તમારી આસપાસ આવા ઘણા વ્યક્તિઓ હશે, તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે તેમના સંઘર્ષ વિષે જાણવાનો…

ફોન રાખી અને હું ઓટો રીક્ષા ની રાહ જોવા લાગ્યો અને થોડી જ વાર માં એક રીક્ષા મારી પાસે આવી ને ઉભી હું બેસી ગયો અને કહ્યું “અંધેરી ઈસ્ટ”. રીક્ષા ચાલવા લાગી અને હું મારા ફોન માં મેસેજીસ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો ઓફિસ ના કામ વિશે.

Man with smart phone

પણ થોડી વાર થઇ ત્યાં તો રસ્તા માં ઘણો ટ્રાફિક હતો અને મારી રીક્ષા ને પણ ઉભવું જ પડ્યું હું આજુ બાજુ જોઈ ને વિચારતો હતો કે કેટલા બધા લોકો આ શહેર માં રસ્તા માં જ જીવન વિતાવી દેતા હશે અને અચાનક આગળ ના અરીસા માંથી મારી નજર રીક્ષા વાળા ડ્રાઈવર તરફ પડી. આમ તો લગભગ હું રોજ રીક્ષા થી જ ઓફિસે જતો તો રોજ નવા નવા રીક્ષા વાળા ને જોયા હતા પણ આ ડ્રાઈવર નો ચહેરો થોડો અલગ લાગ્યો, ઉમર હશે પચાસ પંચાવન ની આસપાસ અને ચહેરા પર ની કરચલી એને જીવનભર કરેલા વૈતરાં ની ચાડી ખાતી હતી. મેં સમય પસાર કરવા એમ જ પૂછ્યું “કેટલી વાર માં પોહચી જશુ કાકા?” એ બોલ્યો “સાહેબ ચાલીસ મિનિટ થઇ જશે.”


‘સાહેબ’ એ વિશેષણ મને જરા ખટક્યું કારણ કે એ ભાઈ લગભગ મારી પિતા ની ઉમર ના જ હશે અને ખાલી મારા થી ઓછા પૈસા કમાય છે એટલે મને સાહેબ કહે છે આ પદ્ધતિ આપણા સમાજ માં પૈસા થી માન મળે એનો શ્રેષ્ઠ દાખલો પૂરો પાડે છે. ટ્રાફિક ઓછો થતા રીક્ષા આગળ ચાલી અને એ કાકા રડવા લાગ્યા થોડી વાર તો એને છુપાવવા ની કોશિશ કરી પણ કોશિશ એટલી સફળ ગઈ નહીં. “શું થયું કાકા? કેમ રડો છો?” મેં પૂછ્યું. એમને આંખો સાફ કરી અને બોલ્યા. “સાહેબ મારો નાનો ભાઈ ગુજરી ગયો છે હમણાં જ એટલે રડાઈ જાય છે.”


મને પણ થોડું દુઃખ થયું, મેં પૂછ્યું “કેટલા દિવસ થયા?” “બસ હમણાં જ 5.30 વાગ્યે સાહેબ” મેં ઘડિયાળ માં જોયું તું છ અને વીસ થઇ હતી અને અંદર થી મને થોડો ગુસ્સો આવ્યો કે ખાલી પૈસા માટે ભાઈ ના મૃત્યુ ને ય પાછળ મૂકી ને આ માણસ રીક્ષા ચલાવવા મંડ્યો અને એ ય બસ એક કલાક એ ય પુરી નથી થઇ ત્યારે પણ હું ચૂપ રહ્યો. “સાહેબ છેલ્લા પંદર દિવસ થી દવાખાને દાખલ હતો.


અમારું સંયુક્ત કુટુંબ છે, મારા માતા પિતા અમે બંને ભાઈ ઓ બંને ની પત્ની ઓ અને ત્રણ છોકરાઓ એક જ ઘર માં રહીયે છીએ. હું અને મારો નાનો ભાઈ બંને રીક્ષા ચલાવીએ અને ઘર નું ગુજરાન ચાલતું હતું. પણ વીસેક દિવસ પેહલા મારા ભાઈ ને સખત તાવ આવ્યો, દવા પણ લીધી ઘર ની નજીક વાળા ડૉક્ટર પાસે થી પણ સારું ના થયું તો મોટી હોસ્પિટલ માં ગયા. ત્યાં ડૉક્ટર એ કહ્યું સારું થઇ જશે પણ થોડો ખર્ચો થશે. મેં કીધું તમે ખર્ચ ની ચિંતા ના કરો મારા ભાઈ ને સાજો કરી દો.


પેહલા તો થોડા ઘણા ઘર માં બચાવેલા રૂપિયા હતા એ ખર્ચ્યા પછી થોડી ઘણી ઉધારી પણ લીધી તો ય દવાખાનાં માં વધારે પૈસા ની જરૂર હતી તો મેં ઘર અને બેય રીક્ષા પણ ગીરવે રાખી દીધી બધું કર્યું સાહેબ પણ તો ય આજ સાંજે મારો ભાઈ…….” એ જોર જોર થી રડવા મંડ્યો. “ચિંતા ના કરો કાકા બધું સારું થઇ જશે” મને ખબર નહોતી કેમ સારું થશે બધું તો પણ મેં આશ્વાશન આપ્યું.


“અત્યારે ઘરે એનો મૃતદેહ લઇ આવ્યા પણ અંતિમ ક્રિયા ની વસ્તુ લેવા ના ય પૈસા નથી અત્યારે ઘર માં સાહેબ એટલે હું રીક્ષા લઇ ને નીકળ્યો કોઈ ભાડું મળી જાય તો અંતિમ ક્રિયા પુરી કરી શકું” એ બોલ્યો અને આંખ માં ફરી પાણી આવી ગયું. મારી ઓફિસ આવી ગઈ હતી મેં નક્કી કર્યું કે હું થોડી પૈસા ની મદદ કરીશ એને સારું લાગશે, મેં મીટર જોયું તો એકસો દસ રૂપિયા થયા હતા મેં એક સો અને બીજી પાંચસો ની નોટ એને આપી.


એને કીધું “સાહેબ તમારા એકસો ને દસ રૂપિયા જ થયા છે.” મેં કહ્યું “રાખો આ પૈસા તમારે જરૂર છે તો હું મારા થી બને એટલી મદદ કરૂ.”

એને મને જવાબ આપ્યો “બેટા તે મારુ દુઃખ સાંભળ્યું ને એ જ મોટી મદદ કરી કહેવાય પૈસા તો હું મજૂરી કરી ને કમાઈ લઈશ આવજે.” એ ઓટો રીક્ષા નજર સામે થી ગઈ નહિ ત્યાં સુધી હું બસ જોતો જ રહ્યો.


લેખક : જતીન હુંબલ

મિત્રો, જો ઉપરવાળા એ તમને લાખો ગરીબો કરતા થોડા પણ અમીર બનાવ્યા હોય તો બીજા ના દુઃખ માં સહભાગી બનજો…એક અદભૂત આનંદ મળશે…!!