મોતના થોડા જ કલાક પહેલાં કરોડોનું ઘર ખરીદ્યું હતું આ અભિનેત્રીએ, પણ કિસ્મતે ના આપ્યો સાથ

મર્યાના થોડા જ કલાક પહેલાં કરોડોનું ઘર ખરીદ્યું હતું આ અભિનેત્રીએ, પણ ભાગ્યને કઈક બીજું જ મંજુર હતું.

કહેવાય છે ને કે ક્યારે કોની સાથે શુ થઈ જાય? એ કોઈ જ નથી જાણતું. આ દુનિયામાં જેને જન્મ લીધો છે એનું મૃત્યુ તો એકના એક દિવસે નક્કી જ છે. જો કે અમુક લોકો એવા હોય છે જે સમય કરતાં પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા જાય છે. અને એમના મૃત્યુથી બધાને જ ખૂબ જ દુઃખ થાય છે.

image source

બોલીવુડની જાણીતી અભિનેત્રી દિવ્યા ભારતીનું મૃત્યુ પણ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયું હતું અને એમના આમ અચાનક થયેલા અવસાનથી બધાને જ ખૂબ દુઃખ થયું હતું. આજે પણ દિવ્યા ભારતીના ઘણા બધા ફેન્સ છે જે એમને ખૂબ જ યાદ કરે છે

દિવ્યા ભારતીએ 14 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને 19 વર્ષની ઉંમર સુધીમાં તો એમને ઘણી જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. એમને પોતાના ફિલ્મી કરિયરમાં 12 ફિલ્મો કરી, જે જબરદસ્ત હિટ થઈ હતી.

image source

એમની સુંદરતાના પણ લોકો દીવાના હતા. દિવ્યા ભારતીએ 16 વર્ષની ઉંમરમાં જ સાજીદ નડિયાદવાલા સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા.

તમને જણાવી દઈએ કે દિવ્યા ભારતીએ પોતાના મૃત્યુના થોડાક જ કલાક પહેલાં મુંબઈમાં પોતાના માટે 4 બીએચકેનું એક ઘર ખરીદ્યું હતું. ડિલ ફાઈનલ થઈ ગઈ હતી અને એમને આ ગુડ ન્યૂઝ પોતાના ભાઈને પણ આપી દીધી હતી. દિવ્યા ભારતી એ દિવસે જ ફિલ્મનું શૂટિંગ ખતમ કરીને ચેન્નઇથી પરત આવી હતી.

image source

એ સમયે એમના પગમાં ઇજા પહોચી હતી. રાતના લગભગ 10 વાગે એ મુંબઈના પશ્ચિમ અંધેરી, વરસોવામાં આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાના મિત્રો સાથે વાતોમાં મશગુલ હતી. એ સમયે દિવ્યા ભારતીની કામવાળી અમૃતા પણ એમના ઘરે હતી.પણ કોઈને જ નહોતી ખબર કે હવે પછીની થોડી જ મિનિટમાં શુ થવાનું છે.

image source

રાતના લગભગ 11 વાગે અમૃતા કિચનમાં ગઈ. દિવ્યા ભારતીના મિત્ર ટીવી જોવામાં વ્યસ્ત હતા. એ દરમિયાન દિવ્યા ભારતી પોતાની બારી પાસે ગઈ, જ્યાંથી તે નીચે પડી ગઈ. પાંચમા માળેથી પડવાના કારણે દિવ્યા ભારતી ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ એમનો જીવ નીકળી ગયો હતો. પોલીસે 5 વર્ષ સુધી આ કેસની શોધખોળ કરી હતી પણ કોઈ પુરાવો ન મળ્યો અને પછી આ કેસને વર્ષ 1998માં બંધ કરી દેવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ