PHOTOS: જોઇ લો બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ લગ્નના દિવસે કેટલી સુંદર લાગતી હતી…

આ લગ્નસરામાં આ બોલીવૂડ સીતારાઓની લગ્નની તસ્વીરો પરથી તમારા લગ્ન માટે પણ આઈડીયાઝ લો

આમ તો આપણા બોલીવૂડ સિતારાઓ ઓન સ્ક્રીન તો ઘણા બધા લગ્ન કરી લે છે અને તે વખતના તેમના વસ્ત્રો તેમના ઓર્નામેન્ટ્સ વિગેરે આપણને ખુબ પસંદ આવતા હોય છે પણ જ્યારે આપણે તેમને રિયલમાં લગ્ન કરતાં જોઈએ છે ત્યારે તેમના ફેન્સનું એક્સાઇટમેન્ટ ઓર વધી જાય છે. અને આપણને હંમેશા એ જાણવાની આતૂરતા રહે છે કે તેઓ પોતાના લગ્ન પર શું પહેરશે. કઈ વિધિથી લગ્ન કરશે. તેઓ પોતાના લગ્નમાં કેટલાક રૂપિયા ખર્ચશે. આપણને તેમની રજ રજની માહિતી જોઈતી હોય છે.

image source

તો ચાલો અમે તમને જણાવીએ કે આપણી સુંદર અભિનેત્રીઓ પોતાના લગ્નના દિવસે કેવી લાગતી હતી, તેમણે તેમના લગ્ન પર શું પહેર્યું હતું. અને બની શકે તેમાંથી તમને પણ તમારા લગ્ન કે પછી તમારી દીકરી કે બહેનના લગ્ન માટે કોઈ પ્રેરણા મળી જાય.

અનુષ્કા શર્માઃ

image source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નએ સમગ્ર દેશમાં એક હરખનું મોજું ફેરવી દીધું હતું. આ બન્નેએ ભારતથી તેમજ ભારતીય મિડિયાથી દૂર ઇટાલીમાં હીન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. અનુષ્કા અને વિરાટના લગ્નના વસ્ત્રો જાણીતા વેડિંગ કોશ્ચુય્મ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા બનાવવામાં આવ્યા હતા. લોકોને વિરાટ અને અનુષ્કા નજીકના ભવિષ્યમાં જાણ ન થાય તે હેતુથી અનુષ્કાના વસ્ત્રોને કોડવર્ડ આપવામાં આવ્યો હતો. અનુષ્કા-વિરાટના લગ્નની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને લોકોને ખૂબ પસંદ આવી હતી.

પ્રિયંકા ચોપરા

image source

પ્રિયંકાએ પોતાના હોલીવૂડ પોપ સિંગર બોયફ્રેન્ડ નીક જોનાસ સાથે રાજસ્થાનના જોધપૂરમાં રાજાશાહી ઠાઠથી લગ્ન કર્યા હતા. તેમણે ક્રીશ્ચિયન અને હીન્દુ બન્ને વિધિથી લગ્ન કર્યા હતા. ક્રિશ્ચિયન સેરેમની માટે પ્રિયંકાનું વ્હાઇટ વેડિંગ ગાઉન રાફ લોરેને ડીઝાઈન કર્યું હતું જ્યારે હીન્દુ સેરેમની માટે તેણીનો લાલ ચટક દુલ્હનનો જોડો સબ્ચસાચી દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો હતો.

દીપિકા પાદૂકોણ

image source

દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહે જગતમાં વિડિંગ માટે સૌથી માનીતી જગ્યા એવા ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. આ જગ્યાએ હોલીવૂડની ઘણી બધી જાણીતી હસ્તીઓ લગ્ન કરી ચૂકી છે. છેલ્લે મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની પ્રિવેડિંગ સેરેમની પણ અહીં જ કરવામાં આવી હતી. દીપિકા રણવીરે હીન્દુ સેરેમનીથી લગ્ન કર્યા હતા. દીપીકાના લગ્નનો દુલ્હનનો જોડો પણ સબ્યસાચી મુખર્જી દ્વારા જ ડીઝાઈન કરવામાં આવ્યો હતો.

કરીના કપૂર ખાનઃ

image source

કરીના કપૂરે સૈફ અલિ ખાન સાથે ખુબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા. જ્યારે તેણીના લગ્નની તારીખ જાહેર થઈ ત્યારે લોકો તેમના લગ્નની તસ્વીરો જોવા આતૂર હતા પણ લોકોને કંઈ ખાસ હાથ ન લાગ્યું. કરીના સામાન્ય રીતે મનિષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈ કરવામાં આવેલા વસ્ત્રો પહેરતી હોય છે. પણ પોતાના લગ્નના દિવસે તેણીએ ચોક્કસ ડીઝાઈનર વસ્ત્રો જ પહેર્યા હતા પણ તે ખુબ જ સિમ્પલ હતા. તેણે એક સિમ્પલ સૂટ પહેર્યો હતો તેના પર બ્રાઇડલ દુપટ્ટો ઓઢ્યો હતો. તેણે રજીસ્ટ્રેશન દ્વારા ખુબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચન

image source

ઐશ્વર્યા રાયના અભિષેક સાથેના લગ્ન ઘણી ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં ઉત્તર અને દક્ષિણ ભારતની મિશ્ર પરંપરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઐશ્વર્યા પોતાના લગ્નના દીવસે કોઈ મહારાણી જેવી લાગી રહી હતી. તો અભિષેક પણ કોઈ મહારાજા જેવો લાગી રહ્યો હતો.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટીએ પોતાના પંજાબી બોય ફ્રેન્ડ રાજ કુન્દ્રા સાથે બે ધર્મ વિધિથી લગ્ન કર્યા હતા. પોતે સાઉથ ઇન્ડિયન હોવાથી એક સેરેમની સાઉથ ઇન્ડિયન વેડિંગ હતી જ્યારે બીજી હતી પંજાબી વેડિંગ સેરેમની. શિલ્પાએ પોતાના લગ્નમાં તરુન તહીલિયાનીનો લહેંગો પહેર્યો હતો અને અનમોલ જ્વેલર્સની ડાયમન્ડ અને ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

કાજોલઃ

image source

કાજેલના લગ્ન થયાને ઘણા વર્ષો થઈ ગયા પણ તેણી આજે પણ બોલીવૂડમાં ઘણી એક્ટિવ હોવાથી અને તેનું મોટું ફેન ફોલોઈંગ હોવાથી તેણીનું નામ તો અહીં એડ કરવું જ રહ્યું. કાજોલે 1999માં અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. તેમણે મહારાષ્ટ્રિય લગ્નવિધીથી લગ્ન કર્યા હતા. કાજોલે લગ્નમાં નવવારી ગ્રીન સાડી પહેરી હતી. તેણી પોતાના લગ્નમાં ખુબ જ સિંમ્પલ પણ અત્યંત સુંદર લાગી રહી હતી.

જીનેલિયા ડિસોઝાઃ

image source

જીનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખના લગ્ન મુંબઈમાં એક મોટા પ્રસંગ સમાન હતા. કારણ કે તે વખેત રીતેશ દેશમૂખના પિતા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર હતા. આ બન્નેએ આ લગ્ન બે ધર્મવિધીથી કર્યા હતા. જીનેલિયા ક્રીશ્ચિયન હોવાથી ક્રીશ્ચીયન સેરેમની અને રીતેશ હીન્દુ હોવાથી હીન્દુ મહારાષ્ટ્રિયન સેરેમનીથી લગ્ન કરવામાં આવ્યા હતા.

image source

જનેલિયાએ મહારાષ્ટ્રિયન વેડિંગ માટે નીતા લૂલા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલી સાડી પહેરી હતી. અને તેના ક્રીશ્ચિયન વેડિંગની વાત કરીએ તે તેણીએ સુંદર વ્હાઇટ ગાઉન પહેર્યો હતો જેને ફેશન ડિઝાઈનર બેલડી શાન્તનુ અને નીખીલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

વિદ્યા બાલન

image source

વિદ્યા બાલન જેવી એક્ટિંગ કરનાર અભિનેત્રી હાલ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોધી જડે તેવી નથી. તેણીએ વારંવાર પોતાની એક્ટિંગનો જંડો ગાડ્યો છે. વિદ્યા બાલને યુટીવી મોશન પિક્ચર્સના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતા. તેણીએ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડીઝાઈન કરવામાં આવેલી સુંદર સાડી પહેરી હતી. જે પરંપરાગત રીતે લાલચટક રંગની હતી. જેની સાથે વિદ્યાએ પરંપરાગત સાઉથ ઇન્ડિયન ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

લારા દત્તા

image source

લારા દત્તાએ જાણીતા ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર મહેશ ભુપતી સાથે ચર્ચમાં લગ્ન કર્યા હતા. મહેશે એકસુંદર મજાનો ટક્સીડો પહેર્યો હતો જ્યારે લારાએ એલિ સાબ વિડિંગ ગાઉન પહેર્યો હતો. બન્ને આ તસ્વીરમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

ઇશા દેઓલ

image source

ઇશા દેઓલ હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી દીકરી છે. તેણે 2012માં બિઝનેસમેન ભરત તક્થાની સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. પોતાના આ મહત્ત્વના દિવસે ઇશાએ ટ્રેડીશનલ રેડ અને ઓરેન્જ ચણિયાચોળી પહેર્યા હતા. લગ્નનો આ ઘરચોળો ઇશા માટે જાણીતી બોલીવૂડ ફેસન ડીઝાઈનર નીતા લૂલાએ ડિઝાઈન કર્યો હતો. જેની સાથે ઇશાએ ગેલ્ડ જ્વેલરી પહેરી હતી. અને ઇશાની માતા હેમામાલીનીના લૂકની તો વાત જ ન થઈ શકે તેઓ અત્યંત આકર્ષક લાગી રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ