જાણો કેવી રીતે રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવે છે..

સ્ટેશન પર ટ્રેન રોકાવાની સિસ્ટમ જાણવી બહુ જ રોચક માહિતી છે

image source

તમે ક્યારેય ને ક્યારેય તો ટ્રેનમાં સફર કરી હશે. પરંતુ શું તમે ક્યારેય ટ્રેનના સિગ્નલ પર ધ્યાન આપ્યું છે. ક્યારેય વિચાર્યું છે કે, કેવી રીતે સિગ્નલ પડ્યા બાદ પહેલા એક ટ્રેન સ્ટેશન ક્રોસ કરે છે, અને તેના બાદ બીજી ટ્રેન નીકળે છે.

ભારતીય રેલવેને સૌથી વધુ મુસાફરો લઈ જવા માટે પ્રખ્યાત છે. પરંતુ અનેકવાર ટ્રેન સ્ટેશન પર એટલા લાંબા સમય સુધી ઉભી રહે છે ત્યારે મુસાફરો પરેશાન થઈને એક જ સવાલ કરે છે, કે આપણી ટ્રેન ક્યારે નીકળશે.

image source

જ્યારે સ્ટેશનથી એક ટ્રેન નીકળી જાય છે, અને તેના થોડા સમય બાદ જ બીજી ટ્રેન નીકળે છે, તો આવી સ્થિતિમાં બે પ્રકારની સિસ્સટમ કામ કરે છે.

પહેલી એ કે, એબ્લોલ્યુટ બ્લોક સિસ્ટમ અને બીજી હોય છે ઓટોમેટિક બ્લોક સિસ્ટમ. આ બે સિસ્ટમ કેવી રીતે ચાલે છે, અને તેમાં શું અંતર છે, તો આજે આ બંને સિસ્ટમ વિશે માહિતી જાણી લો…

એબ્સોલ્યુટ બ્લોક સિસ્ટમ

image source

આ પ્રકારની સિસ્ટમમાં જ્યારે ટ્રેન સ્ટેશનથી 6-8 કિલોમીટરના અંતર પર જઈ ચૂકેલી હોય છે, અથવા બીજા સ્ટેશન સુધી પહોંચી જાય છે, તેના બાદ જ બીજી ટ્રેનને સ્ટેશનથી નીકળવાનું સિગ્નલ આપવામાં આવે છે.

આ પ્રકારના સિસ્ટમને ડબલ અથવા મલ્ટીપલ ટ્રેકમાં ઉપયોગમાં લેવાય છે. તેમાં રેલવે લાઈનને બ્લોક સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાય છે. જેમાં દરેક બ્લોકને એક વારમાં એક ટ્રેન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

આ સિસ્ટમ માણસો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં એક ટ્રેક ખાલી થયા બાદ સ્ટેશન માસ્ટર દ્વારા સિગ્લન આપવામાં આવે છે, અને ત્યારે જઈને બીજી ટ્રેન આગળ વધે છે.

ઓટોમેટિક બ્લોક સિસ્ટમ

image source

આ સિસ્ટમમાં સિગ્નલ હોય છે, જેમાં લાલ, લીલો તેમજ પીળા રંગના ત્રણ રંગ જોવા મળે છે. આ સિસ્ટમ ઓટોમેટિક કામ કરે છે. ઓટોમેટિક બ્લોક સિસ્ટમમાં એક ટ્રેકર હોય છે, જે ટ્રેનનુ અંતર જોઈને રેડ, ગ્રીન અને યલો સિગ્નલ દર્શાવે છે.

આ પ્રકારની સિસ્ટમને રેલરોડ કમ્યુનિકેશન સિસ્ટમ પણ કહેવાય છે. આ સિસ્ટમ પણ રેલવે લાઈનને સેક્શન અથવા બ્લોકમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે.

image source

અનેકવાર તમે રેલવે સ્ટેશન પર એવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ જોયા હશે, જેને જોઈને તમારા દિલમાં સવાલ આવ્યો હશે કે આ બોક્સ કેવી રીતે કામ કરે છે.

તમને જણાવી દઈએ કે, આ બોક્સમાં એક્સેલ કાઉન્ટર ડિવાઈસ કહેવાય છે. આ ડિવાઈસ ટ્રેનના પૈડા ગણવાના કામમાં આવે છે. આ ડિવાઈસ સ્ટેશનની શરૂઆત અને અંતમાં લગાવવામાં આવે છે.

image source

જેથી ટ્રેનના આવવા તથા જવા પર પૈડાની ગણતરી કરાય છે, જેથી સમજી શકાય છે કે ટ્રેનમાં બરાબર પૈડા અને ડબ્બા લગાવાયા છે કે નહિ.

આ સિસ્ટમ મુસાફરોની સુરક્ષા માટે લગાવવામાં આવે છે. હકીકતમાં ક્યારેક ક્યારેક ટ્રેનના ડબ્બા રસ્તામાં જ અલગ થઈ જાય છે. આવી સ્થિતિમાં ટ્રેન આગળ નીકળી જાય છે અને ડબ્બા રસ્તામાં જ રહી જાય છે.

image source

પરંતુ એક્સેલ કાઉન્ટરના માધ્યમથી માલૂમ કરી શકાય છે કે ટ્રેનના તમામ ડબ્બા પ્રોપર છે કે નહિ, અને પૈડા પણ યોગ્ય લાગેલા છે કે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ