ચિંતામુક્ત થઈને રમો હોળી : આવતીકાલે ધૂળેટી છે એટલે હોળી-ધૂળેટી રવાનાં શોખીનોએ તો તૈયારી પણ પૂર્ણ કરી લીધી હશે.જાત-જાતનાં રંગ,પિચકારીઑ અને ફુગ્ગાઑ. આ તહેવારમાં કલરથી રમવાની ખૂબ મજા પડે છે.જો કે અમુક લોકો ડરતા-ડરતા રમતા હોય છે.જે ડર હોય છે પાકા કલર ન ઉતરવાનો.ધૂળેટી પર મસ્તીથી રમ્યા પણ બિજા દિવસે રંગવાળું મોં ઑ ફિસે લઈને જવામાં થોડો સંકોચ તો અનુભવાય છે.જો કે આ હોળી પર ચિંતા કર્યા વગર પાકા કલરથી રમજો.આ ૬ હર્બલ નુસ્ખાઑ થી કોઈપણ આડઅસર વિના રંગ ઉતરી જશે.
ઝિંક ઑ ક્સાઈડ : પાકા કલરનાં ડાઘા સ્કીન પરથી દૂર કરવા માટે બે ચમચી ઝિંક ઑ ક્સાઈડ અને બે ચમચી દિવેલ મેળવીને પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને ફેઈસ પર લગાવો.થોડીવાર પછી ચહેરો ઘસીને ધોઈ લો.૨૦-૨૫ મિનિટ પછી સાબુથી ચહેરો ધોઈ લો.ધ્યાન રાખવું કે ,આ લેપ ચહેરા પર લગાવતા સમયે વધારે ઘસવો નહિ.