સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શીકા જાહેર, જાણો કોરોનાની સારવારમાં કયા નિયમોમાં આવ્યો મોટો બદલાવ

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શીકા – કોરોનાની સારવારના નિયમોમાં કર્યું મોટું પરિવર્તન, કોરોનાની સારવારના નિયમોમાં મોટું પરિવર્તન, હવે વ્યક્તિને 14 નહીં પણ 10 જ દિવસમાં મળશે હોસ્પિટલમાંથી રજા, જાણો બીજા શું પરિવર્તન આવ્યા

રાષ્ટ્રમાં પહેલાં કરતાં ક્યાંય વધારે ઝડપથી કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને તેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દર્દીઓને ડીસ્ચાર્જ આપવાને લઈને નવી માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હવે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રાખવાના 14 દિવસના સમયને ઘટાડીને 10 દિવસ કરી દીધો છે.

image source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઈન પ્રમાણે હવે ગંભીર કેસમાં જ કોરોનાના સંક્રમીત દર્દીને ડિસ્ચાર્જ પહેલાં RT/PCRમાંથી પસાર કરવામાં આવશે, સામાન્ય દર્દીઓને 10 દિવસમાં જ રજા આપી શકાશે. આ દર્દીઓનું કોઈ જ RT/PCR પરિક્ષણ કરાવવામાં આવશે નહીં.

image source

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શીકા પ્રમાણે કોરોનાના લક્ષણો દેખાયાના 10 દિવસ બાદ જો 3 દિવસ સુધી દર્દીને તાવ નથી આવતો તો તેને કોઈ પણ પ્રકારના RT/PCR ટેસ્ટ વગર જ રજા આપી દેવામાં આવશે. અને જો કોરોનાના હળવા લક્ષણો હશે તો તેવા દર્દીઓને બે વિભાગમાં વહેંચવામાં આવશે.

image source

પ્રથમ શ્રેણીમાં જો તાવ શરૂઆતના 3 દિવસમાં મટી જાય અને આગળના 4 દિવસો સુધી જો ઓક્સિજન સપોર્ટની જરૂર ન પડે તો તેવી સ્થિતિમાં લક્ષણ દેખાયાના 10 દિવસ બાદ વગર કોઈ RT PCR ટેસ્ટ કરાવીને દર્દીને રજા આપી દેવામાં આવશે. પણ શરત એ રહેશે કે તેને તાવ ન આવતો હોય તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ ન થતી હોય અને તેને ઓક્સીજનની જરૂર ન હોય.

image source

બીજી શ્રેણીમાં જો તાવ ત્રણ દિવસમાં ન મટે અને ઓક્સીજન થેરાપીની જરૂર પડે તો દર્દીએ લક્ષણ દૂર થયા બાદ બીજા 3 દિવસ એકધારા ઓક્સીજન સપોર્ટની જરૂર ન પડે ત્યારે જ તેને હોસ્પિટલમાંથી રજા મળી શકશે. અને આવા કેસમાં પણ ડિસ્ચાર્જ પહેલાં RT તેમજ PCR ટેસ્ટની જરૂર રહેશે નહીં.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે જનાર દર્દીને 7 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે

image source

દર્દીઓને રજા આપ્યા બાદ જણાવવામાં આવશે કે તેમણે ઘરે જઈને પણ 7 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ સમય પહેલાં 14 દિવસનો હતો. સુધારેલી માર્ગદર્શીકામાં કહેવામાં આવ્યું છે કે જો હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ ત્રણ દિવસ સુધી કોરોનાના લક્ષણ જોવા ન મળે તો બીજા ચાર દિવસો માટે તેમને હળવી અસર વાળા કેસ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

image source

કોરોના સંક્રમિતોનો તાજેતરનો આંકડો જોવા જઈએ તો હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,94000 કરતાં પણ વધી ગઈ છે, જેમાંથી 1,32,000 લોકો સાજા થયા છે, અને સામે 2.75 લાખ લોકોના મૃત્યુ થયા છે. યુ.એસએનો આંકડો અત્યંત ભયજનક છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 13,17,376 લોકો સંક્રમિત થયા છે અને 78,200 લોકો મૃત્યુ પામ્યા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પણ દીવસેને દીવસે સંક્રમીતોની સંખ્યા વધી રહી છે. તાજેતરના આંકડા પ્રમાણે ભારતમાં 59,662 કોરોના સંક્રમીતો છે. જ્યારે મૃત્યુ આંક 1981 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ 7,402 સંક્રમીતો છે જ્યારે મૃત્યુઆંક 449 પર પહોંચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ