હવે નહીં નાખી દેવા પડે જૂના વાહનને ભંગારમા, સરકારે આપી દીધી મોટી છુટ, જાણી લો તમારા ફાયદાની વાત

કારની ખરીદદારી કરનારાઓ માટે હાલમા સારા સમાચાર આવી રહ્યાં છે. તમારી પણ કાર જૂની છે અને નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે, તો આ મહિતી વિશે જરૂર જાણી લો. કારણ કે તમને ફાયદો કરાવી શકે. વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ, જો તમે જૂના વાહનને સ્ક્રેપ કર્યા પછી નવું વાહન ખરીદો છો, તો તમને 5% ની છૂટ આપવામાં આવી રહી છે. આ બાબતેની જાહેરાત ખુદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જ કરી હતી.

image source

નીતિન ગડકરીએ ન્યૂઝ એજન્સી સાથે થયેલી વાતચીત કરતા જણાવ્યું હતું કે, “જૂના વાહનોને ભંગારમા જવા દેવા કે ઉપયોગ ટાળવાને બદલે હવે ઓટોમોબાઈલ કંપનીઓ ગ્રાહકોને નવા વાહનોની ખરીદી પર પાંચ ટકાની છૂટ આપશે.”. મળતી મહિતી મુજબ, સ્ક્રેપિંગ નીતિ (વાહનોના સ્વૈચ્છિક જંકની નીતિ) ની જાહેરાત 2021-22ના કેન્દ્રીય બજેટમાં સમાવામા આવી છે. આ વિશે વધારે માહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે, આ નીતિમાં કુલ 4 તબક્કાઓ હશે, જેમાંથી એક તબક્કે છુટ આપવાનુ નક્કી કરાયુ છે.

image source

જૂના વાહનોની તંદુરસ્તી પરીક્ષણ બાબતે આ નિતી અંતર્ગત, વ્યક્તિગત વાહનોને 20 વર્ષ પછી વાહનનો ફિટનેશ ટેસ્ટ અને કોમર્શિયલ વહનોને 15 વર્ષ પછી ફિટનેશ ટેસ્ટની પ્રક્રિયામાથી પસાર થવું પડશે. નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, ‘આ નીતિના ચાર મુખ્ય તબક્કાઓ છે.

image source

છુટછાટ ઉપરાંત પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેક્સ અને અન્ય ફરજોની જોગવાઈ લાગુ રહેશે. તેઓએ ફરજિયાત ફિટનેશ ટેસ્ટ અને પ્રદૂષણ પરીક્ષણોમાંથી પસાર થવું પડશે. આ માટે દેશમાં એક સ્વચાલિત ફિટનેસ ટેસ્ટ પરીક્ષણ કેન્દ્રની જરૂર પડશે અને અમે આ દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.

image source

ફિટનેસ ટેસ્ટ માટે કેટલો ખર્ચ થાય છે તેની વિગતે વાત કરીએ તો, આ અંગેના અહેવાલો અનુસાર ફિટનેસ ટેસ્ટમાં 40,000 રૂપિયા સુધીનો ખર્ચ થઇ શકે છે, જે રોડ ટેક્સ અને ગ્રીન ટેક્સ ઉપરાંતનો ખર્ચ ગણાશે. ત્યારબાદ મળતુ આ ફિટનેસ ટેસ્ટ પ્રમાણપત્ર ફક્ત 5 વર્ષ માટે માન્ય ગણવામા આવશે.

image source

અહી એ બાબત ધ્યાનમા લેવાની રહેશે કે જ્યારે તમારું કોઇ જૂનું વાહન ફિટનેસ ટેસ્ટમાથી પસાર કરવાનુ રહેશે અને ત્યારે જ તે વાહનને સરકાર દ્વારા તમને રસ્તા પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, જો તમારુ વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ સાબિત થઇ જાય છે, તો તે નોંધણી થઇ શકશે નહીં અને તેને ભંગારમાં મોકલવા સિવાય તમારી પાસે કોઇ બીજો અન્ય વિકલ્પ બચશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ