ગુજરાતનું એક એવું ગામ જ્યાં વસ્તી 50,000 થી ઓછી પણ બેન્કમાં 5000 કરોડથી વધુ ડિપોઝીટ, જાણો ગામ વિષે..

કચ્છનું માધાપર દક્ષીણ એશિયાનું સૌથી ધનવાન શહેર ! ત્યાંના એક-એક નાગરિકના ખાતામાં છે લાખોની ડીપોઝીટ

કચ્છના મુખ્ય શહેર ભુજથી માત્ર 3 જ કિ.મી. ના અંતરે આવેલું માધાપર ગામ વિશ્વ સ્તરે ભારતને ગર્વ અપાવી રહ્યું છે. આ એક વિશાળ ગામ છે અને તે દક્ષીણ એશિયાનું સૌથી ધનવાન ગામડું છે.

image source

માધાપર ગામનું નામ માધા કાનજી સોલંકી કે જેઓ ગુજરાતના સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના હતા તેમના દ્વારા વસાવવામાં આવ્યું હતું. તેમણે આખાને આખા ધાનેટી ગામનું આ ગામમાં સ્થળાંતર કરાવ્યું હતું. પણ એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ગામની સ્થાપના કોઈ રળિયામણી ઘડીએ થઈ હશે માટે જ તો દીવસે બેગણી અને રાત્રે ચારગણિ પ્રગતિ કરી રહ્યું છે આ ગામ.

ગામના NRI લોકોએ ગામમાં અબજો રૂપિયા ઠાલવ્યા છે

image source

માધાપર ગામની વસ્તી હાલ 92 હજાર કરતાં વધારે છે. અહીંના લગભગ બધા જ ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં વસ્યો છે. અહીની બેંકમાં ગામના લોકોની ઓછામાં ઓછી 5000 કરોડ રૂપિયાની ડિપોઝીટ જમા છે. તમને આશ્ચર્ય થશે પણ આ નાનકડા ગામમાં 18 કરતાં પણ વધારે બેંકો આવેલી છે. એક ગામમાં આટલી બધી બેંક ભાગ્યે જ સમગ્ર એશિયામાં ક્યાંય જોવા મળે.

image source

માધાપર ગામના લગભગ દરેક ઘરમાં એક એનઆરઆઈ રહે છે. આ એનઆરઆઈ યુકે, યુએસએ, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, આફ્રિકા જેવા દેશોમાં અઢળક કમાણી કરીને માધાપરની બેંકોમાં રૂપિયા ઠાલવે છે. કચ્છના ભૂજમાંથી દિવસમાં ત્રણ વાર ભુજ-મુંબઈની ફ્લાઇટ ઉપડે છે. દેશનું આર્થિક પાટનગર એવું મુંબઈ પણ કચ્છી વેપારીઓથી ઉભરાઈ રહ્યું છે.

ગામના એક વ્યક્તિદીઠ સાડા બાર લાખની ડીપોઝીટ

image source

આ ગામ લાખોપતિઓનું ગામ છે. અહીં ભાગ્યે જ તમને કોઈ ગરીબ જોવા મળે. દર વ્યક્તિએ 12.50 લાખ રૂપિયાની ડીપોઝીટ અહીંની બેંકોમાં બોલે છે.

પહેલી નજરે આ કોઈ ગામડું નહીં પણ કોઈ નાનકડું સુંદર નગર જ લાગે

image source

જો તમે ભવિષ્યમાં ક્યારેય કચ્છના પ્રવાસે જાઓ અને ભૂજ જાઓ તો માધાપર ગામની મુલાકાત ચોક્કસ લેજો. અહીં તમને શહેરમાં પણ જોવા નહી મળે તેવા સુંદર વિશાળ બંગલાઓ જોવા મળશે. અહીંના રસ્તાઓ વિદેશના કોઈ ગામડા જેવા સ્વચ્છ હોય છે. અહીંના નાગરિકો માટે પીવાના સ્વચ્છ પાણી, ચોખ્ખાઈ, રસ્તાઓ, તળાવ, હોસ્પિટલ, સરકારી તેમજ પ્રાઈવેટ શાળાઓ બધી જ વ્યવસ્થા છે.

image source

અહીં 1576થી પટેલ કણબી સમાજ વસતો આવ્યો છે. અને કેહવાય છે કે જ્યારથી પટેલ કણબીઓનું આ ગામમાં આગમન થયું ત્યારથી તેની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે.

માધાપરનું બહાદૂર લોહી

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે 1971માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અહીંની 300 મહિલાઓએ માત્ર 3 જ દિવસમાં પ્લેન માટેના રનવેનું સમારકામ કર્યું હતું. અને તેમના આ જ કૃત્યને સમ્માન આપવા અહીં એક વિરાંગના સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.

image source

કચ્છના બાલડિયા ગામનો પણ દેશના પાંચ શ્રીમંત ગામોમાં સમાવેશ થાય છે

NRGs એટલે કે નોન રેસિડેન્શિયલ ગુજરાતીઝ. બેલાડિયાની લગભગ 60 ટકા વસ્તી એનઆરઆઈ લોકોની છે. તેઓ પોતાના બધા જ રૂપિયા બેંકની ડીપોઝીટમાં મુકે છે. દેનાબેંકના એક અહેવાલ પ્રમાણે માત્ર કચ્છ જિલ્લામાં એનઆરઆઈની ડીપોઝીટ 9,181 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. અને જો કચ્છના બધા જ લોકોની ડીપોઝીટ ગણવામા આવે જેમાં સ્થાનિક તેમજ એઆરઆઈનો પણ સમાવેશ થાય છે તો તે 24,353 કરોડ રૂપિયા થાય છે.

image source

બેલાડિયાના નાગરિકો મોટેભાગે કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, તાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, યુ.કે અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા છે અને ત્યાં તેઓ વેપાર ધંધો કરીને અઢળક રૂપિયાની કમાણી કરે છે.

એનઆરઆઈ પોતાના ગામ પ્રત્યે પોતાની જાતને ઋણી માને છે.

image source

યુ.કે ખાતેના કચ્છ લેવા પટેલ સમાજના પ્રેસિડેન્ટ હરીભાઈ હલાસિયાના કહેવા પ્રમાણે તેમના ગામનો એક-એક એનઆરઆઈ પોતાના ગામ પ્રત્યે પોતાની જાતને ઋણી સમજે છે અને માટે જ તેઓ ગામની બેંકોમાં કરોડો રૂપિયાની ડીપોઝીટ કરાવે છે. માધાપરના લગભગ 2500થી 3000 લોકો આજે બ્રીટેનમાં વસેલા છે જેઓ દર 3-4 વર્ષે પોતાના વતનની મુલાકાત લે છે. બ્રીટેનમાં કચ્છ માધાપર કાર્યાલય પણ સ્થાપવામાં આવેલું છે. અને અહીં દર વર્ષે સામાજીક મેળાવડો પણ યોજાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ