એક મહિનો નહિં પણ બારે મહિના શરીરને હેલ્ધી રાખવા શિયાળાના ચાર મહિનામાં ખાઓ આ વસ્તુઓ

શિયાળામાં હીટર જેવું જ કામ આપી શકે છે હેલ્ધી ડાયટ

image source

શિયાળાની ઠંડી જીરવવી અઘરી પડી જતી હોય છે.ઠંડીથી બચવા લોકો વિવિધ પ્રકારના ઉપાયો કરે છે . બ્લોઅર ,ગરમ પાણીની બોટલ , સગડી , ને તાપણા દ્વારા ઠંડી ઉડાડવા નો પ્રયત્ન કરવામાં આવે છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકો ઉપર વિશેષ

image source

હીટર પર નિર્ભર રહે છે. તમે જાણો છો કે બ્લોઅર માર્કેટમાં હવે અવેલેબલ નથી. વેપારીઓનું કહેવું છે કે બ્લોઅરનું વધુ પડતું વેચાણ અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા પાર્ટ્સ ચીનથી આવતા હોવા ને કારણે તેનો સપ્લાય અટકી ગયો છે તેથી બજારમાં બ્લોઅરની શોર્ટેજ ઊભી થઈ છે.

હાલ બજારમાં બ્લોઅર ખરીદવા માટે લોકો વધારા ની કિંમત ચૂકવવા પણ તૈયાર છે. ચાલુ વર્ષના ડિસેમ્બર મહિના દરમિયાન જ બજારમાં બ્લોઅરની તંગી શરૂ થઇ .

image source

પાછલા એક સપ્તાહથી પડી રહેલી ઠંડીને કારણે માર્કેટમાં બ્લોઅર ખરીદવા માટે લોકોનો ધસારો વધ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.બ્લોઅર માટેના પાર્ટ ચીનથી આવે છે જેનું બુકિંગ બે મહિના અગાઉથી કરવામાં આવે છે પરંતુ તેના સપ્લાયમાં આવવાને કારણે પણ હીટર ની તંગી વર્તાય છે.

જો કે મોસમ વિભાગ તરફથી 8 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં રાહત થવાનો વર્તારો કરવામાં આવ્યો છે જે લોકો માટે રાહતરૂપ સમાચાર છે.

image source

પરંતુ હિટરની ગેરહાજરીમાં પણ કેટલાક એવા ઉપાયો છે જેનાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય છે. શિયાળામાં ખાસ વસાણા બનાવવા નો મહિમા આપણે ત્યાં સદીઓથી ચાલતો આવે છે. તેજાના અને મસાલાયુક્ત વસાણા ઉપરાંત અન્ય કેટલાક આહાર શરીરને અંદરથી ગરમી પૂરી પાડે છે જેને કારણે શરીર ઠંડી સામે રક્ષણ મેળવે છે અને ઠંડીથી થતા રોગથી બચી શકે છે.

image source

શિયાળાની ઋતુમાં સવારના નાસ્તાનું ખાસ મહત્વ રહે છે.સામાન્ય રીતે ઠંડીને પરિણામે લોકોને વહેલા ઊઠવા માં તકલીફ થાય છે નાસ્તો બનાવવામાં અને નાસ્તો કરવામાં પણ તકલીફ થાય છે.મોડા ઉઠવા ને કારણે ઓફીસ જલ્દી પહોંચવાની ભાગાભાગમાં નાસ્તો કરવાનો સમય પણ રહેતો નથી પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શિયાળામાં સવારના કરવામાં આવતો નાસ્તો વિશેષ ઉર્જા યુક્ત હોવો જોઈએ અને નાસ્તો કરવો જ જોઈએ.

 

image source

હકીકતમાં તો માત્ર શિયાળામાં નહીં પરંતુ બારે મહિના રોજ સવારે હેલ્ધી નાસ્તો કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. શરીરને યોગ્ય પ્રમાણમાં ઊર્જા મળી રહે છે.

નાસ્તામાં ઈંડા, ઉપમા , ઢોસા, ભાખરી રોટલી જેવા આહાર લેવા જોઈએ જેમાં અનાજ નો સમાવેશ થતો હોય.પ્રોટીન મેળવવા માટે દૂધ અને દૂધની બનાવટનો પણ સવારના નાસ્તામાં ઉપયોગ કરવો હિતાવહ છે.

બદામ

image source

બદામમાં વિશેષ પ્રમાણમાં પ્રોટીન ફાઇબર અને અન્ય મિનરલ્સ હોય છે જે ઠંડીની ઋતુમાં બીમારીઓ સામે રક્ષણ આપે છે. બદામની પ્રકૃતિ ગરમ હોવાને કારણે તે શરીર માં ગરમી પૂરી પાડે છે. બદામ શરીરને બળ આપે છે. બદામ વાળું દૂધ પણ ઉપયોગમાં લઈ શકાય.

ગોળ

image source

ગોળનો ગુણધર્મ ગરમ હોવાને કારણે તે શરીરને ગરમી પૂરી પાડે છે, ગોળ તાકાત આપે છે.ગોળમાં આયન ઉપરાંત અન્ય વિટામિન્સ અને મિનરલ્સ પણ શરીરને ઠંડી સામે રક્ષણ પૂરું પાડે છે ઉપરાંત migraine, શરદી ,અસ્થમા અને પાચન તંત્ર સંબંધિત સમસ્યા માં પણ ગોળનો ઉપયોગ હિતાવહ છે.આપણે ત્યાં શિયાળામાં ગોળનો ઉપયોગ કરીને કેટલાય વસાણા બનાવવામાં આવે છે જેમાં સુખડી અને મમરા ના લાડુ, મેથીના લાડુ , તલની ચીકી જેવા વસાણા નો સમાવેશ થાય છે.

ઈંડા

image source

જે લોકો ખોરાકમાં ઇંડાનું સેવન કરે છે તેમણે શિયાળાની સિઝનમાં નિયમિત પણે એક ઈંડુ ખાવું જોઈએ. ઈંડામાં રહેલા વિટામીન એ બી ટ્વેલ , બી ૬ , ઉપરાંત વિટામિન ઈ અને કે હોય છે. ઈંડામાં થી કેલ્શિયમ ,આયર્ન ,પોટેશિયમ, સેલિનિયમ ,ફેટી એસિડ અને પ્રોટીન પણ ઉપલબ્ધ છે.

બટાકા

image source

બટાકાના સેવનથી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. બટાકા માં રહેલું વિટામિન બી 6,વિટામીન સી ફોલેટ અને ફાઈબર શરીરને પોષણ પૂરું પાડે છે ઉપરાંત ઠંડી ની સામે પણ રક્ષણ આપે છે. બટાકા ઊર્જાનો સ્ત્રોત છે.શિયાળામાં ઠંડી ના પ્રકોપથી બચવા માટે વધુ ઊર્જા યુક્ત ખોરાકનું સેવન કરવું જરૂરી હોય છે.

સૂપ

image source

શરીરને અંદરથી ગરમ રાખવા માટે શિયાળામાં ગરમાગરમ સૂપનો ઉપયોગ જરૂરથી કરવો.શિયાળામાં શાકભાજી પણ ખૂબ છૂટથી મળતા હોય છે તેથી શિયાળાની સિઝનમાં ટમેટાનો સૂપ ,બીટનો સૂપ, ચિકન સૂપ, mushroom soup , મિક્સ વેજીટેબલ સૂપ , બ્રોકોલી સૂપ નો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ