જાણો બૃહસ્પતિને જ શા માટે પહેરાવવામાં આવે છે પીળા કપડા…

જીવનમાં રંગોનું એક અલગ જ મહત્વ છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે રંગોનું બરાબર સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. રંગ આપણને ક્યારેક હસાવે છે તો ક્યારેક દુખી પણ કરે છે. રંગ આપણા વિચારોને પ્રભાવિત કરે છે તે આપણી સફળતા તેમજ નિષ્ફળતાનાં કારક પણ બને છે. તમે જાણો છો કે ગુરુવારે પીળો જ રંગ શામાટે પહેરાય છે? બૃહસ્પતિ વારનાં દિવસે ભગવાન વિષ્ણુ અને સાંઈબાબાની આરાધના કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે. એટલે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે પીળો રંગ પહેરે છે.જ્યોતિષમાં બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. તેને ગુરુ પણ કહેવામાં આવે છે. કારણ કે આ ગ્રહ આકારમાં બધા ગ્રહોથી મોટો છે. એટલે બૃહસ્પતિ વારે ગુરુની પૂજા અને પીળા રંગનું ખાસ મહત્વ છે. પીળા રંગને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. આ સાદગી અને નિર્મળતાનું પ્રતિક છે. બૃહસ્પતિને પીળી ધાતુ જેમ કે ત્રાંબુ અને સોનાથી જોડીને જોવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પસંદ છે જેનાથી જો તમે બૃહસ્પતિવારે પીળા કપડા પહેરીને નિકળો છો તો તમારા પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ કન્યાનાં વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો તેને બૃહસ્પતિવારે પીળા રંગનાં કપડા પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ.

શામાટે પહેરે છે લોકો પીળા કપડા? #પીળો રંગ સાદગી અને નિર્મળતાનું પ્રતિક હોય છે. એટલે હિંદુ ધર્મમાં પીળા કપડા પહેરવાની રીત છે જેને દરેક વ્યકિત માને છે.

# ઘણીવાર પૂજા પાઠમાં પણ પીળા રંગનાં કપડા પહેરવામાં આવે છે કારણ કે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે જેના ચાલતા પૂજા પાઠમાં પીળા રંગનાં કપડા પહેરવામાં આવે છે.# હિંદુ ધર્મમાં આને શુભ માનવામાં આવે છે ત્યાં જ ફેંગશુઈમાં આને આધ્યાત્મિક રંગ કહેવામાં આવ્યો છે. આધ્યાત્મિક એટલે કે આત્મા અને આધ્યાત્મથી જોડવા વાળો રંગ જણાવવામાં આવ્યો છે. # આખા વિશ્વને ઉર્જા સૂર્યદેવ આપે છે અને તેમનો રંગ પણ પીળો જ છે. આટલું જ નહિ પીળા રંગને સૂર્યનાં પ્રકાશ,ઉષ્મા અને શક્તિનું પ્રતિક માનવામાં આવ્યો છે. ખુદને ઉર્જાવાન બનાવવા માટે તમે પણ પહેરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ