અક્ષય કુમાર જેવી બોડી બનાવવી છે? તો વાર કર્યા વગર જલદી વાંચી લો આ આર્ટિકલ

અક્ષય કુમાર પ્રોટીન શેક્સ તેમજ અન્ય પૂરક ખોરાક લેવાની સ્પષ્ટ ના પાડે છે – જાણો શા માટે

image source

જો તમે તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાતને પૂરી કરવા માગતા હોવ તો તમને જણાવી દઈએ કે સ્વસ્થ જીવનશૈલી તેમજ સ્વસ્થ અને ફીટ શરીરનો જીવતો જાગતો બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર પ્રોટીન શેક્સ તેમજ પૂરક ખોરાક એટલે કે સપ્લીમેન્ટ્સનો વિરોધી છે. તે તમને તે લેવાની સીધી જ ના પાડે છે.

આજે 51 વર્ષની ઉંમરે તમે અક્ષય કુમારની ફીટનેસ કોઈ 21 વર્ષના યુવાન જેવી જોઈ શકો છો. તે પોતાના દીવસના રુટીનને તો સંપૂર્ણ શીશ્તબદ્ધ રાખે જ છે પણ આ ઉપરાંત પણ તે અવારનવાર તમને ઘણા બધા જીવનજરૂરિયાત પાઠો શીખવાડતો જાય છે. તે સવારે વહેલા ઉઠે છે, વહેલા ઉઠીને તે વર્કાઉટ કરે છે યોગ્ય ખોરાક લે છે અને યોગ્ય રીતે વ્યાયામ કરે છે. જો તમારે કોઈ એક્ટરની જીવશૈલી અપનાવવી હોય તો અક્ષય કુમાર સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે નથી.

image source

અક્ષય કુમાર એક સંપૂર્ણ એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવે છે

તમે અવારનવાર અક્ષય કુમારની સાથે કામ કરતાં લોકોના મોઢે સાંભળ્યું જ હશે કે અક્ષય એક શીશ્તબદ્ધ જીવન જીવે છે. તે રાત્રે વહેલો સુઈ જાય છે અને સવારે વહેલો ઉઠે છે. તેના આ રુટીનમાં ક્યારેય કોઈ જ ફરક નથી પડતો. તેની આ આદતો અને બીજી ઘણી બધી સ્વસ્થ આદતોએ તેના જીવનને સ્વસ્થ બનાવવામાં મદદ કરી છે. થોડા સમય પહેલાં અક્ષયે એક ઇન્ટર્વ્યૂમાં પોતાની સ્વસ્થા પાછળ જવાબદાર કેટલાક રહસ્યો છતાં કર્યા હતા. જેમાં તેના વર્કાઉટ તેમજ ડાયેટ બીલકુલ સરળ હતા.

image source

અક્ષયના ટોન્ડ બોડી પાછળ છૂપાયેલું છે આ રહસ્ય

જો તમને એવું લાગતું હોય કે અક્ષય કુમારના ટોન્ડ એટલે કે સ્નાયુબદ્ધ શરીરને આકારમાં રાખવા માટે તે કલાકોના કલાકો જીમમાં વિતાવે છે અને નિયમિત પ્રોટીન શેક્સ લે છે તો તમે ખોટું વિચારી રહ્યા છે. અક્ષય જણાવે છે કે તે સંપૂર્ણ રીતે પુરક ખોરાક કે જેને સપ્લીમેન્ટ્સ કહેવાય છે તે અને અને પ્રોટીન શેકનો વિરોધી છે. તે ઘરે બનાવેલા ખોરાક તેમજ દેશી ખોરાકની શક્તિ પર વધારે વિશ્વાસ ધરાવે છે.

તે આ વિષે જણાવે છે, ‘આજના યુવાનોમાં પ્રોટીન શેક્સ અને અન્ય સપ્લીમેન્ટ્સ લેવાની એક સંસ્કૃતિ વિકસી રહી છે. હું તેનો તદ્દન વિરોધી છું અને મને તે નથી સમજાતું કે તેઓ તે શા માટે લે છે. લોકો ઘી, દૂધ, દહીં, લસ્સી લેવાનું ભુલી ગયા છે તેઓ ઘરે બનાવેલો ખોરાક પણ નથી લેતા.’

image source

ફેડ ડાયેટને કહો બાઈબાઈ અને વર્કઆઉટ કરવા લાગો

અક્ષય પોતાના તે ફેન્સને પણ ચેતવણી આપે છે કે જેઓ વજન ઘટાડવા માટે ફેડ ડાયેટ્સનો સહારો લે છે. તે સ્પષ્ટપણે કહે છે કે જે લોકો વજન ઉતારવા માટે ફેડ ડાયેટ અપનાવે છે તેમણે તે આદત છોડી દેવી જોઈ અને વર્કાઉટ કરવું જોઈએ, ‘ફેડ ડાયેટનો ઉપયોગ કરીને તેઓ ઝડપથી વજન ઘટાડે છે અને તેઓ તેને જ યોગ્ય રીત સમજે છે. પણ તેઓ તે ભુલી જાય છે કે તેની સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ જોડાયેલી છે. કોઈ જ શોર્ટકટ નથી. દરેક વસ્તુ માટે તમારે પરિશ્રમ કરવો જ પડે છે. જો તમે કેટલાક સમય દરમિયાન વજન વધારો છો, તો તેટલા જ સમય દરમિયાન તમારે વજન ઘટાડવાનું છે.’

image source

સેલેબ્રીટીના વર્કાઉટને આંધળુકિયા થઈને અનુસરવાનું ટાળો

ઘણા બધા સેલેબ્રીટી સોશયિલ મિડિયા દ્વારા ફીટનેસ ટીપ્સ આપતા હોય છે ડાયેટ પ્લાન્સ જણાવતા હોય છે પણ બીજી બાજુ અક્ષય કુમાર જણાવે છે કે લોકોએ સેબેબ્રીટી પાછળ ગાંડા નથી થવાનું અને તેમના વર્કાઉટનું આંધળુ અનુકરણ પણ નથી કરવાનું.

સર્વગ્રાહી (holistic) જીવનશૈલી અપનાવો તે જ એક ઉપાય છે

image source

અક્ષય કુમારનું માનવું છે કે એવી જીવનશૈલી અપનાવવી જે તમને સર્વગ્રાહી રીતે સ્વસ્થ બનાવે પાતળા બનાવે તે જ એક સારું ડાયેટ અથવા કહો કે ફીટનેસ પ્લાન છે અને તેને જ લોકોએ ફોલો કરવો જોઈએ. આ બાબતે અક્ષય જણાવે છે, ‘ઘણા બધા લોકો જે તે સ્ટાર્સને પ્રોડક્ટ યુઝ કરતાં જુએ છે અને પછી તે પ્રોડક્ટ તરફ આકર્ષાય છે. તેઓ એવું વિચારે છે કે તે જ યોગ્ય રીત અને વસ્તુ છે. પણ હું તેવું નથી વિચારતો. શા માટે આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો પણ શા માટે કુદરતે આપેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો !’

અક્ષય પોતાના ફેન્સને સલાહ આપે છે

image source

અક્ષય પોતાના ફેન્સને વર્કાઉટ બાબતે મોટીવેટ કરવા માટે જણાવે છે. તેને તમારે તમારી જાતે જ શોધવાનું છે અને તે તમારે સોશિયલ મિડિયા પર નથી શોધવાનું ! જ જો તમે વર્કઆઉટને કોર તરીકે ટ્રીટ કરતા હોવ, તો તે તમને ક્યારેય મદદ નહીં કરે !, ‘વ્યાયામને જ્યારે તમે બળજબરી પૂર્વક કરો ત્યારે તે મદદ નથી કરતો. તે તમારી અંદરથી પ્રેરિત હોવું જોઈએ. જો તમને વ્યાયામથી ખુશી મળતી હોય, તો તમને તેનાથી ભાર નહી લાગે. તેના માટે ઘણા બધા રુલ્સ અને રેગ્યુલેશન છે. આપણે ક્યારેય કોઈને પણ તે માટે દબાણ ન કરવું જોઈએ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ