આલિયાએ શેર કરી તેના BF સાથેની રોમેન્ટિક તસવીર, તમે જોઇ કે નહિં?

બૉલીવુડ ઈંડસ્ટ્રીનું સૌથી ચર્ચામાં રહેતું કપલ એટલે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર. આલિયા ભટ્ટ હમેશા તેના ફોટોસને કારણે ચર્ચામાં રહે છે.

આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટો જોતા એ કહેવું સરળ છે કે આલિયાએ ન્યુ યરનું સિલિબ્રેશન રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે લહેરોની વચ્ચે દરિયામાં કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આલીયા ભટ્ટે આ ફોટો શેર કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. તેણે આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ‘ બેસ્ટ બોયઝ ઔર ગુડ ગર્લ.’ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આ ફોટા પર ફેન્સ ઘણા રિએક્શન આપી રહી છે.

image source

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આ ફોટાને ૧૫ લાખ ૬૯ હજાર વ્યુઝ મળ્યા છે. તેમજ આ ફોટામાં આલિયાએ પિંક કલરનું સ્વીમ સૂટ પહેર્યું છે. જ્યારે રણબીર કપૂરે બ્લેક કલરની બૈડાના અને ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે જ્યારે અયાન મુખર્જી શર્ટલેસ દેખાઈ રહ્યો છે. આલિયા ભટ્ટે આ પહેલા પણ એક ફોટોશૂટ કરાવ્યો હતો જે ખૂબ વાઇરલ થયો હતો. આલિયા ભટ્ટનો લુક એ ફોટાશૂટમાં જોવા લાયક છે.

image source

ફોટામાં આલિયાનો મેકઅપ લાઈટ હોવાછતાં પણ જબરદસ્ત લુકમાં જોવા મળી રહી હતી. એમ પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની ખાસ ફ્રેન્ડશિપના કારણે હમેશા ચર્ચામાં બન્યા રહે છે. તેમજ વર્ષ ૨૦૧૯ માં ઘણીવાર બંનેના મેરેજની ખબરો મળી છે પણ હમેશા તે અફવા જ પુરવાર થઇ છે. પણ માનવામાં આવે છે કે રણબીર અને આલિયા ૨૦૨૦ માં લગ્ન કરી શકે છે. બન્નેના ઘરવાળા પર આ લગ્નથી ખૂબ ખુશ છે.

image source

એક ખબર મુજબ રણબીરના માતાપિતા એટલે કે નીતુ અને ઋષિ કપૂર ઈચ્છે કે કૃષ્ણરાજ પ્રોપર્ટીનું કામ જલ્દીથી જલ્દી પૂરું થઈ જાય. નિતુએ આર્કિટેકને જણાવ્યું છે કે વિન્ટર ૨૦૨૦ સુધીમાં બેટ્સમેન્ટ સુધીનું કામ ઓછામાં ઓછું પૂરું થઈ જવું જોઈએ. જેથી કરીને કૃષ્ણરાજની પ્રોપર્ટી પર રણવીર અને આલિયાના લગ્ન પછી ત્યાં પૂજા કરાવી શકે.

image source

આલિયા ભટ્ટ જલ્દી જ બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે રણબીર કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકાનું પાત્ર ભજવતી જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે અમીતાભ બચ્ચન અને મોની રોય પણ જોવા મળશે. આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડમાં બની રહી છે. તેમજ આ ફિલ્મમાં રણબીર કપૂર એક્શન કરતો જોવા મળી શકે છે.

image source

આલિયા અને રણબીર બંનેના ફેન્સ પણ આ બંનેની જોડીને ફિલ્મમાં જોવા માટે ખૂબ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કેમકે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર બન્ને પહેલીવાર સાથે જોવા મળશે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ સિવાય આલિયા ભટ્ટ તેના પિતા મહેશ ભટ્ટ ‘સડક 2’માં પણ જોવા મળી શકે છે.

image source

‘સડક 2’ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે તેની બહેન પૂજા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ બન્ને ફિલ્મ સિવાય પણ આલિયા ભટ્ટ RRR ફિલ્મમાં પણ સિનેમાના પડદા પર નજર આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ