ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા અને ફેમિલી સાથે રમ્યો હોળી, જોઇ લો લેટેસ્ટ તસવીરોમાં તમે પણ

હાર્તિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટેનકોવિકે હાર્દિકના ફેમિલિ સાથે ઉજવી ધૂળેટી – ચહેરા પર નામના જ રંગો જોતાં ફેન્સે ઉડાવી મજાક

image source

હાર્દિક પંડ્યાની મંગેતર અવારનવારપોતાની હોટ તસ્વીરોના કારણે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે અલગ કારણસર ચર્ચામાં છે આ વખતે તેણે હાર્દીક સાથે ઉજવેલી ધૂળેટીની તસ્વીરોના કારણે ચર્ચામાં છે. નતાશા ધીમે ધીમે હાર્દીકના કુટુંબ સાથે ભળતી જોવા મળી રહી છે અને તે સાથે જ તેણે વર્ષના પહેલા મોટા તહેવારનું સેલિબ્રેશન હાર્દીકના ફેમિલી સાથે ક્યું છે અને તે છે ધૂળેટીનું સેલીબ્રેશન.

image source

તેણે આ સેલિબ્રેશનની કેટલીક તસ્વીર પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તેણીએ આ ફોટોઝને શેર કરતાં કેપ્શન લખ્યું છે – ‘અમારા બધાના તરફથી હેપ્પી હોલી.’ તસ્વીરમાં તમે પહેલીવાર નતાશાને પંજાબી સૂટમાં જોઈ શકો છો. તેણીએ વ્હાઇટ સૂટ અને પિંક દુપટ્ટો પહેર્યો છે.

image source

તસ્વીરોમાં નતાશા સાથે હાર્દિક પંડ્યા, તેના ભાઈ કુણાલ પડ્યા અને તેની પત્નીને પણ જોઈ શકો છો અને એક તસ્વીરમાં તમે હાર્દિકના પિતાને પણ જોઈ શકો છો. હાર્દિકે પહેલી જાન્યુઆરીએ નતાશા સ્ટાનકોવિચ સાથે દુબઈ ખાતે સગાઈ કરી હતી. તેના રોમેન્ટિક પ્રપોઝલની વિડિયો લોકોને ખૂબ પસંદ આવી હતી અને તેના કેટલાક સાથી ક્રીકેટર મિત્રોએ પણ તેને તેના માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

image source

હાર્દિક અને નતાશાની આ પ્રથમ હોળી છે. આ અગાઉ તેણે પોતાના ક્રીકેટર મિત્રો કે એલ રાહુલ તેમજ અન્ય મિત્રો સાથે હોળી ઉજવતો જોવા મળ્યો હતો. હાર્દીકની ક્રીકેટ કેરિયરની વાત કર્યો તો. હોળી ઉજવ્યા બાદ તે સીધો જ ધર્મશાળા પહોંચશે. ત્યાં તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વન-ડેની ટીમમાં જોવા મળશે. છેલ્લા થોડા સમયથી હાર્દિક પંડ્યા તેને થયેલી ઇજાના કારણે ક્રીકેટથી દૂર રહ્યો હતો પણ હવે તે પોતાની ઇન્જરીમાંથી રીકવર થઈ ગયો છે અને તેનું ફોર્મ પણ હાલ સારું છે.

image source

તાજેતરમાં યોજાયેલી ડીવાય પાટિલ T20 કપમાં હાર્દિકે 5 ઇનિંગ્સમાં 86.75ની એવરેજે કુલ 347 રન કર્યા હતા. આ ઉપરાંત હાર્દિકે આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે 38 સિક્સર્સ પણ મારી હતી. માટે હવે હાર્દિકના ફેન્સ તેની પાસે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં વધુ સારા દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.

image source

નતાશાની વાત કરીએ તો તેણી એક સર્બિયન અભિનેત્રી – ડાન્સર – મોડેલ છે. તેણી ભાતમાં બિગબોસના કારણે જાણીતી બની હતી. તેણે નચ બલિયેની લેટેસ્ટ સિઝનમાં પણ પોતાના પૂર્વ પ્રેમી અલિ સાથે જોડી જમાવી હતી. હાલ તેણી કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે કે નહીં તેના કોઈ જ અહેવાલ નથી. પણ તેણી ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરીને અવારનવાર પોતાની હાજરી પૂરાવતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ