એક્યુપ્રેશના આ પોઇન્ટ્સ દબાવવાથી હૃદય રહેશે સ્વસ્થ, આજથી જ શરુ કરો…

હૃદયને સ્વસ્થ રાખવા માટે અને જો કોઈ તકલીફ હોય અને દવા ચાલુ હોય તો તેની સાથે સાથે આટલું ચોક્કસ કરો.

હથેળીમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે પોઇન્ટ હોય છે જેને નિયમિત પ્રેશર આપવાથી હૃદયને લાભ મળે છે ! પ્રેશર આપવા માટે આંગળી કે નાનકડી લાકડીનો ઉપયોગ કરી શકાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે હથેળીના મધ્યમાં બિંદુ હોય છે, માટે તે જગ્યાએ બીજા હાથથી પ્રેશર આપવાનું હોય છે.જુના જમાનામાં લોકો પોતે પોતાના હાથોથી ઘરેલુ તેમજ ખેતરના કેટલાએ મહેનતભર્યા કામ કરતા હતા જેના કારણે હાથના બધા જ પોઈન્ટ આપો આપ દબાઈ જતાં હતા અને તે કારણે શરીર હંમેશા સ્વસ્થ રહેતું હતું. હવે તો ગામડાના લોકો પણ શહેરના લોકોની જેમ રહેવા લાગ્યા છે. અને ખેતી જેવા કામમાં પણ હવે વિવિધ જાતના ઉપકરણોનો ઉપયોગ થવા લાગ્યો છે. પહેલાં વલોણા હાથે કરવામાં આવતા હતા હવે તે માટે ઇલેક્ટ્રીક વલોણું આવી ગયું છે. પહેલાં હાથેથી ખેડાણ કરવામાં આવતું હતું હવે ટ્રેક્ટરથી જ મોટા ભાગના કામ પતી જાય છે. જીવન હવે સરળ બની ગયું છે પણ માત્ર ઉપરછલ્લી રીતે. આંતરીક રીતે તો જીવન નરક થતું જઈ રહ્યું છે. પણ તેના ઘણા બધા ઉપાયો આયુર્વેદમાં આપવામાં આવ્યા છે.હૃદય લાલ રંગનું થેલી જેવું અને ચાર ખંડોમાં વહેંચાયેલું શરીરનું સૌથી મહત્ત્વનું અંગ હોય છે જે શરીરના બન્ને ફેફસા વચ્ચે અને છાતીની ડાબી તરફ આવેલું હોય છે. માણસના જીવનમાં મૃત્યુ સુધી હૃદય નિરંતર કામ કરે છે. મહિલાઓની સરખામણીએ પુરષોના હૃદયનો આકાર થોડો મોટો હોય છે.

આપણાં હૃદયને રોગથી બચાવવું ખુબ જરૂરી છે. હૃદયની મુખ્ય સમસ્યા જેમ કે હૃદયનો હૂમલો, બ્લડ પ્રેશર અને છાતીમાં બળતરા વિગેરે હોય છે.
તે માટે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા એક્યુપ્રેશર કે જેના દ્વારા તમે હૃદયની બિમારીથી બચી શકો છો.

એક્યુપ્રેશરથી હૃદય રોગનો ઉપચારઃહૃદય સાથે સંબંધિત પ્રતિબિમ્બ કેન્દ્ર ડાબા પગલનું તળિયું તેમજ ડાબી હથેળીમાં આંગળીઓથી થોડું નીચે હોય છે. જ્યાં દબાવવાથી અપેક્ષા કરતાં વધારે દુઃખાવો થાય છે એટલે કે કાંટો વાગ્યા જેવું લાગે, તે કેન્દ્રો પર ખાસ કરીને પ્રેશર આપવું હૃદય રોગના નિવારણ માટે સ્નાયુ સંસ્થાન, કીડની તેમજ ફેફસાંઓનું સ્વસ્થ હોવું ખુબ જરૂરી છે. માટે તેને સંબંધિત પ્રતિબિમ્બ કેન્દ્રો પર પ્રેશર આપવું જોઈએ. હૃદય રોગના નિવારણતેમજ હૃદય રોગને સશક્ત બનાવવા માટે અંતઃસ્ત્રાવની ગ્રંથીઓ (પિટ્યુટરી, પીનિયલ, થાયરોઇડ વિગેરે)ની કાર્યપ્રણાલીને વધારે બળવાન બનાવવાની જરૂર હોય છે.

તે માટે તેની સાથે સંબંધિત પ્રતિબિમ્બ કેન્દ્રો પર પણ પ્રેશર આપવું જોઈએ.
હાલના સમયમાં અનિયમિત રૂટિન, અકૂદરતી ખાણી-પીણી, વ્યાયામ તેમજ શારીરિક શ્રમ ન કરવો, દવાઓનું વધારે સેવન કરવું, અપૂરતી ઉંઘ, માનસિક તાણ, ચિંતા, ઇર્ષ્યા, નશો કરવાની આદત વિગેરે કારણોથી હૃદયરોગ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.