શ્રી હનુમાન ચાલીસામાં છુપાયેલા છે મેનેજમેન્ટના સૂત્રો… જાણો શું છે તેમાં રહેલ સફળતા મેળવવાનો છૂપો સંદેશ…

શ્રી હનુમાન ચાલીસામાં છુપાયેલા છે મેનેજમેન્ટના સૂત્રો… જાણો શું છે તેમાં રહેલ સફળતા મેળવવાનો છૂપો સંદેશ…

image source

આપણાંમાંથી દિવસના કામકાજની શરૂઆત થાય એ પહેલાં ઘણા લોકોના નિત્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રી હનુમાન ચાલીસામાં ૪૦ ચોપાઈ છે, આ એ રીતે લખાયેલ છે જે રીતે ક્રમમા એક સામાન્ય માણસના જીવનનો ક્રમ છે.

એવું માનવામાં આવે છે કે તુલસીદાસે માનસ પહેલાં જ હનુમાન ચાલીસાની રચના કરી હતી. તેમણે હનુમાનજીને ગુરુ બનાવીને શ્રી રામ તત્વને પામવાની શોધની શરૂઆત કરી હતી. રામ ચરિત માનસમાં પણ હનુમાનજી મહારાજનું વિશેષ મહત્વ વર્ણવાયું છે.

ધાર્મિક પરંપરામાં હનુમાન ચાલીસાનું છે વિશેષ મહત્વ…

image source

હિન્દુ ધર્મમાં શક્તિ અને બળની આરાધના કરવા હનુમાનજીની ઉપાસના કરવાનું ખૂબ જ મહત્વ છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરી રહ્યા છો તો તે તમને આંતરિક શક્તિ આપે છે પરંતુ તેની સાથે જો તમે તેમાં છુપાયેલા સ્ત્રોતોને તેના સાચા ગૂઢ અર્થને જીવન સાથે સંકળાયેલા પ્રશ્નોના જવાબમાં સમજશો તો તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે સનાતન પરંપરામાં લખેલી હનુમાન ચાલીસા એ પહેલી રચાયેલી ચાલીસા છે, બાકીની બધી ચાલીસા આ પછીથી જ લખાઈ હતી.

શરૂઆતથી અંત સુધી હનુમાન ચાલીસામાં સફળતાની દ્રષ્ટિએ ઘણાં એવા સ્રોત છે જે સમજીશું ખૂબ જ પ્રેરણાદાયક લાગશે. ચાલો જાણીએ તમે હનુમાન ચાલીસાનો પાઠ સમજીને કરશો તો તે તમારા જીવનમાં શું અને કેવા બદલાવ લાવી શકશે…

શરૂઆત કરી છે ગુરુ મહિમાથી…

હનુમાન ચાલીસાની શરૂઆત ગુરુ મહિમાથી થઈ છે.

image source

श्रीगुरु चरन सरोज रज,
निज मनु मुकुरु सुधारि।

અર્થ – હું મારા ગુરુના પગની ધૂળથી મારા મનનો અરીસો સાફ કરું છું. ચાલીસાની પ્રથમ ચોપાઈની પહેલી પંક્તિમાં ગુરુનું મહત્વ લખેલું છે. જો જીવનમાં કોઈ ગુરુ ન હોય તો, કોઈ તમને આગળ વધારી શકે નહીં. ફક્ત ગુરુ જ તમને સાચો રસ્તો બતાવી શકે છે.

તેથી જ તુલસીદાસે લખ્યું છે કે ગુરુના ચરણની ધૂળથી હું મનનો અરીસો સાફ કરું છું. આજના યુગમાં, ગુરુ આપણા માર્ગદર્શક પણ બની શકે છે. માતાપિતાને પ્રથમ ગુરુ કહેવામાં આવ્યા છે. તે સમજવું પણ મહત્વપૂર્ણ છે કે ગુરુ, એટલે કે વડીલોનો આદર કરવો જરૂરી છે. જો તમારે પ્રગતિના માર્ગ પર આગળ વધવું હોય તો નમ્રતા સાથે વડીલોનું સન્માન કરો.

ડ્રેસ-અપ ની કાળજી લો…

ચાલીસા એક ચોપાઈ આ પ્રકારની છે જેમાં વસ્ત્રસજ્જા, આભૂષણ અને વાળની સંભાળ વિશે ખ્યાલ રાખવાનું જણાવ્યું છે.

image source

कंचन बरन बिराज सुबेसा,
कानन कुंडल कुंचित केसा।

અર્થ – તમારા શરીરનો રંગ સોનાની જેમ ચળકતો છે, સારા કપડાં પહેરે છે, કાનમાં કુંડળ છે અને વાળની બરાબર માવજત લેવાયેલ છે.

આજના યુગમાં, તમારી પ્રગતિ તમે કેવી રીતે જીવો છો અને કેવી રીતે રહો છો તેના પર પણ નિર્ભર છે. તમારા વ્યક્તિત્વના દેખાવની પહેલી છાપ સારી હોવી જોઈએ.

જો તમે પણ ખૂબ હોશિયાર છો પણ સારી રીતે જીવતા નથી તો આ વસ્તુ તમારી કારકિર્દીને અસર કરી શકે છે. તેથી, હંમેશાં સારી રીતે જીવનનિર્વાહ કરો અને સારા વસ્ત્ર પહેરો જેથી તમારા વ્યક્તિત્વનો તમે સારો દેખાવ કરી શકો.
માત્ર ડિગ્રીથી કામ નથી બનતું, જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે…

image source

बिद्यावान गुनी अति चातुर,
राम काज करिबे को आतुर।

અર્થ – જો તમે વિદ્વાન છો, ગુણોની ખાણ છો, હોંશિયાર છો. તો હંમેશાં રામ માટે કામ કરવા આતુર રહો.

આજે, સારી ડિગ્રી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ચાલીસા કહે છે કે માત્ર ડિગ્રી મેળવીને તમે સફળ થશો નહીં. જેથી જ્ઞાન પ્રાપ્ત કરવા સાથે, તમારે તમારા ગુણોમાં પણ વધારો કરવો પડશે, તમારે તમારી બુદ્ધિમાં પણ હોંશિયાર બનવું પડશે. હનુમાનજીમાં આ ત્રણે ગુણો છે, તે સૂર્યનો શિષ્ય છે, સદ્ગુણ અને હોંશિયાર પણ છે.

image source

સારા શ્રોતા બનો…

प्रभु चरित सुनिबे को रसिया,
राम लखन सीता मन बसिया।

અર્થ – જો તમને રામ ચરિતની કથા સાંભળવામાં રસ છે, તો રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વસે છે.

તમારી પ્રાથમિકતા ગમે તે હોય, તમારો વ્યવસાય શું છે એ મુજબ તમારે વિચાર, વાણી અને વર્તનમાં રામ હોવા જોઈએ એટલે કે, તમારે ફક્ત બોલવામાં જ નહીં, સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. સારા શ્રોતા બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે સાંભળવાની કળા નથી, તો તમે ક્યારેય સારા નેતા બની શકતા નથી.

image source

ક્યાં, કેવી રીતે વર્તવું, આ જ્ જ્ઞાન મહત્વપૂર્ણ છે…

सूक्ष्म रुप धरि सियहिं दिखावा,
बिकट रुप धरि लंक जरावा।

અર્થ – સીતાએ તમારા નાના સ્વરૂપને અશોક વાટિકામાં જોયા. અને લંકાને સળગાવતી વખતે તમે એક મોટું સ્વરૂપ ધારણ કર્યું.

ક્યારે, ક્યાં, કયા સંજોગોમાં, પોતાનું વર્તન કેવી રીતે કરવું, આ કળા હનુમાનજી પાસેથી શીખી શકાય છે. જ્યારે અશોક વાટિકામાં સીતાને બગીચામાં મળ્યા, ત્યારે તે તેને એક નાના વાનરની જેમ મળ્યા અને જ્યારે લંકામાં આગ પ્રગટાવવામાં આવી ત્યારે તેમણે પર્વતનું રૂપ લીધું. ઘણીવાર લોકો નક્કી કરી શકતા નથી કે ક્યારે કોની સામે કઈરીતે હાજર થવું.

image source

સારા સલાહકાર બનો…

तुम्हरो मंत्र बिभीसन माना,
लंकेस्वर भए सब जग जाना।

અર્થ – વિભીષણે જ્યારે તમારી સલાહને અનુસરી, તો તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું વિશ્વ જાણે છે.

હનુમાનજી જ્યારે માતા સીતાની શોધમાં લંકા ગયા અને ત્યાં વિભીષણને મળ્યા. વિભીષણને રામ ભક્ત તરીકે જોઈને તેમણે તેમને રામને મળવાની સલાહ આપી. વિભીષણ પણ તે સલાહને અનુસરીને રાવણના અવસાન પછી, તેમને રામ દ્વારા લંકાના રાજા બનાવવામાં આવ્યા.

કોને, ક્યાં, અને શું સલાહ આપવી તે સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને અપાયેલી સલાહથી ફક્ત તેનો ફાયદો થતો નથી, તે તમને પણ ક્યાંક ફાયદો પહોંચાડે છે. એવું જરૂરથી માની શકાય છે.

image source

આત્મવિશ્વાસનો અભાવ ન હોવો જોઈએ…

प्रभु मुद्रिका मेलि मुख माही,
जलधि लांघि गए अचरज नाहीं।

અર્થ – તમે તમારા મોંમાં રામ નામની વીંટી મૂકીને તમે સમુદ્ર પાર કર્યો છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી.

જો તમારી જાત ઉપર અને તમારા આરાધ્ય દૈવીય શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તો પછી તમે કોઈપણ મુશ્કેલ કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકો છો. આજના યુવાનોમાં એક ખામી એ છે કે તેમનો વિશ્વાસ ઈશ્વરીય શક્તિ ઉપરથી તૂટી ગયો છે. આપણે આજના યુવાનોમાં આત્મવિશ્વાસનો પણ ઘણો અભાવ જોઈએ છીએ. તેઓ ખૂબ જ જલ્દી નિરાશ થઈ જાય છે. જીવનની સ્પર્ધામાં આત્મવિશ્વાસનો અભાવ બહુ જોખમી બાબત છે. તમારી જાત ઉપર પૂરો વિશ્વાસ રાખો, સફળતા જરૂર મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ