ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે અનાજને સાંચવવાની રીત અપનાવો અને તમારા અનાજને બગડતું અટકાવો

અનાજને સાચવવાની એવી રીત જે ગામડાના અભણ પણ અનુભવી લોકો અપનાવતા, આપણે પણ તેમ જ કરવું જોઈએ. 

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે તેમ છતાં આપણે વારંવાર એવું સાંભળતાં હોઈએ છીએ કે આટલું અનાજ સડી ગયું કે પાણીમાં ડૂબીને અટલું અનાજ બગડ્યું. જ્યારે ઓફ સિઝન હોય કે પછી અનાજની અછત થઈ જાય ત્યારે આપણને લાગે છે કે અનાજનો ભરાવો કરીએ. પરંતુ આપણે તેને યોગ્ય રીતે લાંબો સમય સુધી સાચવી નથી શકતાં. ગૃહિણીઓ પણ એક સાથે આખા વર્ષનું અનાજ ખરીદે છે.

એવું વિચારે છે કે સસ્તું પડશે જો જથ્થાબંધ ભાવમાં ખરીદશું તો.

પણ બને તેનાથી ઊંધું છે. બાર માસ સુધી એ ધાન સાચવી નથી શકાતું અને તે બગડે છે ત્યારે ફરી બીજા અનાજની ખરીદી કરવી પડે છે. પરિણામે બમણો ખર્ચ થાય છે. એક તો તેને આખું વર્ષ સાચવવા મોટી પેટી કે ડબ્બા ખરીદવાના રહે છે, વિવિધ જંતુનાશક દવાઓ, તેલ કે એરંડિયું વગેરે પાછળનો ખર્ચ અને તેને સાચવવા વારંવાર આપવો પડતો સમય. જેને કારણે વધુ મહેનતે ઓછો લાભ થાય છે.

ખરેખર તો આપણી પાસે એવી કોઈ સાચી રીત છે જ નહીં કે લાંબો સમય સુધી વધુ જથ્થામાં અનાજને સાચવી શકાય અને તેને યોગ્ય રીતે સમય સમયે થોડા પ્રમાણમાં વાપરી શકાય.

અનાજમાં ઉમેરીએ છીએ દવાઓ

આપણે અનાજને લાંબો સમય સુધી સાચવવા તેમાં પારાની ગોળીઓ કે બોરિક પાવડર અને ક્યારેક કોલસાની રાખ પણ ઉમેરીએ છીએ. આ અનાજને રાંધતાં પહેલાં ખૂબ પાણીએ ધોવા પડે છે અને જો તેમાં કોઈ ચૂક રહી જાય તો આપણાં સ્વસ્થ્યને નુકસાન કરે છે. અનાજમાં તેલ કે એરંડિયું જેને દિવેલ પણ કહે છે તે પણ મોંવવામાં આવે છે.

તેને કારણે બની શકે કે ધાનમાં વર્ષે દહાડે તેની વાસ પેસી ગયેલી હોય કે અન્ય ઝીણી જીવાત પણ ચોંટી ગયેલી હોય ત્યારે આ અનાજ ખાવા લાયક નથી રહેતું. ક્યારેક તેમાં કેમિકલયુક્ત દવાઓનો પણ છંટકાવ કરવામાં આવે છે જે જતે દહાડે શરીરને નુક્સાન પહોંચાડી શકે છે. ૧૨ માસ સુધી અનાજને સાચવી રાખવું ખૂબ જ અઘરું છે , તેના માટે કેટલીય કાળજી રાખવી પડે છે.

આનાજ સાચવવા શું કરવું?

આપણે અનાજને યોગ્ય અને સુઘડ રીતે સાચવવાની વિવિધ પદ્ધતિઓ વિશે વિચારતાં જ નથી. બને એવું છે કે આપણે બજારમાંથી ખપત પૂરતું ધાન લાવીએ છીએ અને તેને આપણી જરૂરિયાત મુજબ વાપરીએ છીએ. અને જો કોઈ આપણાંમાંથી કોઈ સંગ્રહ કરે પણ છે તો તેમાં કેમિકલવાળા પદાર્થો ઉમેરીને જ સાચવે છે. બીજો કોઈ સરળ ઉપાય શોધવા વિશે આપણે ક્યારેય નથી વિચાર કર્યો.

અહીં અમે તમને બે એવી રીત વિશે જણાવીએ કે જે તમે અગાઉ ક્યારેય નહીં વિચાર્યું હોય. આ એવી બે પદ્ધતિ છે જે આધુનિક કોમ્પ્યુટર લેન્ગવેજમાં વપરાય છે, તે છે ફિફો પદ્ધતિ ને લિફો પદ્ધતિ.

ફિફો પદ્ધતિ

આ એક એવી રીત છે જેને આપણે નહીં પણ આપણાં પૂર્વજો ઉપયોગ કરતા. ગામડાંમાં રહેતા ખેડુઓ અને અનુભવી લોકોએ આ પદ્ધતિએ જથ્થાબંધ પ્રમાણમાં અનાજ સાચવવાની રીત અપનાવી છે.

ફિફો પદ્ધતિ શું છે? એટલે ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ… તેનો અર્થ એ કરી શકાય કે જે અનાજનો જથ્થો પહેલાં આવેલો હોય તેને પહેલાં જ વાપરવો. નવો આવેલ જથ્થાનો સંગ્રહ કરીને તેને સાચવી રાખવો જોઈએ તેવું ઓછું ભણેલા પણ વધુ ગણેલા આપણી આગલી પેઢીના વડીલો શીખવી ગયા છે.

આ પ્રમાણે વપરાયેલ ધાનમાં વાતાવરણ સાથે સાનુકૂલન સાધીને કુદરતી રીતે એવું તત્વ ભળે છે કે જેને લીધે તે પચવામાં હળવા પણ રહે છે અને તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ પણ વધેલી હોય છે. તેથી જ આપણે ક્યારેક જૂના ઘઉં કે જૂના બટાકા વાપરવાનો આગ્રહ રાખીએ છીએ.

લિફો પદ્ધતિ

હવે સમજાઈ જ ગયું હશે કે લિફો પદ્ધતિ એટલે શું? જી હા, લિફો એટલે લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ!

આપણે શહેરીકરણ જીવન પદ્ધતિ સાથે અનાજનો સંગ્રહ કરવો અને તેને કઈ રીતે વાપરવું એ આખી સિસ્ટમને જ ઊંધી કરી મૂકી છે. આપણે એજ વાપરીએ છીએ જે આપણે નવું લાવ્યાં હોઈએ.

નવું ધાન પચવામાં ભારે હોય છે અને તેનામાં કુદરતી રીતે સમય સાથે પૌષ્ટિક તત્વો પણ નથી ઉમેરાતા. વધુમાં આપણને તેનો કઈરીતે સંગ્રહ કરવો અને કેટલા પ્રમાણમાં દવા વગેરે નાખવા તેનો પણ અંદાજ નથી રહેતો. ઝડપી રહેણીકરણીને લીધે ધાનને વાપરતાં પહેલાં બે કે ત્રણ પાણીએ સાફ કરીને ધોવાની પણ નવી પેઢીને ધીરજ નથી હોતી.

ખરું કહીએ તો કોણ વધુ સમજદાર છે એ તમે જાતે જ નક્કી કરી શકશો, ભણેલી આજની શહેરની પેઢી કે અનુભવી ગામડાની ખેતી કરતી પેઢી. જોવા જઈએ તો તેમને આ ફિફો અને લિફો પદ્ધતિ વિશે તો બીલકુલ ખ્યાલ નહીં હોય!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ