ઉજવણીમાં પાછુ વાળીને નથી જોતાં. આ વખતે પણ દર્શકોને ફૂલ ધમાલવાળી હોળી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે તેની ખાતરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ