એક નહિં પણ અનેક છે આમળા ખાવાના ફાયદા, જાણો તમે પણ

દરરોજ 1 આમળા ખાઓ, શરદી, ખાંસી અને ફ્લૂથી છૂટકારો મેળવો, જાણો રુજુતા દિવેકર પાસેથી 7 વધુ ફાયદા.

image source

શિયાળામાં રોજ 1 આમળા ખાવાથી આપણને કેટલા ફાયદા થાય છે. ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર આ વિશે આપણને જણાવી રહ્યા છે.

ભારતીય લોકોના ઘરોમાં બધાની દાદી, નાની, અમ્માએ અમને હંમેશા આમળાના ના ફાયદા ઓ વિશે જણાવ્યું છે, પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો તેમના ફાયદાઓ વિશે ભૂલી ગયા છે.

image source

આના માટેનું એક કારણ એ છે કે ખેડૂતો બિલ બોર્ડ ખરીદી શકતા નથી અને ટીવી શો પ્રાયોજક ઓરેન્જ જ્યુસ મેકર્સ અથવા કિવી સેલર્સ જેવા પ્રાયોજક પણ નથી. બીજું એ પણ કે, આપણા વડીલો નાની, દાદી તેના ફાયદા ઓ વિશે વિદેશી સ્થાનિક વિસ્તારોમાં કહેતા નથી.

કોઈ વાત નહીં આજે આપણે સમજીશું કે તમે તમારી સામાન્ય સમજશક્તિ ક્યાં ગુમાવી દીધી છે અને તેને પુનર્જીવિત કરવાનો સમય હવે આવી ગયો છે અને તમે આ શિયાળામાં આમળાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે પણ જણાવવામાં આવશે.

image source

અને આ માહિતી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરના Instagram એકાઉન્ટને જોયા પછી મળી આવે છે, જેમણે તેમના ચાહકો સાથે આમળાના ફાયદાઓ શેર કર્યા છે.

તો હવે મોડું કઈ વાતનું કરવું? જાણો તમે આ શિયાળામાં રોજિંદા આહારમાં આમળાને કેવી રીતે સામેલ કરી શકો છો અને તે તમારા આહારમાં શા માટે લેવી જોઈએ?

આ જરૂર વાંચો:

image source

100 રોગોની 1 દવા છે આમળા. નિષ્ણાત પાસેથી જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત.

– એક આમળું કાળા મીઠા સાથે લેવું એ તેનો ઉપયોગ કરવાનો યોગ્ય માર્ગ છે.

– આમળાનો તાજો રસ એ પણ ઘરે જ બનાવેલો.

image source

– આમળાનો મુરબ્બો અથવા આમળાનો જામ, જે ઘરે બનાવેલ હોય અને લાંબા સમયથી સંગ્રહિત કરવામાં આવેલો હોય (કેમ કે જૂનો વધુ સારો હોય). તેને તમે આહાર સાથે લઈ ખાઈ શકો છો.

– આમળાનું અથાણું છે તેને બપોરના અથવા સાંજના આહાર સાથે લઈ શકો છો.

– ચ્યવનપ્રાશ જેનો મુખ્ય ઘટક આમળા છે અને તે તમને દૂધ, પાણી અથવા એમ જ એકલું લઈ શકો છો.

image source

– આમળા સુપારી સૂકા અને મીઠું ચડાવેલું આમળા નો ઉપયોગ મોં ફ્રેશનર તરીકે તેમજ પાચન અને એન્ટોસિડ તરીકે પણ થાય છે.

શા માટે શિયાળામાં એક જ આમળાનો ઉપયોગ કરવો?

– શિયાળામાં દરરોજ એક આમળાં ખાવું (કારણ કે અત્યારે તેની ઋતુ છે)

– શરદી, ઉધરસ અને ફલૂને થતા રોકવા અને તેમાંથી બહાર લાવવામાં પણ તમારી સહાય કરે છે.

image source

– ચરબી ને ઓગાળવામાં અને કમરને પાતળી કરવામાં પણ મદદ કરે છે.

– ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો લાવે છે અને રક્ત પરિભ્રમણ નિયંત્રિત કરે છે.

– કોલેસ્ટરોલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે અને આમાં કાર્ડિયો-રક્ષણાત્મકની ક્ષમતાઓ પણ હોય છે.

image source

– આમળામાં સંતરા કરતા 20 ગણું વધુ વિટામિન સી હાજર હોય છે. તેથી જ્યારે તમે થાકેલા, સુસ્ત અથવા ચિંતિત અનુભવતા હોય, ત્યારે તે તમને મદદ કરે છે. સાથે સાથે, તે આયર્નને શોષી લેવા માટે સહ-પરિબળ તરીકે પણ કાર્ય કરે છે.જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. ખાસ કરીને તે બધા માટે ઉપયોગી છે, જે યુવાનીની વયની આસપાસ છે. ખરાબ પીએમએસ અથવા એંડોમેટ્રોલોજીસ હોય.

image source

– વાળની સફેદી અને ચહેરાની કરચલીઓને અટકાવે છે. (ત્યાં સુધી કે,વાળમાં ડાઇ તરીકે પણ ઉપયોગ થાય છે).

– આંખની દ્રષ્ટિ, આંતરિક સ્વાસ્થ્ય અને ઘાને ઝડપી રૂઝ લાવવામાં પણ મદદરૂપ થાય છે.

– વિટામિન સી સિવાય બી 1 અને બી 2 વિટામિનથી આમળા ભરપૂર હોય છે જેથી તે તમને માસિકના બીજા દિવસે થતા ભારે પ્રવાહમાં મદદરૂપ બને છે.

image source

આમળાને સંબંધિત કેટલાક પ્રશ્નો વિશે જાણો, ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર પાસેથી.

જે અભિનેત્રી કરિના કપૂરને ફિટ રાખવામાં મદદ કરે છે.આમળા વિશે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો શેર કરવામાં આવે છે. આમળા શરબત, અથાણું અથવા મુરબ્બો લેવાનો શ્રેષ્ઠ સમય શું છે અને આ ત્રણેય બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ.

image source

આમળા વિશે સૌથી વધુ પૂછાયેલા પ્રશ્નો, અને તેના વિશે બધું જાણવા માટે આગળ વાંચો.

આને જરૂર વાંચો:

દરરોજ 2 ચમચી આમળાનો રસ પીવો અને જુઓ તેનો કમાલ.

image source

આમળા શરબત, આમળાનું અથાણું અને આમળાનો મુરબ્બો લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય શું છે?

આમળાનો રસ સવારના ભોજનમાં અથવા નાસ્તો સાથે પીવામાં આવે છે. મુરબ્બો અને અથાણાંને મુખ્ય ભોજન સાથે લઈ શકાય છે. તેથી તે નાસ્તામાં પરોઠા સાથે લઈ શકાય છે, બપોરના ભોજનમાં ભાખરી સાથે અથવા દાળ ચોખા સાથે રાત્રિભોજનમાં પણ લઈ શકાય છે.

image source

આમળાનો મુરબ્બો બનાવવા માટે, આપણે ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરવો જોઈએ?

તે તમારા કુટુંબની પરંપરાઓ પર આધાર રાખે છે. જો એન્ટોસિડના સ્વરૂપમાં ચોક્કસ ઉપયોગ માટે બનાવવામાં આવતો હોય, તો તે ખાંડ સાથે બનાવી શકાય છે. આ ઉપરાંત, આમળાના મુરબ્બોમાં ખાંડ અને અથાણાંમાં મીઠું તેના સક્રિય અણુઓની અસરકારકતાને સુરક્ષિત કરવા માટે ઉપયોગી બને છે.

જો શિયાળાની મોસમ આપણે ત્યાં નથી અને તમે ભારતથી બહાર છો તો તમારી પાસે આ નવીનતમ આમળા કેવી રીતે પહોંચી શકશે? શું આપણે પાસે આમળા પહોંચી શકશે એ પણ કેવી રીતે?

image source

હા, તમે આમળાં સુધી પહોંચી શકો છો, મુરબ્બાના રૂપે ભોજનમાં અથવા ખોરાકમાં અથાણાં રૂપે તેમજ સુપારીના રૂપમાં. તમે તેને ચ્યવનપ્રાશ તરીકે પણ લઈ શકો છો.

શું કોઈએ આમળાં ખાવાનું ટાળવું જોઈએ?

image source

દરેક આમળાં ખાય શકે છે. હા, તે જો વધુ ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. સવારમાં આમળાના શૉટની જેમ અથવા જો તમે બધી જ વસ્તુઓમાં આમળા મિક્ષ કરો છો તો તમારે તેના રોગનિવારક ગુણધર્મો વિશે જાગૃત રહેવું જોઈએ. તમારા જીવનમાં આમળાને પુનર્જીવિત કરવું અને પુનર્જીવિત રાખવું મહત્વપૂર્ણ છે. પરંતુ તે ખૂબ વધારે નહીં.

image source

યાદ રાખો – રોજ એક આમળાંનો ખોરાક અવશ્ય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !