આ રાજ્યએ આપ્યુ રામ મંદિર માટે સૌથી વધુ દાન, આંકડો જાણીને રહી જશો દંગ, જાણો કયા રાજ્યએ આપ્યું કેટલું દાન

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને વિવાદો ચાલ્યા અને અંતે વિવાદ બાદ રામ મંદિરના નિર્માણ થઇ રહ્યુ છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નાણા એકત્રીકરણ અભિયાન ચાલ્યુ. જેને લઈને ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ માટે દાનના ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હતા. લોકો પોતાનાથી થતું નાનું કે મોટું દાન આપ્યુ હતુ.

image source

અહી મુખ્ય સંરચના સહિત લગભગ બધી પરિયોજનાઓ પૂરી થવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન હતુ. આમાં મુખ્ય ઢાંચો બનવા માટે લગભગ સાડા ત્રણ વર્ષને સમય લાગશે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટી ખજાનચી સ્વામી રામ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ હતુ કે, મંદિરના નિર્માણની કિંમત 300થી 400 કરોડ છે. આખા પરિસરના નિર્માણ પર 1100 કરોડ ખર્ચ થશે.

image source

રામ મંદિર માટે દેશમાંથી કરોડો રૂપિયાનું દાન આવી રહ્યું છે. આ દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રન્યાસના મહામંત્રી, ચંપત રાયે જણાવ્યું છે કે, રામ મંદિર નિર્માણ માટે કયા રાજ્યમાં સૌથી વધુ દાન આવ્યું છે. ચંપત રાયે કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે દેશમાં સૌથી વધુ દાન રાજસ્થાનથી આવ્યું છે, જે આંકડો 515 કરોડ રૂપિયા છે.

તેમણે જણાવ્યું હતું કે, મંદિરોના નિર્માણ માટે સૌથી વધુ દાન આવેલાં દાનમાં 36 ગામો અને શહેરોનો સમાવેશ થાય છે. ચંપક રાયે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિથી માગી પૂર્ણિમા સુધી 42 દિવસ ચાલેલા અભિયાન દરમિયાન 9 લાખ કાર્યકરો ઘરે-ઘરે દાન એકત્રીત કરી રહ્યા હતા.

image source

આગળ વાત કરતાં તેમણે કહ્યું કે 4 માર્ચ સુધીમાં મંદિરના નિર્માણ માટે 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. જો કે, અંતિમ આંકડા હજુ આવવાના બાકી છે. મંદિરના નિર્માણ અંગે માહિતી આપતાં ચંપત રાયે જણાવ્યું હતું કે, ભરતપુર જિલ્લાના બંશી પહરપુરનો પથ્થર મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, જ્યારે પ્લેટફોર્મ માટે મિર્ઝાપુર અને પાર્કોટા માટે જોધપુરનો પથ્થર સ્થાપિત કરવાનો વિચાર છે.

મંદિરની લંબાઈ અને પહોળાઈ કેટલી હશે તે અંગે મળતી માહિતી મુજબ મંદિર નિર્માણમાં 400 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ અને 40 ઉંડાઇનો કાટમાળનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પછી તે સ્ટફ્ડ ( ભરાઈ) નું કામ કરવામાં આવશે.

image source

આગળ વાત કરી કે આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો ભરણ માટેની સામગ્રી તૈયાર કરી રહ્યા છે. જમીન સુધી કોંક્રિટ બનાવવામાં આવશે અને ત્યારબાદ 16.5 ફૂટ ઉચું પ્લેટફોર્મ, ત્યારબાદ તેની ઉપર એક મંદિર બનાવવામાં આવશે. મંદિર 161 ફૂટ ઉચું અને તેની લંબાઈ 361 ફૂટ રાખવામાં આવશે. મંદિરનાં બાંધકામ વિશે માહિતી આપતાં ચંપત રાયે જણાવ્યું હતું કે, મંદિરની પહોળાઈ 235 ફૂટ હશે, મંદિરમાં ત્રણ માળ બનાવવામાં આવશે.

image source

દરેક ફ્લોરની ઉચાઈ 20 ફુટ હશે. આખા મંદિરમાં 160 સ્તંભો બનાવવામાં આવશે. આ મંદિર લગભગ અઢી એકરમાં બનાવવામાં આવશે. આ સાથે મંદિરની આજુબાજુ 6 એકરમાં પાર્ક બનાવવામાં આવશે. મંદિરને પૂરથી બચાવવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ માટે મેદાનની અંદર રીટેનિંગવાલ આપવામાં આવશે. રાયે કહ્યું કે અમે મંદિરના નિર્માણને પર્યાવરણને અનુકૂળ વાતાવરણમાં બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ