આ ભારતીય દાદીએ એક એવું કામ કર્યું કે જેથી આખા ગામની શકલ જ બદલાઈ ગઈ

આ ભારતીય દાદીએ એક એવું કામ કર્યું કે જેથી આખા ગામની શકલ જ બદલાઈ ગઈ

image source

દાદી.. બસ આ બે શબ્દોમાં ઘણું બધું આવી જાય. રાત્રે બાળકોની વાર્તા સંભળાવીને સુવડાવવાના હોય કે પછી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ઘર-પરિવાર ના સભ્યોને પેટ ભરીને જમાડવાના હોય દાદી ઘરમાં હોય એટલે બધું જ થઈ જાય. ખાસ કરીને ગુજરાતી પરિવારમાં દાદી નું એક વિશેષ મહત્વ હોય છે.

image source

પરંતુ આજે અમે તમને એક એવા દાદી નો પરિચય કરાવીશું જે માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ આખા ગામ માટે પોતાનું યોગદાન આપ્યું છે. અને તેમના આ પ્રયાસથી આખા ગામની શકલ જ બદલાઈ ગઈ છે.

image source

વાત છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના એક નાનકડાં ગામડામાં રહેતા પ્રભાદેવીની. ૭૬ વર્ષની ઉંમરના પ્રભાદેવી ગામમાં સૌને વ્હાલા દાદી છે. તમે નહીં માનો પણ આ દાદીએ એવું કામ કર્યું છે છે માત્ર ગામની જ નહીં પરંતુ પ્રકૃતિની પણ ઉત્તમ સેવા છે.

image source

પ્રભાદેવી એ થોડા વર્ષો પહેલા વૃક્ષો વાવવાની નાનકડી શરૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે પ્રભાદેવી ના ગામમાં નાનકડા જંગલ જેવું કુદરતી વાતાવરણ ઉભું થઇ ગયું છે. આ દાદીએ અત્યાર સુધીમાં લગભગ ૫૦૦ જેટલા વૃક્ષો વાવ્યા છે. એટલું જ નહીં વૃક્ષો વાવ્યા બાદ તેમની સાર સંભાળ પણ બરાબર રાખી છે.

image source

આજે જ્યારે દુનિયાભરમાં પ્રદૂષણ એ માથાનો દુખાવો બની રહ્યું છે ત્યારે દાદી નો આ પ્રયાસ અત્યંત સરાહનીય અને પ્રેરણાદાયક છે. પ્રભાદેવી નો એક પૌત્ર અતુલ જેની ઉંમર 25 વર્ષ છે જણાવે છે કે મારા દાદી આજે ૭૬ વર્ષની ઉંમરે પણ સવારે વહેલા પાંચ વાગ્યે ઉઠી જાય છે અને પોતાના રાબેતા મુજબના કામમાં લાગી જાય છે. આવી ગયાતેઓ કહે છે કે 25 વર્ષની ઉંમરમાં તેઓએ ક્યારેય પોતાના દાદીને નવરાધૂપ થઈને બેસેલા નથી જોયા તેઓ હંમેશાં કોઈક ને કોઈક કામ કરતા જ રહે છે.

image source

પ્રભાદેવીની આ પ્રકૃતિસેવાની વધુ એક ખાસિયત એ છે કે આ દાદીએ ક્યારેય કોઈ છોડ મૂળિયાં સહિત નથી ઉખેડયું. તેઓ જ્યારે પોતાના પશુ માટે ઘાસ કાપવા જાય ત્યારે પણ તેઓ ઘાસને ઉપર-ઉપરથી જ કાપે છે.

આજુબાજુના લોકોના કહેવા અનુસાર પ્રભા દાદીએ ઉગાવેલા લગભગ બધા જ છોડ વિકાસ પામીને વૃક્ષ બન્યા છે. પ્રભાદેવીના આ નાનકડા જંગલમાં અનેક અનેક પ્રકારની લીલોતરી જોવા મળે છે.

image source

આ જંગલમાં ફળદાર વૃક્ષો જ્યારે ફળ આપે છે ત્યારે દાદી તેને બજારમાં વેચવાને બદલે આડોશ-પડોશમાં જ વહેંચી તેઓ પાસેથી પૈસા નથી લેતા પણ પૈસાને બદલે કઇંક આપ્યાનો આનંદ મેળવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ