હોસ્પિટલમાં આ લોકો સાથે બનેલી ઘટના જાણીને તમારા રૂવાડા ઉભા થઈ જશે

સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હવે સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ મેડિકલ સુવિધા પણ જવાબ દેવા લાગી છે. ક્યાંક ઓક્સિજનની અછત છે તે ક્યાંક વેન્ટિલેટર તો ક્યાંક લોકોને બેડ જ નથી મળી રહ્યા. હાલની પરિસ્થિતિને કારણે સામાન્ય લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણે હાલમાં દેશમાં રોજના હજારો લોકોના મોત થઈ રહ્યા છે. જેથી દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે હોસ્પિટલોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે ગંભીરમાં ગંભીર દર્દીઓ માટે પણ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નથી થઇ શકતી.

image source

તો બીજી તરફ આ મહામારી વચ્ચે પણ કેટલીક હોસ્પિટલો દર્દીઓને લૂંટી રહી હોવાની વાત સામે આવી રહી છે. જેમાં સૌથી તાજેતરની ઘટના કણાંટકના મૈસૂરથી સામે આવી છે. આ ઘટના અંગે વાત કરીએ તો પોલીસે એક નર્સને રેમડેસિવિર ઇંજેકશનની શીશીમાં ખારાં પાણીમાં એન્ટીબાયોટિક મેળવીને વેચવાના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલો સામે આવતા સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો. નોંધનિય છે કે આ અંગે મૈસૂર પોલીસે કહ્યું હતું કે રેમડિસિવરની ભારે અછત ઉભી થવાને કારણે જમાખોરી અને કાળાબજારને રોકવા માટે અભિયાન ચાલી રહ્યું હતું. જે અંતર્ગત આ વાત સામે આવી રહી છે.

image soucre

નોંધનિય છે કે, મૈસૂર પોલીસા જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ તપાસ કરતી વખતે એક નર્સ પાસેથી શીશી મળી આવી હતી. હોસ્પિટલમા ચેકીંગના રૂપિયા લેવાતા હતા છતા બેડની કોઇ વ્યવસ્થા જોવા મળી ન હતી. તો બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે હોસ્પિટલના કાળાબજાર અને લૂંટનો આ એક માત્ર કેસ નથી. આવી જ ઘટના બિહારમાં પણ સામે આવી છે. બિહારના ભાગલપુરમાં તો કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર જ નથી મળતી. તમને જણાવી દઈએ કે ભાગલપુરમાં મંગળવારે જયારે એક વેપારી અને તેની પત્ની બિમાર સાસુ-સસરાંને લઇને એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા તો અહીં પેથોલોજીની તપાસના નામ પર 11000 રૂપિયા લેવામાં આવ્યા અને બેડ નહીં હોવાનું કહીને ઘરે જ આઇસોલેશનમાં રાખવાની ભલામણ કરવામાં આવી. આમ તકનો લાભ લઈને હાલમાં ઘણા ડોક્ટરો લોકોને લૂંટી રહ્યા છે.

image source

તો બીજી તરફ બિહારની આ મહિલાએ કહ્યું કે, હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઘરે આઇસોલેશનમાં રહો અને હોસ્પિટલના ડોકટરો ઘરે આવીને દેખરેખ કરતા રહેશે. નોંધનિય છે કે, આટલા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ સાસુ-સસરાને કોરોના છે કે નહીં તેની ખબર પડી નથી. ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં એંટીજન ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે બનેં કોરોના સંક્રમિત છે. ત્યાર પછી તેમને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી.

image source

તમને જણાવી દઊએ કે આવો જ એક બનાવ યુપીમાંથી પણ આવ્યો છે. જ્યાં નોઇડામાં આવેલી એક હોસ્પિટલમાં એક વૃદ્ધનું કોરાને કારણે મોત થયું હતું. આ અંગે પરિવારજનોએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે હોસ્પિટલના કર્મચારીને રેમડિસિવિર ઇંજેકશન પેટે 32400 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાયા હતા પણ વૃધ્ધને રેમડિસિવિર ઇંજેકશન આપવામાં જ ન આવ્યું એટલે તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ લોકો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, લોકો પોતાનો જીવ બચાવવા લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે તો બીજી તરફ તકસાધુ લોકો પૈસા કમાવવા લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે દશભરમાં આવા તો અનેક કેસ સામે આવી રહ્યા છે જયાં કોરોના દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. નોંધનિય છે કે, સરકારે આરટી-પીઆર ટેસ્ટના 800 રૂપિયા નકકી કરેલાં છે છતા ઘણી હોસ્પિટલો 1500 રૂપિયા સુધી ચાર્જ કરી રહી છે. તો બીજી તરફ ગઈ કાલે જ નાસિકમાં ઓક્સિજન ટેન્કમાં લિક થતા 22 લોકોના કરૂણ મોત થયા હતા. હાલમાં દેશમાં ઘણા જગ્યાએ ઓક્સિજનના અભાવે લોકો દમ તોડી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!