ગીરનારનો છે અનોખો ઇતિહાસ, જાણો કેવી રીતે બનાવવામાં આવ્યા હતા દસ હજાર પગથિયા

ગરવા ગિરનારનો ઇતિહાસ જાણી ધન્ય બનો ! જાણો કેવી રીતે બનાવવામાં આવ્યા હતા 10,000 પગથિયા!

image source

ગિરનાર પર સિદ્ધચોરાસી સંતોના બેસણા છે. આ પર્વત કંઈ કેટલાએ પવિત્ર સાધુ સંતો તેમજ સતીઓ દ્વારા પાવન થયેલો છે. ગુજરાતનું સૌથી મોટું કોઈ શીખર હોય તો તે છે જુનાગઢમાં આવેલો ગરવો ગિરનાર.

અહીં હીન્દુ તેમજ જૈન ધર્મના સેંકડો મંદીરો આવેલા છે. અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની 10000 સીડીઓ ચડીને ભગવાનના દર્શનથી પાવન થાય છે.

image source

પણ આપણામાંના ઘણા ઓછા લોકો ગિરનારના ઇતિહાસ વિષે જાણતા હશે. તો ચાલો આજે તમને જણાવીએ ગરવા ગિરનારનો પોરાણિક તેમજ ધાર્મિક ઇતિહાસ.

ગિરનાર કેટલાક પર્વતોનો સમુહ છે. તેમાં કુલ પાંચ શીખરો આવેલા છે જેમાં સૌથી ઉંચી ગોરખ ટૂંક 3600 ફૂટની ઉંચાઈ પર આવેલી છે. જેને ગોરખ શિખર કહેવામાં આવે છે.

મોટા ભાગના દર્શનાર્થીઓ સંપુર્ણ ગિરનાર નથી ચડી શકતાં પણ કેટલાક શ્રદ્દાળુઓ આ ટૂંક પર પહોંચ્યા વગર ગિરનારના દર્શનને અધૂરા માને છે.

image source

ગિરનારને ચડીને ઉતરવામાં સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિને પાંચથી આઠ કલાકનો સમય લાગે છે. દર વર્ષે દિવાળી બાદ લાખો ભક્તો ગિરનારની લીલીપરિક્રમા કરવા આવે છે.

ગિરનાર માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પણ તેમાં આવેલા અશોકના પૌરાણીક શિલાલેખના કારણે પ્રસિદ્ધ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત તેમજ રૈવતક તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

image source

કોણે અને કેવી રીતે બનાવ્યા હતા ગિરનાર પર પગથિયા

અહીં દર વર્ષે ગીરનાર ચડવાની સ્પર્ધા યોજવામાં આવે છે. છે જેમાં ઘણા બદા રેકોર્ડ ટૂટે અને બને છે. પણ શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે ગિરનારપર પગથિયા જ બનાવવામાં ન આવ્યા હોત તો તેને આપણે કેવી રીતે ચડી શકત!

આજથી લગભગ 800 વર્ષ પહેલાં ઇ.સ. 1152માં રાજા કુમારપાળ દ્વારા ગિરનાર સામાન્ય લોકો સરળતાથી ચડી શકે તે માટે પગથિયા બનાવડાવવામાં આવ્યા હતા.

image source

પગથિયા રચવા પાછળનો ઇતિહાસ કંઈક આવો છે. ગુજરાતને યુદ્ધમાં વિજય અપાવી ઉદયન મંત્રી યુદ્ધની છાવણીમાં ઘાયલ થઈને પડ્યા હતા. યુદ્ધ તો જીતી ગયા હતા પણ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી વતન પાછા ફરતાં જ તેઓ મરણતોલ બિમારીમાં ફસડાઈ પડ્યા હતા.

તેમને હવે જીવવાની કોઈ જ આશા નહોતી રહી. માટે જ તેમણે પોતાની અંતિમ ઇચ્છા પુર્ણ કરાવવા માટે દીકરાને સંદેશ મોકલાવ્યો. જેમાં તેમણે દીકરાને અરજ કરી હતી કે તે ગિરનાર પર્વત પર પોતાના આરાધ્ય દેવ યુગાધિદેવના મંદીરનું પુર્નિર્માણ કરે.

image source

દીકરાએ મરણ પથારીએ પિતાએ વ્યક્ત કરેલી ઇચ્છા તો પુરી કરી લીધી. પણ તે મંદીરસુધી પહોંચવા માટે વ્યવસ્થિત પગથિયા હજુ પણ નહોતા.

જુવાન માણસ તો કેમે કરીને મંદીરના દર્શન કરી શકતો હતો પણ વૃદ્ધ ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય માટે તેમણે હવે મંદીર સુધી વ્યવસ્થિત પગથિયા બનાવવાનું પણ આયોજન કરવા માંડ્યું.

ગિરનાર આપણે બધા જાણીએ છીએ તેમ એક સીધો જ પહાડ છે. તેના પર વ્યવસ્થિત પગથિયા એ પણ આજથી 800 વર્ષ પહેલાં બનાવવા એ કોઈ નાની સુની વાત નહોતી. કામ ઘણુ અઘરુ હતું.

image source

શરૂઆતમાં કામની શરૂઆત કેવી રીતે કરવી તે બાબતે ઘણી મુંઝવણ રહી. કેમ કરીને પગથિયા બનાવવાનો કોઈ રસ્તો નહોતો સુજતો છેવટે તેમણે ગિરનારની રખેવાળી કરનાર માતા અંબેનું સ્મરણ થયું અને તેઓ તો બસ માતાજી સમક્ષ ધૂણી ધખાવીને બેસી ગયા.

તેમણે માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી મારાં મરતા પિતાનું વચન પુરુ કરવામાં મને મદદ કરો. તેમણે તો રીતસરનું માતાજીને મનાવવા માટે તપ કરવા લાગ્યું.

image source

ઉપવાસ શરૂ કરી દીધા, ન ખાધું ન પીધું. છેવટે ત્રીજા દિવસે માતાજી તેમની આ ભક્તિથી પ્રસન્ન થયા અને અંબેમાતાએ તેમને દર્શન આપ્યા.

ત્યારે તેમના પરમ ભક્ત એવા બાહડ સમંત્રીએ તેમને પગથિયા માટે રસ્તો સુજાડવા માટે અરજ કરી.

માતાજીએ પોતાના પરમભક્ત તેવા બાહડ મંત્રીને જણાવ્યું, “હું જ્યાં જ્યાં ચોખા પાડતી જાઉં ત્યાં ત્યાં તારે તારા પગથિયા બનાવવા માંડવા. આ જ રસ્તો તને તારા શીખરપર આવેલા મંદીર સુધી લઈ જશે.”

image source

બસ હવે તો માતાજી સાથે હતા તો વચન તો પુરુ થવાનું જ હતું. ચોખા વેરાતા ગયા અને પગથિયા બનતા ગયા. આમને આમ દીવસો સુધી દીવસ-રાત કામ કર્યા બાદ છેવટે હજારો પગથિયા બનીને તૈયાર થઈ ગયા.

અને ભક્તો માટે ગિરનારના શીખર પર પહોંચવાનો રસ્તો સરળ બની શક્યો. અને આમ આજે આપણે સરળ રીતે ગિરનારની ટોચ પર પહોંચી શકીએ છીએ. ધન્ય છે આ પિતા-પુત્રની જોડીને કે જેમણે ભક્તો માટે એક સરળ માર્ગ તૈયાર કરી આપ્યો.

શા માટે કરવામાં આવે છે લીલી પરકમ્મા

image source

દર વર્ષે દિવાળીના તહેવાર બાદ લાખો ભક્તો ગિરનારની ફરતે 36 કી.મીના અંતરવાળી લીલી પરિક્રમા કરે છે. જેનો અંત દેવ દિવાળીના દિવસે થાય છે.

સદિઓ પહેલા આ પરિક્રમા માત્ર તપસ્વી સાધુઓ દ્વારા જ કરવામા આવતી હતી પણ આજના સમયમાં સામાન્ય લોકો પણ લીલી પરિક્રમા ખુબ જ જુસ્સા સાથે કરે છે.

image source

કેહવાય છે કે જીવનમાં એક વાર તો ગીરનારની પરિક્રમા કરવી જ જોઈએ. લીલી પરિક્રમા કરવાથી 33 કરોડ દેવતાઓએના તપનું પુણ્ય મળે છે. આ પરિક્રમમાં દર વર્ષે સરેરાશ 8 લાખ લોકો ભાગ લે છે.

લીલી પરિક્રમાની શરૂઆત ગિરનારની તળેટીમાં આવેલા દુધેશ્વરે મહાદેવના મંદિરથી કરવામાં આવે છે. આ 36 કી.મીરની પરિક્રમાનો માર્ગ ગાઢ જંગલમાંથી પસાર થાય છે.

image source

આ જંગલ કીંમતી વૃક્ષો તેમજ વિશ્વમાં માત્ર બે જ સ્થળે મળતાં એશિયાઈ સિંહોથી ભરેલું છે. માટે એમ પણ કહી શકાય કે ભક્તો પોતાના જીવના જોખમે આ પરિક્રમા કરે છે.

આ પરિક્રમમાં ભક્તો અગણિત મંદીરો જેવા કે ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડિયા હનુમાન, બોરદેવી અને છેલ્લે પાછા ભવનાથના મંદીરોના દર્શન કરતાં કરતાં તેમ જ આ જ પડાવો પર વિસામો લેતા લેતા લીલી પરિક્રમા પુરી કરે છે.

image source

આ લીલીપરિક્રમા માં માત્ર તમારે ચાલવાનું જ નથી હોતું પણ તમારે કેટલીક નાની-મોટી ટેકરીઓ પણ ચડવા ઉતરવાની આવે છે જેને અહીંના લોકો ઘોડીઓ કહે છે. આ માર્ગમાં કુલ ત્રણ ઘોડીઓ આવે છે. જેને યાત્રાળુઓએ ચડીને ઉતરવી પડે છે.

લીલીપરિક્રમા સાથેની આ વાયકા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણએ પોતાના કુળ સાથે આ જંગલોમાં સતત અગિયારસથી દેવદિવાળી સુધી વાસ કર્યો હતો અને માટે જ આ પરિક્રમા કરવાથી 33 કરોડ દેવતાઓના સાનિધ્યનો અનુભવ થાય છે. માત્ર શ્રીકૃષ્ણ જ નહીં પણ પાંડવો પણ અહીં રહી ચુક્યા છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

image source

અગિયારસથી દેવદીવાળી સુધી ચાલતી આ પરિક્રમમાં સ્થાનિક વ્યવસ્થાપકો શ્રદ્ધાળુઓને ભરપુર સગવડો પુરી પાડે છે. જેમાં અંતરે અંતરે અનક્ષેત્રોની વ્યવસ્થા હોય છે તો વળી રાતવાસાની પણ વ્યવસ્થા કરવામા આવે છે.

ગિરનારનો પૌરાણીક ઇતિહાસ

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેમજ મળેલા અવશેષો તેમજ કેટલીક સાબિતિઓ પ્રમાણે. ગિરનાર પર મૌર્ય વંશ, ગ્રીક લોકો, ક્ષત્રપ લોક તેમજ ગુપ્ત વંશના લોકોનું શાસન રહી ચુક્યું છે.

image source

ચંદ્રગુપ્ત મૌર્યે ઇ.સ. પૂર્વે 322માં સૌરાષ્ટ્ર જીતી લીધું હતું. અને તે દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યના સુબાઓએ સૌરાષ્ટ્રામાં ઘણી બધી ઇમારતોનું નિર્માણ કર્યું હતું.

જેમાં સરોવરો, નેહરો, કુવાઓ, વાવો પણ બનાવ્યા હતા. આ ઉપરાંત ગિરનારમાં જે શિલાલેખો મળી આવ્યા છે તેના કારણે તો તે જગપ્રસિદ્ધ બની ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ