હનમાનુજીને સિંદૂર ચઢાવવા પાછળ છુપાયેલી છે આ કહાની, જે તમે પણ નહિં જાણતા હોવ

જાણો શા માટે હનુમાનદાદાને ચડાવવામાં આવે છે સિંદુર

હિન્દુ ધર્મમાં દરેક દેવતાની વિશિષ્ટતાઓ રહેલી છે. તેમને ખાસ દિવસે પુજવામાં આવે છે, ખાસ રંગના ફુલો ચડાવવામાં આવે છે. તો વળી ખાસ રીતે અભિષેક કરવામાં આવે છે. જેમ શિવલીંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે તેવી જ રીતે હનુમાન ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમના પર સિંદૂર ચડાવે છે. પણ શું તે પાછળનું કારણ તમે જાણો છો ?

image source

મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. અને તેમને પ્રસન્ન કરવા માટે તેમની પ્રિય વસ્તુઓ તેમને આ દિવસે અર્પણ કરવામાં આવે છે. હંમેશા જોવામાં આવ્યું છે કે હનુમાનજીને સિંદુર ચડાવવામાં આવે છે અને કેટલાએ લોકો માનતાઓ પૂરી થયા બાદ પણ હનુમાનજી પર સિંદૂર ચડાવે છે. પણ ઘણા બધા લોકો તે પાછળનું કારણ નથી જાણતા હોતા.

રામાયણમાં એક જાણીતી કથા છે, પહેલાં તે વિષે જાણીએ

image source

એકવાર જ્યારે હનુમાનજીને ભુખ લાગી ત્યારે તેઓ ભોજન માટે સીતા માતા પાસે પહોંચી ગયા, ત્યારે તેમણે જોયું કે સીતા માતાની માંગમાં એટલે કે તેમના માથા પરની પાથીમાં સિંદૂર લગાવેલું હતું અને તે જોઈને તેમણે આશ્ચર્ય પામતા તેમને પુછ્યું હતું, ‘ માતા ! તમે તમારા માથામાં આ કેમ લગાવ્યું છે ?’ ત્યારે સીતાજી બ્રહ્મચારી હનુમાનજીના સીધા પ્રશ્નથી ખુશ થઈ ગયા અને તેમણે તેમને જવાબ આપતા કહ્યું, ‘પુત્ર ! તેને લગાવવાથી મારા સ્વામીની ઉંમર લાંબી થાય છે, તેઓ સુખી રહે છે અને તેઓ મારા પર પ્રસન્ન રહે છે.’

image source

આ સાંભળીને હનુમાનજી ખુશ થઈ ગયા અને તેમનામાં પણ પોતાના સ્વામી એવા શ્રીરામના આયુષ્યને વધારવાની તેમજ તેમને સુખી રાખવાની ઇચ્છા જાગી અને તેમણે વિચાર્યું કે જ્યારે ચપટી માત્ર સિંદૂર લગાવવાથી ઉંમરમાં વધારો થાય છે તો પછી તેઓ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવે તો તેમના સ્વામી તો અજરાઅમર બની જશે.

image source

હનુમાનજીએ તેવું જ કર્યું. તેમણે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી લીધું અને ત્યાર બાદ તેઓ સભામાં પહોંચ્યા ત્યારે ભગવાન તેમને જોઈને હસી ઉઠ્યા અને સાથે સાથે ખુશ પણ થયા. જ્યારે શ્રી રામે તેમને તેનું કારણ પુછ્યું ત્યારે તેમણે નિર્દોષ ભાવે કહી દીધું કે આનાથી તમે અમર થઈ જશો અને મને પણ સીતામાતાની જેમ તમારો પ્રેમ મળશે.

image source

આ સાંભળીને શ્રીરામ ભાવવીભોર બની ગયા અને તેમને પ્રેમથી ભેટી પડ્યા. હનુમાનેજીને માતા સીતાના દરેક બોલ પર પૂર્ણ વિશ્વાસ હતો અને તે સાચો સાબિત થયો હતો. તે દિવસથી હનુમાનજીની શ્રીરામ પ્રત્યેની ઉત્તમ સ્વામિભક્તિની યાદમાં તેમના પર સિંદૂર ચડાવવામાં આવે છે.

image source

જો તમે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરતા હશો તો તમને ખ્યાલ હશે કે તેમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. – રામ રસાયણ તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. આ વાતથી સિદ્ધ થાય છે કે હનુમાનજી જીવનદાત્રી બુટી સમાન છે, જેમની આરાધનાથી શારીરિક રીતે નિર્બળ ભક્તના શરીરમાં પણ ઉર્જાનો સંચાર થાય છે અને તે સ્વસ્થ રહે છે.

image source

જો તમે વૈજ્ઞાનીક દ્રષ્ટિએ જુઓ તો વિજ્ઞાન પ્રમાણે દરેક રંગમાં એક ખાશ પ્રકારની ઉર્જા સમાયેલી હોય છે. સિંદૂર પણ ઉર્જાનું જ એક પ્રતીક છે અને જ્યારે હનુમાનજીને તે અર્પિત કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમનો ભક્ત જ્યારે તેનું તિલક કરે છે ત્યારે તેની આંખો વચ્ચે કેન્દ્રિત ઉર્જા સક્રીય થાય છે. આમ કરવાથી મનમાં હકારાત્મક વિચારો આવે છે. અને સાથે સાથે પર્માત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે.

જો તમે નિયમિત હનુમાનદાદાને સિંદૂર ચડાવતા હોવ તો તમારે સિંદૂર ચડાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

image source

સૌ પ્રથમ તો સિંદૂર ચડાવતા પહેલાં તેમની મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ ત્યાર બાદ બધી જ પૂજા સામગ્રી તેમને ચડાવવી જોઈએ. ત્યાર બાદ નીચે જણાવેલા મંત્રોચ્ચાર કરીને તેમના પર ચમેલીના તેલમાં મિશ્રિત સિંદૂર તેમની મૂર્તિ પર લગાવવું જોઈએ જો કે તે પહેલાં મૂર્તિ પર થોડુંક શુદ્ધ ઘી પણ લગાવી લેવું જોઈએ. તેમ કરવાથી તમારા જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.

મંત્ર

सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये।

भक्तयां दत्तं मया देव सिन्दूरं प्रतिगृह्यताम।।

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ