હેલ્થ બૂસ્ટર – જિંજર ઓઈલ – આદુના એક નવા જ સ્વરૂપના ઉપયોગથી શરીરને બનાવો તંદુરસ્ત

આદુનો અર્ક, એક જુદું સ્વરૂપ વાપરી જુઓ. ખૂબ જ ફાયદાકારક છે આદુનું તેલ…

આપણે સૌ જાણીએ છીએ કે આદુ એ પેટના પાચન માટે અને બીજા કેટલાય રોગોના ઉપચાર માટે ખૂબ જ ઉપયોગી છે. તે એક એવું વસાણું છે જેને સૂકવીને સૂઠ તરીકે વાપરી શકાય છે અને તેને પીસીને તેમાંથી તેનો અર્ક કાઢીને તેનું તેલ બનાવી લઈ શકાય છે.

કહેવાય છે આદુ એ માત્ર કંદમૂળ જ નથી એ જડીબુટ્ટી છે. જે પેટના દર્દો જેવા કે ગેસ, પીત્ત અને આમ વાયુના નિકાલ માટે ખૂબ જ ફાયદાકારક છે. એજ આદુનું આપણે એક જુદું સ્વરૂપ વાપરી જોઈએ. તેનું તેલ પણ બહુ જ ઉપયોગી છે. અને તેને બજારમાંથી મેળવવું પણ ખૂબ જ સહેલું છે.

આદુનો અર્ક ઘરે પણ બનાવી શકાય છે. તેના માટે તાજુ અને રસદાર આદુને ધોઈને રાત આખી પલાળી રાખો. સવારે તેને છાલ સહિત જ ખમણી લો અને તેના કૂચાને ગરણી કે સાફ સૂતરાઉ કપડાંથી નિચોવીને કાઢી લો તેનો રસ. આ રસમાં તમે કોઈપણ તેલ જેમ કે ઓલિવ, તલ, સરસિયું કે પછી બદામનું તેલ ઉમેરીને પાણી નાખ્યા વિના ઉપયોગમાં લઈ શકો છો.

દરેક વ્યક્તિને ખબર છે કે આદુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આદુમાં શરીરને જરૂરી એવા અનેક પોષક તત્વો હાજર રહેલા છે. આદુમાં રહેલ એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સૌથી વધુ ઉધરસ અને શરદીથી રાહત આપે છે.

આદુ ત્વચા અને વાળની ચમક અને મજબૂતી માટે પણ ખૂબ ફાયદાકારક છે. આદુનો ઉપયોગ ત્વચા અને વાળને નુકસાન થવાથી અટકાવી શકે છે. પરંતુ તમે જાણો છો કે આદુ સાથે તેનું તેલ પણ ખૂબ ફાયદાકારક છે. તે આપણાં આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં લાભદાયક છે. આદુનું તેલ તંદુરસ્ત રહેવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વાપરી શકાય છે.

આદુના તેલના અક્સીર ફાયદા 

૧ પીડા દૂર કરવામાં મદદ કરે છે 

આદુના તેલનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરના સ્નાયુઓ અને સાંધાઓની પીડામાં રાહત આપવાનો છે. આદુનું તેલ શરીરમાં થતા સોજા ઘટાડવા માટે મદદ કરે છે. આ તેલ શરીરના સ્નાયુઓ અને સાંધાઓની પીડામાં અને તેની મજબૂતીમાં રાહત મળે છે. જો સાંધામાં પીડા હોય તો તમે આદુના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેને ગોઠણ અને પગની પીંડીઓ પર લગાવીને માલીશ કરાય છે.

2. શ્વાસને લગતી સમસ્યાઓમાં લાભદાયી

આદુ દરેક પ્રકારના શ્વસનને લગતા રોગમાં સારા પ્રમાણમાં લાભ કરે છે. આદુ મોંમાં જઈને શ્વાસ વાટે તેની અરસ એટલી થાય છે કે તે બંધ નાકને ખોલીને સાફ કરે છે. ઉધરસ અને શરદીમાં રાહત આપે છે. ઉધરસ અને ઠંડીથી રાહત મેળવવા માટે તમે આદુના તેલનો ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તેને ગરમ પાણીમાં ટીપાં નાખીને નાસ લઈ શકાય અને રુમાલમાં ટીપાં લગાવીને કપાળે અને ગળામાં ફેરવીને શરીરમાં ગરમાવો અનુભવી શકાય છે.

3. પાચનતંત્ર સુધારવા આદુના તેલનો વપરાશ

પાચનતંત્ર માટે આદુ એ અક્સીર છે. તેના સેવનથી પેટમાં ખૂબ જ રાહત થાય છે. પેટમાં વારંવાર જો ગેસ થાય કે જૂનો મળ ભરાઈ જઈને કબજિયાત થાય તો આદુના તેલનો ઉપયોગ કરવાથી ગેસ તરત જ છૂટી જાય છે. આદુના તેલનો ઉપયોગ ખાવાના તેલ સાથે થોડાં ટીપાં ભેળવીને ખોરાકના સ્વાદને વધારવા માટે પણ થાય છે.

Insulin Meter Glucose Diabetes Test Blood Sugar

4. બ્લડ શૂગર પર નિયંત્રણ

આદુ બ્લ્ડ શૂગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તે અતિશય અસરકારક એન્ટી ડાયાબેટીક ગુણધર્મો ધરાવે છે. જેમાં હૃદય સંબંધિત રોગો દૂર થાય છે. જો તમે હૃદયના દર્દી છો તો તેનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.

5. આદુ કોલેસ્ટરોલ ઘટાડે છે 

કોલેસ્ટરોલ હૃદયને નુકસાન પહોંચાડે છે; આદુ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગ સામે લડવામાં મદદ કરે છે. તેનું તેલ વધુ સરળતાથી શરીરમાં જઈને લોહીમાં ભળી જઈને તેની ઝડપથી અસર પહોંચાડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ