વજન ઉતારવાની સાથે-સાથે સ્કિનને ચમકલી બનાવવા પીવો અજમાનું પાણી, જાણો કેવી રીતે બનાવશો ઘરે

આયુર્વેદને હમેશા ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવે છે અને ઘરેલુ ઉપચાર કેટલીકવાર અંગ્રેજી દવાઓથી વધારે સારી અસર બતાવે છે પણ કેટલીક એવું હોય છે કે બહુ ચર્ચિત ઔષધિઓ પણ કામ કરતી નથી.

image source

મે અજમામાં પાણી વિષે ઘણું બધુ સાંભળ્યું હતું અને મને લાગતું હતું કે કેટલા બધા ફાયદા થઈ શકે છે, પરંતુ ખરેખરમાં કેટલું કામ કરે છે તે જાણવ માટે મે તેને એક મહિના સુધી ઉપયોગ કર્યો અને જે અસર થઈ તે જોઈને હું ખુદ ચોંકી ગઈ.

image source

આની પહેલા પણ મે આવા જ એક્સપરિમેન્ટ ગ્રીન ટી અને નારિયેળ પાણી સાથે કર્યો છે. મે ગ્રીન ટીને પણ એક મહિના સુધી સતત પીધી અને ત્યાર પછી તેનો એક્સપીરિયન્સ આપની સાથે શેર કર્યો. નારિયેળ પાણીનો પણ એક મહિના સુધી સતત પીધું અને તેનો અનુભવ આપની સાથે શેર કર્યો હવે અજમાના પાણીની સાથે આમ જ કર્યું છે.

શું છે અજમાનુના પાણીના સામાન્ય ફાયદા?

image source

-એસિડિટી અને અપચાથી છુટકારો મળે છે.

-શરદી-ખાંસી નથી થવા દેતાં.

-વજન ઘટાડવા માટે ખૂબ સારું હોય છે.

image source

-પીરિયડસની સમસ્યા અને યુરીન ઇન્ફેકશન માટે પણ ફાયદાકારક છે.

-મોંની બદબૂ અને ગળાની સમસ્યા માટે પણ ફાયદાકારક છે.

એક મહિના સુધી અજમાનું પાણી પીધ પછી મને કેટલીક અસર તો દેખાઈ, પણ તેને રામબાણ ઈલાજ કહી શકાય નહિ.

સ્કીન અને વાળ પર થી આ અસર:

image source

જોવો મે પહેલેથી જ ગ્રીન ટી પીવાની આદત પડી ગઈ છે તો આ એક આદત વધારાની હતી જેને મે એક મહિના સુધી ફોલો કરી છે. અજમાના પાણીનો સ્વાદ ઘણો ખરાબ હોય છે અને આપ તેને સવારે મધની સાથે પી શકો છો, પરંતુ મે અને મધ વગર જ પીધું છે.

image source

સ્કીન પર અસરને લઈને હું એમ કહી શકું કે તેની કોઈ અસર સ્કીન કે વાળ પર જોવા મળી નથી. એમ પણ અજમાનું પાણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ માટે અચૂક માનવામાં આવે છે, એટલે જ સ્કીન અને વાળ પર અસર ના બરાબર જોવા મળે છે.

ડાયજેશન પર થાય છે આ અસર:

image source

અજમાનું પાણી ડાયજેશન માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેની શું અસર થાય છે તે મે અનુભવ્યું છે. સૌથી પહેલા તો તે ખરેખરમાં પાચન માટે ઘણું સારું છે. પેટના દુખાવા જેવી કોઈ સમસ્યા અનુભવ થી નથી. એવી કોઈપણ સમસ્યા માટે મારે કોઈ અલગથી દવાની જરૂર પડી નથી. ગેસને લગતી સમસ્યાઓ પણ ઓછી થઈ ગઈ છે.

શું શરદી અને ખાંસી નથી થવા દેતી?

image source

શરદી અને ખાંસીને લઈને હું એમ કહી શકું કે આ રામબાણ ઈલાજ નથી. ઓછામાં ઓછું મારા માટે તો નહિ. કેમકે શિયાળાની ઋતુમાં મે આને પીવાનું શરૂ કર્યું અને આ જ વિચાર્યું હતું કે શરદી અને ખાંસી નહિ થાય, પરંતુ તો પણ મને થઈ ગઈ.

image source

જો કે તે ઘણી જલ્દી મટી પણ ગઈ જો ખરેખર નવાઈની વાત હતી કેમકે મે શરદી અને ખાંસી માટે કોઈ દવા લેતી નથી, પરંતુ તો પણ બહુજ જલ્દી સારી થઈ ગઈ તો મને લાગે છે કે ક્યાંકને ક્યાંક એમાં અજમાના પાણીની અસર પણ હોઈ શકે છે.

યુરીન ઇન્ફેકશન અને પેટ સંબંધિત બીમારીઓ?

image source

એમાંથી કઈપણ મને આ સમય દરમિયાન નથી થયું. હવે એના કઈક કારણ હોઈ શકે છે. મને હાઇજિનને લઈને કોઈ સમસ્યા થતી નથી એ પણ એક કારણ હોઈ શકે છે. તો પણ આ એક મહિનામાં મને કઈ થયું નથી.

શું વજન ઘટ્યું?:

image source

હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે શું આનાથી વેટ લોસ થયું તો હા, હું આના પછી કઈક અસર મહેસુસ કરી શકું છું. સૌથી મોટી અસર જે મને લાગે છે તે મારા ટમી ફેટમાં છે.

હવે એનું આ કારણ પણ હોઈ શકે છે કેમકે મને હમેશા બ્લોટિંગની સમસ્યા રહેતી હતી અને અજમાના પાણીથી પેટથી જોડાયેલી બ્લોટિંગની સમસ્યા ખતમ થી ગઈ છે. આ સિવાય વજન પર બહુ ખાસ અસર તો નથી થઈ પરંતુ પેટ તો ખરેખર અડધી ઇંચ સુધી ઓછું થયું હોય તે સમજમાં આવી રહ્યું છે.

શું હું આને પીવાનું ચાલુ રાખીશ?

image source

જી હા, હું આને પીવાનું કેટલાક દિવસ હજી શરૂ રાખીશ. હા, જેવો ઉનાળો આવશે આને બંધ કરી દઇશ કેમકે અજમાનું પાણી ઘણું ગરમ હોય છે અને તેનાથી ઉનાળામાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જો આપને શરદીથી જોડાયેલી કોઈ સમસ્યા થતી હોય છે કે પેટને લગતી કોઈ સમસ્યા થતી હોય છે તો આપ અજમાના પાણીનું સેવન કરી શકો છો.

કેવીરીતે બનાવવું અજમાનું પાણી:

image source

એક નાની ચમચી અજમાને રાતમાં એક ગ્લાસ પાણીમાં પલાળી દેવું, સવારે ઊઠીને આ પાણીને ગાળીને પી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !