પ્રેગનન્સી દરમિયાન હ્દયને લગતી અનેક સમસ્યાઓથી બચવા ખાઓ આ ખોરાક

ગર્ભાવસ્થા દરમિયાન હૃદયની સમસ્યાઓથી દૂર રહેવા આ ખોરાક તેમજ વ્યાયામ અપનાવો

આ ફૂડ તેમજ એક્સરસાઇઝને ફોલો કરશો તો ગર્ભાવસ્થા દરમિયાન નહીં નડે હૃદયની સમસ્યા

ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો અત્યંત મહત્ત્વનો સમય છે પણ તે દરમિયાન ઘણી બધી સમસ્યાઓ મહિલાઓને થતી રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિ બાદ સ્ત્રીના શરીરમાં અગણિત કુદરતી પ્રક્રિયા થાય છે જેના પર જો ધ્યાન રાખવામાં ન આવે તો કેટલીકવાર ગંભીર જટીલતાઓ તરફ દોડી જાય છે.

image source

આ સમય દરમિયાન શરીરમાં જે ફેરફાર થાય છે તેમાં શરીરમાં લોહીના વહાવનું પ્રમાણ વધવાનો પણ સમાવેશ છે. જે હૃદય પર એક દબાણ ઉભુ કરે છે. જે હંમેશા લોહીના દબાણમાં અસ્થિર ફેરફાર ઉભા કરે છે અને સાથે સાથે લોહીની શર્કરામાં પણ પરિવર્તન આવે છે.

આ બધા એક સ્વસ્થ પરિવર્તનો છે અને તેનાથી ગર્ભમાં વિકસતા બાળકને વિકસવામાં મદદ મળે છે. આ પ્રક્રિયા સાવ જ સામાન્ય છે અને ઘણી બધી સ્ત્રીઓમાં આ પ્રકારની સમસ્યા ડીલીવરી બાદ સાવજ જતી રહે છે.

પણ કેટલીક સ્ત્રીઓમાં આ સામાન્ય ફેરફાર હૃદયની બિમારીઓ તેમજ ડાયાબીટીસ ઉભી કરવા માટે પણ જવાબદાર રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન હૃદયની સમસ્યા ઉભી થાય છે તેના લક્ષણો લગભગ હૃદયના હૂમલા જેવા હોય છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

હાર્ટ રેટમાં વધારો થવો

શ્વોસોચ્છ્વાસ ટુંકા થવા – છાતીમાં દૂખવું.

થાક

ચક્કર આવવા / અંધારા આવવા

image source

આ પ્રકારની સ્થિતિથી દૂર રહેવા અથવા તો તેને સ્વસ્થ રીતે મેનેજ કરવા માટે પ્રેગ્નન્ટ સ્ત્રીએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાની લાઇફસ્ટાઇલને સ્વસ્થ બનાવવી જોઈએ. જેના માટે ગર્ભવતિ મહિલાઓએ યોગ્ય પોષણથી ભરપુર સંતુલિત આહાર લેવો જોઈએ અને તેની સાથે કેટલોક નિયમિત વ્યાયામ પણ કરવો જોઈએ.

કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ

પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓએ કેટલોક ખનીજતત્ત્વો તેમજ વિટામિન્સથી ભરપુર ખોરાક લેવો જોઈએ. ચાલો જાણીએ તે વિષે.

આયર્નથી ભરપૂર ખોરાક

image source

હવે તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા જ ગર્ભવતિ સ્ત્રીઓને આયર્નની ટેબ્લેટ તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપવામાં આવે છે. આયર્ન ગર્ભાવસ્થા દરમાયન ગર્ભની જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી છે.

આર્યન તમે મીટ, પોલ્ટ્રી એટલે કે ચીકન વિગેરે, ફિશ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી વિગેરેમાંથી મેળવી શકો છો. માટે તમારે તમારા ડાયેટમાં આ પ્રકારના ખોરાકનો પણ સમાવેશ કરવો જોઈએ.

ફોલિક એસિડ ધરાવતો ખોરાક

જે સ્ત્રીઓ ગર્ભવતિ હોય તેમણે દિવસનું ઓછામાં ઓછું 400 માઇક્રોગ્રામ એટલે કે 0.4 મિલિગ્રામ ફોલિક એસિડ લેવો જ જોઈએ. જે તમને ઇંડા, નટ્સ, બિન્સ, ખાટા ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, સિરિયલ્સ તેમજ કેટલાક ચોક્કસ વિટામિન સપ્લીમેન્ટ્સમાં મળી રહેશે.

image source

ફોલિક એસિડ તમારા બાળકની જન્મજાત મસ્તિષ્ક તેમજ સ્પાઇનલ કોર્ડની ખોડના જોખમને ઘટાડે છે પણ ગર્ભ ધારણ કર્યાના પહેલાં 28 દિવસ માટે તે અત્યંત જરુરી તત્ત્વ છે છે, કારણ કે આ સમયે ન્યુરલ ટ્યુબની ક્ષતિનું જોખમ સૌથી વધારે હોય છે.

બી વિટામીન્સથી ભરપૂર ખોરાક

ગર્ભમાં રહેલા બાળકના મગજ તેમજ શરીરના સ્વસ્થ વિકાસ માટે વિટામીન્સ બી એક ચમત્કારી સપ્લીમેન્ટ્સ છે. આ આંઠ અલગ પ્રકારના વિટામીન્સનું સંકુલ છે. જે શરીરને વિવિધ રીતે મદદ કરે છે, જેમાં સ્વસ્થ વિકાસ, શરીરના અંગોનું યોગ્ય ફંક્શન, સુંદર સ્વસ્થ ત્વચા, પાચન, કાર્બોહાઇડ્રેટને તોડવાની ક્ષમતા વધારે છે જેથી કરીને શરીરને પુરતી એનર્જી મળી રહે, આ ઉપરાંત તે લોહીમાં લાલ રક્તકણો વધારે છે અને જન્મજાત ખોડના જોખમને ઘટાડે છે.

image source

બી વિટામીન્સ મેળવવા માટે તમારે આખા અનાજ, લીલા શાકભાજી, ચીકન, એગ યોક્સ, દૂધ અને ફિશનો સમાવેશ તમારા ખોરાકમાં કરવો જોઈએ.

ઝિંકથી ભરપૂર ખોરાક

જો તમે માંસાહારી હોવ તો મીટ અને શેલફિશ ઝિંકનો ઉત્તમ સોર્સ છે પણ જો તમે વેજિટેરિયન હોવ તો તમારે ઝિંક મળી રહે તેવું ડાયેટ અપનાવવું જોઈએ. તેના માટે તમારે કઠોળ જેમ કે દેશી ચણા, વિવિધ જાતની દાળો, બિન્સ તેમજ કેટલાક સીડ્સ અને નટ્સનો સમાવેશ તમારા ડાયેટમાં કરવો જોઈએ. આ પ્રકારના ખોરાકમાંથી તમને ભરપૂર ઝિંક મળી રહેશે.

વ્યાયામ

image source

જો તમારી ગર્ભાવસ્થા સ્વસ્થ છે એટલે કે તેમાં કોઈ પણ જાતના કોમ્પ્લીકેશન નથી તો તમે તેમાં શારીરિક પ્રવૃત્તિ કરી શકો છો. તમને જણાવી દઈએ કે શારીરિક પ્રવૃત્તિઓ કે પછી સામાન્ય વ્યાયામ મિસકેરેજ, બાળકના ઓછા વજન, કે પછી વહેલી પ્રસુતિ માટે જરા પણ જવાબદાર નથી હોતી.

જો કે તેમ છતાં ગર્ભવતિ મહિલાએ એક્સરસાઇઝ શરૂ કરતા પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લઈ લેવી જોઈએ. જો તેઓ હા પાડે તો તમે તેમને પુછી શકો કે તમે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો છો. વ્યાયામ કરવાથી ગર્ભવતિ મહિલાઓને ઘણા બધા લાભો થાય છે.

– પીઠ દર્દમાં રાહત મળે છે.

– ગેસ્ટેટેશનલ ડાયાબિટિસ, પ્રિક્લેમ્પ્શિયા, અને સિઝેરિયન ડિલિવરીના જોખમને ઘટાડી શકે છે.

– કબજિયાતમાં પણ રાહત મળે છે.

– શરીરની સાર્વત્રિક સ્વસ્થતાને વધારે છે હૃદયને તેમજ લોહીની નળીઓને મજબુત બનાવે છે

– ગર્ભાવસ્થા દરમિયાન વજનનને સ્વસ્થ રીતે વધારવામાં મદદ કરે છે.

image source

એક ગર્ભવતિ મહિલાએ દર અઠવાડિયે લગભગ 150 મિનિટનો સામાન્ય તેમજ હળવાથી ભારે વ્યાયામ કરવો જોઈએ. જાણો ગર્ભવતિ મહિલાઓએ કેવા પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ.

– શ્વાસોચ્છ્વાસનો વ્યાયામ અને યોગા તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને સ્વસ્થ બનાવે છે અને તમને માનસિક રીતે પણ હળવા રાખે છે.

– જો તમને તરતા આવડતું હોય અને ગમતું પણ હોય તો સ્વિમિંગ તમારા હૃદય માટે ઉત્તમ વ્યાયામ છે તે તમારા હાથ તેમજ પગના સ્નાયુઓને લૂઝ કરવામાં મદદ કરે છે.

– ઝડપથી ચાલવાના વ્યાયામથી પણ તમને ફાયદો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ