મેક અપ કીટ તૈયાર કરતા પહેલા વાંચી લો ‘આ’, જેથી કરીને ના ભૂલી જવાય આ વસ્તુઓ

નવી નવેલી દુલ્હનએ મેક અપ કીટમાં જરૂર રાખવી આ વસ્તુઓ

image source

લગ્નસરા શરૂ થઈ ચુકી છે. આ સીઝનમાં અનેક યુગલો પ્રભુતામાં પગલા પાડી દંપતિ બનશે. આમ તો લગ્નની તૈયારી માત્ર વર અને કન્યા જ કરતા હોય તેમ નથી.

લગ્ન નક્કી થાય ત્યારથી લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી બંનેના પરીવારના સભ્યો વ્યસ્ત રહેતા હોય છે. જો કે બાકી લોકોનું કામ તો લગ્ન સંપન્ન થયા બાદ પૂર્ણ થઈ જાય છે પરંતુ કન્યા માટે લગ્ન બાદ જ પરીક્ષાનો સમય શરૂ થાય છે.

image source

નવવધૂએ પોતાના સાસરામાં સ્થાન બનાવવા ઉપરાંત પોતાનું ધ્યાન પણ રાખવું પડે છે. લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં સાસરા પક્ષના પરિવારોને મળવાનું અને અન્ય વિધિઓ કરવાનું થતું હોય છે.

તેવામાં તમામ દોડધામ વચ્ચે પણ લુક પરફેક્ટ રહે તે વાતનું ધ્યાન રાખવું પડે છે. હંમેશા સુંદર દેખાવું હોય તો તેના માટે જરૂરી છે કે લગ્ન પહેલાની તૈયારીના ભાગરૂપે જ તમે એક બ્યૂટી કીટ તૈયાર કરી લો.

image source

જે તમારી સાથે હંમેશા રાખી શકો અને જ્યારે પણ તેને ખોલો તો તમારી જરૂરીયાતની દરેક વસ્તુ તેમાંથી મળી જાય.

હવે પ્રશ્ન હોય કે આ કીટમાં એવી કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ તો તેનું સમાધાન પણ અહીં જ તમને મળી જશે. દરેક નવવધૂએ પોતાની સાથે મેકઅપ માટે જરૂરી આ વસ્તુઓ પોતાની કીટમાં રાખવી જોઈએ.

1. પ્રાઈમર

image source

મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે તે માટે પ્રાઈમરનો ઉપયોગ થાય છે. આ પ્રાઈમર તમારી કીટમાં હોય તે પણ સ્વાભાવિક છે. તે તમારા લુકને પરફેક્ટ બનાવશે.

2. બીબી ક્રીમ

image source

ફાઉંડેશન અપ્લાય કરવામાં સમય લાગે છે વળી તેને સેટ પણ થવા દેવું પડે છે. તેથી તમારી કીટમાં તમે ફાઉંડેશનના વિકલ્પ તરીકે બીબી ક્રીમ રાખી શકો છો.

3. કાજલ

image source

આંખને અણીયારી અને સુંદર બનાવવામાં કાજલનો જ કમાલ હોય છે. તેથી કાજલ સાથે અચૂક રાખવું.

4. આઈશેડો

image source

આંખની સુંદરતાને નિખાર આઈશેડો આપે છે. તેથી કીટમાં આઈશેડોના બેઝિક શેડ્સ જરૂરથી રાખવા.

5. લિપસ્ટિક

image source

બ્યૂટી કિટમાં હોઠને સુંદર બનાવવા માટે લિપસ્ટિક અને લિપ બામ પણ રાખવા.

6. નેલપોલિશ

image source

દુલ્હનના મહેંદી ભરેલા હાથ અને પગમાં લાલ રંગની નેલપોલિશ સોને પે સુહાગા જેવી લાગે છે. તેથી રેડ કલરની નેલપોલિશ મેકઅપ કીટમાં હમેશા રાખો.

7. મસ્કરા

image source

આંખનો મેકઅપ જો પરફેક્ટ રીતે કરેલો હશે તો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે અને એટલા માટે જ જરૂરી છે મસ્કરા જે આઈ મેકઅપને કમ્પ્લીટ કરશે.

8. મેકઅપ રિમૂવર

image source

જેટલું જરૂરી મેકઅપ કરવું છે તેટલું જ જરૂરી મેકઅપ રીમૂવ કરવું પણ છે. રોજ સવારે મેકઅપ કર્યા બાદ રાત્રે સૂતા પહેલા મેકઅપ સાફ કરવું ખૂબ જરૂરી છે.

તેના માટે કિટમાં સારી કંપનીનું મેકઅપ રિમૂવર રાખવું જોઈએ. સૂતા પહેલા મેકઅપને સાફ લરી લેશો તો તમારી ત્વચા સ્વસ્થ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ