ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા ટેસ્ટ મેચ રમાઇ હતી. અમદાવાદ નવનિર્મિત સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી અને ભારતનો 10 વિકેટથી વિજય થયો હતો. જે બાદ પીચની ક્વોલિટીને લઈ સવાલ ઉઠ્યા હતા. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા ચોથી ટેસ્ટ ડ્રો કરવી જરૂરી હતી. ચોથી ટેસ્ટ મેચ શરૂ થયા અગાઉ જ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતુ કે અમદાવાદમાં ગરમી વધી રહી છે. જેની અસર મેચ પર પણ જરૂર પડશે.

કોહલીનો આ ઈશારો ઇંગ્લીશ ટીમ તરફ હતો, કેમ કે મહેમાન ટીમને વધારે ગરમીમાં અને એ પણ ડે-ટેસ્ટમાં રમવું અઘરૂ છે. આવા સંજોગોમાં મેચ અગાઉ જ કેપ્ટન કોહલીએ રૂટ એન્ડ કંપની સામે ગરમીનો બાઉન્સર ફેંકી દીધો હતો.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ઉનાળામાં ભારતમાં ધોળીયાઓ રમવા આવે ત્યારે તેઓ પરસેવે રેબઝેબ થઇ જાય છે. ત્રીજી ટેસ્ટમાં અક્ષર અને અશ્વિનની જોડીએ ઇંગ્લેન્ડના બેટસમેનોનો વાવટો સમેટ્યો હતો. અમદાવાદની વધતી જતી ગરમી ખેલડીઓને પણ હફાવી રહી છે.

હાલમા અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બેન સ્ટોક્સ સહિત ઘણા ખેલાડીઓ વધુ ગરમીના કારણે વજનની ઘટી જવાની સમસ્યાનો ભોગ બન્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ અંગે બેને પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતુ કે તેનું વજન 5 કિલો ઓછું થઇ ગયુ છે અને જેનુ કારન તેને અમદાવાદની ગરમીને જવાબદાર ગણાવ્યુ છે.

આ બાબાતે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વધારે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, તેની ટીમના ખેલાડીઓએ અમદાવાદમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ દરમિયાન વજન ઘટાડવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સ્ટોક્સે જણાવ્યું હતું કે અમદાવાદની ગરમીમાં તેમણે પોતાનું વજન 5 કિલો જેટલુ ઓછુ નોંધાયેલ જણાયુ છે.

સ્ટોક્સના જણાવ્યા મુજબ, 41 ડિગ્રી તાપમાં રમ્યા બાદ મેચના અંત સુધીમાં તેનું વજન આટલુ બધુ ઓછું થઈ ગયું હતું. બેને એક ઇન્ટરવ્યુંમા વાત કરતી વખતે જણાવ્યું હતું કે, તમામ ખેલાડીઓ ઇંગ્લેન્ડ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને મેચમાં વધુ દબાણ હોવાને કારણે કેટલાક ખેલાડીઓ બીમાર પણ પડી ગયા હતા, આ સાથે જ વાતાવરણમા ગરમીનુ પ્રમાણ વધી ગયુ જેના કારણે 41 ડિગ્રી તાપને મેદાનમા સહન કરવો તેમના માટે ખુબ જ અઘરી વાત હતી.
તાપમાનમા થયેલો વધારો એક સમસ્યા બની ગઇ હતી. અમદાવાદમાં બેને કહ્યુ હતુ કે, આમ તો દરેક ખેલાડી રમવા માટે તૈયાર હતો, પરંતુ ખરાબ તાપમાનને કારણે તેને આ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,