મહિલાઓ માટે જરૂરી છે આ 4 ન્યૂટ્રિશન, દૂર કરે છે કુપોષણની સમસ્યા

મહિલાઓ માટે જરૂરી છે આ 4 ન્યૂટ્રિશન, દૂર કરે છે કુપોષણની સમસ્યા

image source

કુપોષણથી માત્ર બાળકો જ નહીં મહિલાઓ પણ મોટી સંખ્યામાં પીડિત છે. ભારતમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આવશ્યક પોષકતત્વોના અભાવના કારણે અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય છે.

આ સમસ્યા એવી છે જે મૃત્યુને પણ આમંત્રણ આપી શકે છે.તેથી સ્વસ્થ રહેવા માટે આહારમાં જરૂરી પોષકતત્વો લેવા ખૂબ જ જરૂરી છે. આ પોષક તત્વોના સ્રોત શાકભાજીથી લઈને ફળ, ડેરી ઉત્પાદનો છે.

image source

તો આજે જાણો કયા છે એ 4 પોષક તત્વો જે મહિલાો માટે જરુરી છે અને તેના લાભાલાભ વિશે.

1. વિટામિન એ

શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન એ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવાથી શરીરમાં કોઈ ચેપ લાગૂ પડે તેની શક્યતા ઓછી થાય છે.

image source

આ વિટામિન કેન્સર જેવા જીવલેણ રોગો સામે લડવામાં પણ મદદ કરે છે. તેનાથી શ્વેત રક્તકણો ઉત્પન્ન થાય છે જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

સ્રોત

ટામેટાં, કઠોળ, ગાજર, લીલા વટાણા, બ્રોકોલીમાંથી તે પર્યાપ્ત માત્રામાં મળે છે.

image source

નુકસાન

તેનું પ્રમાણ વધી જાય તો વાળ ખરવા લાગે છે, કમળો થઈ શકે છે, ભૂખ ઓછી લાગે છે

2. આયરન

image source

આયરનની જરૂરીયાત કોષોને ઓક્સિજન પહોંચાડવા અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માટે પડે છે. તેનાથી શરીરમાં શક્તિ વધે છે અને શરીર ચેપી રોગોથી સુરક્ષિત રહે છે.

સ્રોત

image source

લીલા પાંદડાવાળા શાકભાજી, તોફુ, કઠોળ, લાલ માંસ, માછલી, દાળ, ઇંડામાં આયરન હોય છે. આ ઉપરાંત વિટામિન સીથી ભરપુર ફળ અને શાકભાજી ખાવાથી પણ આયરન મળે છે.

3. આયોડિન

image source

બાળકોના માનસિક વિકાસ માટે આયોડિન ખૂબ મહત્વનું છે. ગર્ભાવસ્થામાં તેની ઉણપથી પ્રી મેચ્યોર ડિલિવરી, કસુવાવડ અને અન્ય ગર્ભસ્થ બાળકને ઘણી શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

તેની ઉણપથી થાક, થાઇરોઇડ, હાઈ કોલેસ્ટરોલ, હતાશા, મેદસ્વીતા અને માનસિક ખોટ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સ્રોત

image source

આયોડાઇઝ્ડ મીઠું ખાવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. આ સિવાય ઇંડા, માછલી, દૂધ, મેયોનીઝમાં પણ તે પુષ્કળ પ્રમાણમાં હોય છે.

નુકસાન

જો કે આયોડિન શરીર માટે ખૂબ મહત્વનું છે પરંતુ તેનું પ્રમાણ વધી જાય તો તે હાનિકારક સાબિત થાય છે. તેનું વધારે સેવન કરવાથી મોંમાં અને ગળામાં બળતરા, પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગે છે.

4. પ્રોટીન

image source

પ્રોટીન એવા તત્વોમાંથી એક છે જે શરીરને મજબૂત બનાવે છે. સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન ખૂબ મહત્વનું છે. જો તમારા સ્નાયૂઓ મજબૂત હશે તો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકશો.

સ્રોત

શરીરને જરૂરી પ્રોટીન ઇંડા, દૂધ, દહીં, ડ્રાયફ્રૂટ, ચિકન અને પનીરમાંથી મળે છે.

image source

નુકસાન

પ્રોટીન શરીર માટે જરૂરી છે પરંતુ જો તે વધારે થઈ જાય તો ત્વચામાં લાલાશ, નખ તૂટવા, પાતળા અને ખરબચડા વાળ અને આરોગ્યની ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ