બનાના વર્મેસીલી કસ્ટર્ડ – ઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ ડેઝર્ટ ખાવા મળી જાય તો બીજું શું જોઈએ.

ઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ ડેઝર્ટ ખાવા મળી જાય તો બીજું શું જોઈએ. અત્યારે આપણે બધા જ રોજ કઈ ને કઈ ઠંડુ બનાવી ને કે બહાર થી બનાવી ને ખાતા જ હોઇશુ. તો ચાલો આજે આપણે બનાવીશુ બનાના વર્મેસીલી કસ્ટર્ડ – જે બનાવવા માં એકદમ સરળ અને ખાવા માં એકદમ ટેસ્ટી. તો ચાલો પેહલા સામગ્રી અને રીત જોઈ લઈએ.

૧ લીટર – ફૂલ ફેટ દૂધ

૨ ચમચી – ઘી

૧ કપ – ઘઉં ની વર્મેસીલી

૨-૩ ચમચી – ખાંડ.

૧/૨ કપ – કાતરેલી બદામ

૨-૩ કેળા

૧ ચમચી – કસ્ટર્ડ પાવડર

દાડમ ના દાણા


સૌ પ્રથમ એક પેન કે કોઈ પણ વાસણ માં ઘી ગરમ કરો , તેમાં કાતરેલી બદામ નાખી અને વર્મેસીલી નાખો તેને ઘી માં સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.


પછી તેમાં દૂધ ઉમેરી દો અને એક ઉંફણ આવે ત્યાં સુધી ઉકાળી અને ૫ મિનિટ જેવું હલાવો. હવે તેમાં ખાંડ નાખી દો. હવે ૧ કપ જેટલું ઠંડુ દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાવડર નાખી બરાબર હલાવો એક પણ ગાંઠ ના રેહવી જોઈએ અને પછી તેને ઉકળતા દૂધ માં નાખી મિક્સ કરી અને થોડી વાર હલાવો.


હવે દૂધ ને એક મોટા વાસણ માં લઇ અને બહાર જ એમનમ ઠંડુ થવા દેવું. ઠંડુ થાય એટલે એક કલાક ફ્રિજ માં મૂકી દો.


પછી સર્વિંગ બાઉલ કે ગ્લાસ માં કાઢી ઉપર થી જીણું સમારેલું કેળું નાખો , દાડમ ના દાણા નાખો . અને ઠંડુ જ સર્વ કરો.


તમે બપોરે લંચ માં કે ડિનર પછી પણ આ ડેઝર્ટ ની મજા લઇ શકો, અને હા સવારે બ્રેકફાસ્ટ તરીકે પણ લઇ શકો.

નોંધ :


વર્મેસીલી ઘઉં ની જ લેવી તમારે ખાંડ ના નાખવી હોય તો તમે એ સ્ટેપ ને સ્કિપ કરી દો , અને જયારે સર્વ કરો ત્યારે ઉપર થી તમારા સ્વાદ પ્રમાણે મધ નાખી ને પણ ખાઈ શકો.


રોઝ ની ફ્લેવર જોઈતી હોય તો ઠંડુ થાય પછી ૧-૨ ચમચી રોઝ સીરપ ઉમેરો. ૧ કલાક ફ્રિજ માં રાખવા નો નોર્મલ ટીમે આપ્યો છે. પણ જો તમે સવારે બનાવ્યું હોય અને બપોરે કે પછી સાંજે ખાવું હોય તો બનાવી ને ફ્રિજ માં જ રહેવા દેવું. કેળા ને ખાવા ટાઈમે જ કાપી ને નાખો. અગાઉ થી કાપી ને મિક્સ ન કરવા.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

વિડીઓ જોઇને શીખો આ સરળ રેસીપી.