સાઈબર સિક્યોરિટીની દુનિયામાં ધૂમ મચાવે છે આ ૧૦ વર્ષનો બાળક, જાણીને તમે પણ ચોંકી જશો…

કોઈ પણ સ્કીલ એટલે કે કૌશલ્યમાં તમારે નિપૂણ બનવું હોય તો તેમાં બુદ્ધિની જરૂર તો હોય જ છે પણ સામે તેટલી જ જરૂર પ્રેક્ટિસની પણ હોય છે. આજે સચિન તેંડુલકર કે વિરાટ કોહલી કંઈ એમનમ જ સફળ ક્રિકેટર્સ નથી બન્યા તેઓએ પણ પોતાની આ સ્કિલમાં નિપૂણ થવા માટે નાનપણથી જ આ રમતમાં ભાગ લીધો છે. તેવી જ રીતે લતામંગેશકર ચોક્કસ એક ગિફ્ટેડ સિંગર છે પણ તેણીએ પણ નાનપણથી જ પોતાની સ્કિલ પર કામ કર્યું છે. ત્યારે તેણી એક લોકપ્રિય ગાયિકા બની છે.


માટે તમે જે કંઈ બનવા માગતા હોવ અથવા તમારી જે રુચિ હોય તેની જાણ તમને જો નાનપણથી જ થઈ જાય તો તમે ખુબ જ નાની ઉંમરમાં તમારા શોખના વિષયમાં નિષણાત બની શકો છો.

આજની આ પોસ્ટ આવા જ એક બાળકની છે. ભારતિય મૂળ ધરાવતો આ છોકરો, અમેરિકન સિટિઝન છે, તેનું નામ છે રુબેન પૌલ, તે “પ્રૂડેંટ ગેમ્સ”નો સ્થાપક છે. તે સાઇબર સિક્યોરિટીમાં નિષ્ણાત છે અને તેને લગતી એપ્લિકેશનો ડેવલપ કરવાનું કામ તેની આ કંપની કરે છે. તમને આશ્ચર્ય થશે કે રુબેન માત્ર 10 જ વર્ષનો છે.


આ ઉંમરે બાળકો કાર્ટૂન તેમજ મોબાઈલ તેમજ વિડિયો ગેમમાં ખોવાયેલા રહે છે. જ્યારે રૂબેન પોતે મોબાઈલ માટેની ગેમ્સ ડિઝાઇન અને ડેવલપ કરતી કંપની ધરાવે છે. તેણે પોતાની આ કંપની 2014માં શરૂ કરી હતી. આ નાનકડા છોકરાને તેની કાબેલિયત માટે આંતરરાષ્ટ્રિય કક્ષાની કોન્ફરસન્માં વક્તા તરીકે આમંત્રણ સઆપવામાં આવે છે. તેણે સિક્યોરિટિ કોંગ્રેસની કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો.

આમ જુઓ તો રૂબેનનું બેકગ્રાઉન્ડ જ કંપ્યુટર નિષ્ણાત વાળુ છે. તેના પિતા માનો પૌલ પણ એક ડેવલપર અને સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ છે. તેમણે જ રૂબેનને સાઇબર સિક્યોરિટીથી પરિચય કરાવ્યો. અને ધીમે ધીમે રૂબેનને તેમાં રસ પડવા લાગ્યો અને તે પોતાની જાતે જ પ્રોગ્રામિંગ તેમજ કોડીંગ શીખવા લાગ્યો. અને ખુબ જ નાની ઉઁમરે તે બેસિક પ્રોગ્રામિંગ કરવા લાગ્યો.


એક દિવસ શાળામાંથી તેના વર્ગના દરેક વિદ્યાર્થીઓને જાતે લર્નિંગ ગેમ બનાવી લાવવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો. ત્યારે રૂબેન બીજા ધોરણાં જ હતો. તે વખતે તેણે એક નાનકડી લર્નિંગ એપ બનાવી શાળાના શિક્ષકોને ચોંકાવી દીધા. અને તે શાળામાં લોકપ્રિય બની ગયો. તેના માતાપિતાને પણ પોતાના દીકરાની આ ઉપલ્દીથી આશ્ચર્ય થયું. અને તેઓ તેને વધારે પ્રોત્સાહિત કરવા લાગ્યા. અને રૂબેનને તેની પોતાની કંપની પ્રૂડેંટ ગેમ્સ સ્થાપવા માટે મદદ કરી.

તેની આ કંપની શિક્ષણને લગતી ગેમ્સ તેમજ એપ બનાવાનું કામ કરે છે. ધીમે ધીમે તે પ્રોગ્રામિંગ જગતમાં નામ કમાવવા લાગ્યો. તેની ઉંમરના કારણે તેની લોકપ્રિયતા ખુબ જ ઝડપથી ફેલાવા લાગી. અને એક દિવસ હાર્ડ ટિપ્ટનને તેની આ ખાસિયત વિષે જાણ થઈ અને તેને સાઇબર સિક્યોરીટી પર કામ કરવાની સલાહ આપી. રૂબેને તે પડકાર પણ જીલી લીધો અને થોડા ક જ સમયમાં એક સાઇબર સિક્યોરિટી એપ પણ બનાવી લીધી. તેની આ એપ્લિકેશન બાળકોને અઘરા પાસવર્ડ બનાવતા શીખવે છે. તેનું નામ તેણે ક્રેકર પ્રૂફ રાખ્યું.


રુબેન પાસે જ્યારે સાઇબર સિક્યોરિટીનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું. કે કંપ્યુટર હવે સામાન્ય માણસના રોજિંદા ઉપયોગનું સાધન બની ગયું છે માટે શાળામાં પણ તે વિષયને મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ. અને બાળકોને તેનું વ્યવસ્થિત શિક્ષણ આપવું જોઈએ. શાળાઓએ હેકીંગથી ભયભીત ન થવું જોઈએ પણ વિદ્યાર્થીઓને એથિકલ હેકિંગની છૂટ આપવી જોઈએ જેથી કરીને તેઓ નુકસાનકારક હેકર્સનો સામનો કરી શકે.

બાળકોને આ શીક્ષણ એટલા માટે પણ આપવું જરૂરી છે કારણ કે તે લોકો કંપ્યુટર્સ કે મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જ હોય છે તેમજ તેંમાં આવતા સોફ્ટવેયર તેમજ એપ્સનો ઉપયોગ પણ કરતા હોય છે પણ તેમને જે નુકસાન થશે જેમ કે તેમના કંપ્યુટર કે મોબાઈલ પર રહેલી માહિતીની ચોરી વિગેરેનો સામનો નહીં કરી શકે. આ ઉપરાંત આ ફિલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કારકીર્દીની એક ઉજળી તક પણ રહેલી છે. કારણ કે ભવિષ્યમાં સાયબર સિક્યોરીટીની જાણકારી ધરાવતા લોકોની ખુબ જ જરૂર પડવાની છે.


આજે ભારતમાં રૂબેનની ઉંમરના બાળકો પુસ્તકોમાં ભણતર શોધી રહ્યા છે. જો કે તેમાં બાળકોનો જરા પણ વાંક નથી પણ આપણી શીક્ષણ પ્રણાલી જ કંઈક એવી છે જે વિદ્યાર્થીઓના પુસ્તકિયા જ્ઞાનને જ માન્ય રાખે છે નહીં કે તેમની રૂચિ તેમજ તેમની આવડતને. આજે રૂબેનની ઉંમર ધરાવતા ભારતીય બાળકોમાં ભાગ્યેજ ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ હશે જેઓ કંપ્યુટર હેકિંગ કે પછી પ્રોગ્રામિંક કે પછી સાઇબર સિક્યોરિટી વિષે કંઈ જાણતા હશે. માટે તમારા બાળકોને પુસ્તકિયા જ્ઞાનમાં પૂરીને ન રાખો. તેમના વિચારોને તેની જાતે વિહરવા દો. દરેક બાળકમાં કોઈને કોઈ આવડત હોય છે પણ તેને પુરતું પ્રોત્સાહન નથી મળતું. માટે જો તમને લાગતુ હોય કે તમારું બાળક કોઈ એક ખાસ બાબતમાં સારું પ્રદર્શન કરે છે તો તેને ચોક્કસ પ્રોત્સાહિત કરો.