આ વસ્તુ રોજ નાખો દૂધમાં, અને પછી જુઓ તેના ફાયદાઓ

દૂધમાં આ એકવસ્તુ નાખીને ખાઓ ! આજીવન સ્ફુર્તિલુ જીવન જીવશો, દૂધમાં આ એક વસ્તુ નાખવાથી ગઢપણમાં પણ જુવાન રહેશો ! તેના લાભો જાણી આજથી જ ચાલુ કરી દેશો તેનો પ્રયોગ

દૂધને સંપુર્ણ આહાર કહ્યું છે. કારણ કે દૂધમાં શરીર માટે જરૂરી બધા જ વિટામીન્સ, મિરલ્સ તેમજ પોષકતત્ત્વો હાજર હોય છે. દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે જે તમારા હાડકાને મદદ કરે છે.

અને મહિલાઓને ચાલીસી બાદ જે હાડકાના દુખાવાની સમસ્યા ઉભી થાય છે તેના માટે પણ નિયમિત દૂધનું સેવન અસરકારક રહે છે. પણ જો દૂધને અમુક વસ્તુઓ સાથે લેવામાં આવે તો તે અમૃત સમાન બની જાય છે.

image source

દૂધમાં ખાવાનો ગુંદર ભેળવીને પીવાથી અગણિત ફાયદા થાય છે.

ગુંદર એક વનસ્પતિજન્ય ઔષધ છે જેંનો કોઈ જ સ્વાદ નથી હોતો પણ તેમાં ગુણ ભરપુર પ્રમાણમાં હોય છે. તેમાં નથી તો કોઈ સ્વાદ હોતો કે નથી તો કોઈ સોડમ હોતી, તે ચીકણો પદાર્થ હોય છે પાણીમાં સરળ રીતે ઓગળી જાય છે.

તે પીળા તેમજ સફેદ રંગમાં મળે છે. કરિયાણાની દુકાનમાં તે સરળ રીતે મળી જાય છે. શિયાળામાં અને ખાસ કરીને સુવાવડી સ્ત્રીને ગુંદર ખાસ ખવડાવવામાં આવે છે.

image source

ગુંદરને દૂધમાં ઘોળીને પીવાથી ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકાય છે.

દૂધમાં ગુંદર નાખીને પીવાથી થતાં ફાયદાઓ

– નિયમિત રીતે દિવસમાં એકવાર જો એક ગ્લાસ દૂધમાં ગુંદર ઘોળીને પીવામાં આવે તો તે તમારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે. તે તમારી શારીરિક તાકાત વધારે છે અને મગજને પણ સ્ફુર્તિલુ બનાવે છે. તેમજ શરીરને થાક નથી લાગવા દેતું.

image source

– જો તમને અપચાની સમસ્યા રહેતી હોય અથવા કબજીયાતની સમસ્યા રહેતી હોય તો આ પ્રયોગ રોજ નિયમિત રીતે કરવાથી તમારું પાચન સુધરે છે અને કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે. અને તેના કારણે તમે દીવસ દરમિયાન સ્ફુર્તિલા રહી શકો છો.

– જો તમે અનિંદ્રાથી પિડાતા હોવ અથવા તો તમને ઓછી ઉંઘ આવવાની સમસ્યા હોય તો આ પ્રયોગ કરવાથી ધીમે ધીમે તમને સારી ઉંઘ આવવા લાગે છે અને તેના કારણે તમારું શરીર અને મન સ્વસ્થ તેમજ પ્રસન્ન રહે છે.

– દૂધમાં ખાવાનો ગુંદર ભેળવીને નિયમિત રીતે પીવાથી માનસિક તાણ દૂર થાય છે તેમજ તમારી માનસિક કાર્યક્ષમતા પણ વધે છે.

image source

– ખાવાના ગુંદરમાં ફોલિક એસીડ તેમજ પ્રેટીનનું પ્રમાણ પણ નોંધનીય હોવાથી તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાંનું લોહી કે જે વધારે પડતું પાતળુ હોય તેને ઘાટુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહીનુ પ્રમાણ વધારવામાં પણ મદદ કરે છે.

– ખાવાનો ગુંદર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જ્યારે દૂધમાં પ્રોટીન તેમજ કેલ્શિયન ભરપુર પ્રમાણમાં હોવાથી તે બન્ને ભેગા થઈને શરીરને સંપુર્ણ પોષણ પુરુ પાડે છે. જેના કારણે લાંબા સમય સુધી શરીર તેમજ મન સ્વસ્થ રહે છે.

image source

– જો નિયમિત રીતે હુંફાળા પાણીમાં ખાવાનો ગુંદર ભેળવીને પીવામાં આવે તો શુક્રાણુઓની સંખ્યા વધે છે અને તેના કારણે પ્રજનમન ક્ષમતા પણ વધે છે.

દૂધમાં ગોળ નાખીને પીવાના ફાયદા

આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ખાંડ શરીરમાંના હાડકાને ગાળે છે જ્યારે ગોળ શરીરમાંના હાડકાને મજબુત બનાવે છે. આમ સ્પષ્ટ છે કે ખાંડ શરીરને નુકસાન પહોંચાડે છે અને ગોળ શરીરને ફાયદો પહોંચાડે છે.

image source

જો કે તેમાં શરત એ છે કે આ ગોળ શુદ્ધ દેશી ગોળ હોવો જોઈએ. એટલે ક તે એક એવોગોળ હોવો જોઈ જેના પર કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ ન થયેલી હોવી જોઈએ.

દૂધમાં ખાંડ નાખવાથી નહીં પણ ગોળ નાખવાથી શરીરને અઢળક ફાયદા થાય છે તો ચાલો જાણીએ તે ફાયદાઓ વિષે.

– જો તમને સંધીવાની તકલીફ હોય એટલે કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો રોજ એક નાનો કટકો ગોળ હુંફાળા દૂધમાં ભેળવીને પીવાથી શરીરના સાંધા મજબુત બનશે અને તમારી પીડા પણ દૂર થશે.

image source

– રોજ સુતા પહેલાં દૂધમાં ગોળ નાખીને પીવાથી શરીરમાંનુ લોહી શુદ્ધ બને છે.

– ગર્ભવતિ મહિલા જો રોજ નિયમિત રીતે ગોળ ખાય તો તેને થાક કે પછી નબળાઈ નથી અનુભવાતા.

– દૂધમાં ગોળ ભેળવીને પીવાથી પાચનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ગેસની સમસ્યાથી પણ કાયમી છુટકારો મળી જાય છે.

– જો તમને માસિક દરમિયાન પેટ તેમજ પગના તળિયે વિગેરે દુઃખાવાની ફરિયાદ રહેતી હોય તો દૂધમાં ગોળ ભેળવીને પીવાથી તે ફરિયાદ દૂર થઈ જાય છે.

image source

– જો તમને સ્વાસોચ્છ્વાસની તકલીફ હોય તો તમારે કાળાતલ અને ગોળ મિક્સ કરીને તેની ઢેફલીઓ બનાવીને તેને એક ગ્લાસ ગરમ દૂધ સાથે નિયમિત લેવી. તમારી તકલીફ દૂર થઈ જશે.

– જો તમે તમારા વજનને કન્ટ્રોલ કરવા માગતા હોવ તો તમારે ખાંડની જગ્યાએ ગોળનો પ્રયોગ શરૂ કરવો જોઈએ. પછી તમે ખાંડવાળુ દૂધ પીઓ કે પછી ખાડં વાળી કોફી-ચા પીઓ ત્યારે બધામાં તમારે ખાંડની જગ્યાએ ગોળનો વપરાશ કરવો.

– તમારા મસલ્સ એટલે કે માસપેશિઓને મજબુત બનાવવા માટે તમારે દૂધમાં ગોળ ઉમેરીને પીવું જોઈએ.

દૂધ સાથે શું ખાવાથી ફાયદો થાય છે તે તો જાણી લીધું પણ હવે દૂધસાથે શું ન ખાવું જોઈ તે પણ જાણી લો.

– દૂધનુ સેવન ક્યારેય અડદની દાળ સાથે ન કરવું જોઈએ. તેપછી અડદિયાપાક હોય, અડદની દાળ હોય કે પછી અડદમાંથી બનેલી કોઈ પણ વાનગી હોય.

image source

– દૂધને ક્યારેય લીંબુ સાથે ન લેવું જોઈએ. તે એક વિરુદ્ધ આહાર છે તેનાથી ચામડીની સમસ્યા ઉપરાંત ઘણી બધી આડઅસરો થાય છે.

– દૂધ સાથે ક્યારેય, મૂળો, જાંબુ, ડુંગળી, કારેલા મીઠું વિગેરે ન ખાવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાયછે. તેમજ ત્વચા સંબંધી તકલીફ પણ થાય છે.

image source

– દૂધ સાથે ક્યારેય તળેલી વસ્તુઓએન ખાવી જેઈએ તેનાથી રિએક્શન થઈ શકે છે. દૂધવાળી ચા સાથે કોઈ પણ ખારી વસ્તુ ન ખાવી જોઈએ. દૂધમાંનું પ્રેટીન મીઠા સાથે ભળીને જામી જાય છે જેના કારણે દૂધમાંનું પોષણ ઘટી જાય છે.

– દૂધ સાથે બને ત્યાં સુધી ફળો ન ખાવા જોઈએ. દૂધમાં હાજર કેલ્શિયમ ફળોમાંના એંજાઈમને સોષી લે છે. તેનાથી શરીરને ફળોમાં રહેલું પોષણ નથી મળતું. આ ઉપરાંત લીલા શાકભાજી સાથે પણ દૂદનુ સેવન ન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ