ઈનકા સભ્યતામાં બનેલું માચુ પિચુ નામનું શહેર આજે પણ ઇતિહાસકારો માટે રહસ્ય જ છે, જાણો રોચક માહિતી.

ઇનકા સભ્યતાઃ એક વણઉકલ્યું રહસ્ય ! આજે પણ ઇતિહાસકારો તેના રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે

image source

આપણે જેટલાં ભવિષ્યને લઈ કુતુહલગ્રસ્ત હોઈએ છીએ તેવી જ રીતે ભૂતકાળના રહસ્ય વિષે પણ તેટલી જ ઉત્સુકતા દર્શાવતા હોઈએ છીએ. ભારતીય તરીકે લોથલ, હડપ્પા વિગેરે સંસ્કૃતિઓ વિષે આપણે આપણા શાળાના અભ્યાસ દરમિયાન ઘણું બધું જાણ્યું છે. પણ માચુ-પિચ્ચુ શહેર જે હડપ્પા અને લોથલ જેવી જ હજારો વર્ષ જુની સંસ્કૃતિ છે ત્યાંના લોકો કે જેને ઇન્કા કેહવામાં આવે છે તે વિષે ઇતિહાસકારો હજુ સુધી કંઈ ખાસ જાણી નથી શક્યા.

image source

પેરુના પહાડો પર વસાવવામાં આવેલું આ અનોખું શહેર આજે પણ ઇતિહાસકારો માટે એટલા માટે અજાયબી સમાન છે કારણ કે ત્યાંની ઇમારતોના નિર્માણ માટે જે મોટા મોટા પથ્થરો વાપરવામાં આવ્યા હતા તે વજન ઉંચકવાવાળા પશુઓ, પૈડાવાળા વાહનો કે પછી ઓજારો વગર ઇનકા સભ્યતાના લોકોએ કેવી રીતે તેને પહાડો પર પહોંચાડ્યા ?

image source

માત્ર આટલું જ નહીં પણ ઇનકા સભ્યતાની તો તેમની પોતાની કોઈ લીપિ કે લેખન કળા પણ નહોતી કે નહોતું તો તેમને પૈડાનું પણ જ્ઞાન. શું આટલી પછાત સંસ્કૃતિ આવી રીતે વગર કોઈ મદદે પહાડ પર શહેર કેવી રીતે વસાવી શકે. તેમ છતાં આ 14મી સદીમાં વસાવવામાં આવેલું આ શહેર તમને જોતાં જ રહી જાઓ તેટલી સુંદર રીતે નિર્માણ પામ્યું છે.

image source

પેરુનું આ ઐતિહાસિક માચુ-પિચુ શહેર બે મોટા પહાડોની વચ્ચે આવેલું છે. આ શહેરનું નિર્માણ કહેવાય છે કે ખાસ કરીને ઇન્કાના રાજા માટે કરવામા આવ્યું હતું. અહીં એક વિશાળ સુર્ય મંદિર બનાવવામાં આવ્યું હતું અને એક ‘ત્રણ બારીવાળો ઓરડો’ નામની વિશાલ ઇમારત પણ બનાવવામં આવી હતી. આ ઉપરાંત સેંકડો ઘર તેમજ મંદીરો પણ ખરા.

image source

પણ આશ્ચર્યની વાત એ છે કે 1450 આસપાસ આ શહેરનું ઇનકા લોકોએ નિર્માણ કર્યું અને માત્ર એક જ સદી તેઓ આ શહેરમાં રહી શક્યા ત્યાર બાદ તેઓ નેસ્નાબૂદ થઈ ગયા. ઘણા લાંબા સમય સુધી દુનિયા આ સંસ્કૃતિ અને તેના ઇતિહાસથી અજાણ રહી. કોઈને પણ ખબર નહોતી કે ઇનકા નામની કોઈ સંસ્કૃતિ પણ ભુતકાળમાં અસ્તિત્ત્વ ધરાવતી હતી. પણ 1911માં અમેરિકન ઇતિહાસકાર હિરામ બિંઘમે પહાડોથી ઘેરાયેલું આ સુંદર શહેર શોધી કાઢ્યું.

image source

આ શહેરમાં નિર્માણ કરવામાં આવેલી ઇમારતોની ખાસિયત એ છે કે પ્રથમ તો ગ્રેનાઇટના ભારે વિશાળ પથ્થરો પહાડ પર કેવી રીતે પહોંચાડવામાં આવ્યા તેમજ સિમેન્ટ જેવા પદાર્થ વગર માત્ર પથ્થરએ એકબીજા સાથે એવી ચીવટથી ગોઠવવામાં આવ્યા છે કે બે પથ્થર વચ્ચે એક જીણી સોઈ પણ ન ઘૂસી શકે.

image source

અહીંનો કિલ્લો કે જેનું નામ શાકસાહુઆમાન છે તે એવા પથ્થરોથી બન્યો છે જે દરેકનું વજન ઓછામાં ઓછું 300 ટન છે. આ પથ્થરોને નક્કી કરેલા બાંધકામને અનુરુપ બનાવવા માટે કલાકો સુધી ઘસવામાં આવ્યા હતા. ઇનકા સભ્યતા ઘણી ઓછી આયુવાળી હતી તેણે જે કંઈ પણ સીખ્યું તે પોતાની આસપાસની અથવા પહેલા રહી ચુકેલી સભ્યતાઓ પાસેથી શીખ્યું હતું.

image source

અહીંના ખોદકામમાં ચીનાઈ માટીના વાસણો પણ મળી આવ્યા છે જે 1500 વર્ષ જુના છે. આ વાસણોની ખાસિયત એ છે કે તેના પર ભીખારી, કેદીઓ વિગેરે ચિત્રો કે જેને તમે કોઈ વ્યવસાય સાથે જોડી શકો તેવી તસ્વીરો પણ દોરવામા આવેલી હતી. આમ આ વાસણો ઇનકા સભ્યતાના નહીં પણ તે પહેલા ત્યાં રહી ચુકેલી સભ્યતાઓના પણ હોઈ શકે છે.

જ્યારે અમેરિકન ઇતિહાસકારે આ શહેર શોધ્યું અને ત્યાર બાદ તેના પર જે જે સંશોધનો કરવામાં આવ્યા તેમજ ત્યાં મળી આવેલા હાડપિંજરની તપાસ દ્વારા વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે અહીંના લોકો કોઈ એક જગ્યાએથી નહોતા આવ્યા પણ વિવિધ પ્રાંતમાંથી આવ્યા હતા. ઇનકા સંસ્કૃતિ પર પણ અન્ય સભ્યતાઓનો પ્રભાવ હતો. ખાસ કરીને ત્યાં મળી આવેલા વાસણોમાં પુર્વ એશિયાનો પ્રભાવ વધારે જોવા મળ્યો છે.

image source

આ વિસ્તારમાં મળી આવેલી નાજ્કા રેખાઓ ઘણી રહસ્યમયી છે જો કે આ રેખાઓને તમે નીચે રહીને નહીં પણ પ્લેન પરથી જ જોઈ શકો છો. એવું કહેવાય છે કે આ રેખાઓમાંથી કેટલીકને 1400 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. આ શોધ હજુ સીત્તેર વર્ષ પહેલાં જ કરવામાં આવી છે. જો કે જે લોકો પરગ્રહવાસીઓ તેમજ યુએફઓ પર વિશ્વાસ ધરાવે છે તેમનું એવું માનવું છે કે આ રેખાઓ યુએફઓને માર્ગદર્શન આપવા માટે બનાવવામાં આવી હશે.

કેવી રીતે માચુ-પિચુનું નિર્માણ થયું

માચુ પિચુનું નિર્માણ 1450-1460 દરમિયાન થયું હતું. તેના નિર્માણમાં ખાસ કરીને ઇનકાના મહાન શાસક પાચાકુટેક ઇન્કા યુપાંકી અને તુપાક ઇન્કા યુપાંકીનો બહોળો ફાળો રહેલો છે. આમ તો આ શહેરનું નિર્માણ માત્રને માત્ર રાજાના કુટુંબ માટે જ કરવામાં આવ્યું હતું. અને શરૂઆતમાં તેનો ઉપયોગ રોયલ સંપત્તિ તરીકે જ કરવામાં આવતો હતો.

image source

તે સમયે અહીં આ શહેરમાં કુલ 750 લોકો રહેતા હતા. જેમાંના મોટા ભાગના રાજાના સેવકો હતા અને તેઓ ત્યાં કાયમી ધોરણે રહેતા હતા. શાસક પાચાકુટેકની સંપત્તિ હોવાથી અહીં કેટલાક ધાર્મિક નિષ્ણાતો તેમજ નિષ્ણાત કારીગરો અસ્થાયી ધોરણે ત્યાં રહેતા હતા. જેમને શાસકના મનોરંજન તેમજ તેમની સ્વાસ્થ્ય જાળવણી માટે રાખવામાં આવતા હતા.

માચુપિચુમાં ખેતીનું એક અનેરુ મહત્ત્વ હતું

image source

માચુ પિચુની મોટા ભાગની ખેતી માણસો દ્વારા બનાવવામાં આવેલા ધાબાઓ પર કવરામાં આવતી હતી. માચુપિચુમાં બનાવવામા આવેલા આ ધાબાઓ ખરેખર એક ઇજનેરની કુનેહ માગી લે તેવા છે. તેના નિર્માણમાં ડ્રેનેજ, જમીનની ફળદ્રુપતા અને સાથે સાથે લેન્ડસ્લાઇડના જોખમનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અહીં મુખ્યત્વે મકાઈ અને બટાટાની ખેતી કરવામાં આવતી હતી. અહીં રાજા જ કયો પાક કરવો તેનું સુચન આપતો હતો ને જ્યારે પાક લણવામાં આવતો ત્યારે તેની વહેંચણી મંદીર, રાજ્ય તેમજ સામાન્ય જનતા વચ્ચે કરવામાં આવતી.

ઇન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરિકા ખંડમાં ઘણી બધી જગ્યાઓએ ફેલાયેલી હતી અને સ્પેનિશ હુમલાવરો દ્વારા ઘણી જગ્યાએ તેનો નાશ કરવામાં આવ્યો હતો પણ કોઈક કારણસર, બની શકે કે તેની ભૌગૌલિક સ્થિતિના કારણે માચુ પિચુ કે જે ઇન્કા કેપિટલ કુસ્કોથી માત્ર 80 કી.મી જ દૂર હતું તે સ્પેનિશ હૂમલાથી બચી ગયું હતું.

image source

પણ ધીમે ધીમે કોઈ કારણસર આપમેળે માચુપિચુમાં વસતા ઇનકા લોકો લુપ્ત થતાં ગયા. અને સદીઓ જતાં આ આખીએ જગ્યા ઘેંઘુર જંગલમાં છૂપાઈ ગઈ. માટે ઘણા લાંબા સમય સુધી આ જગ્યાને કોઈ જોઈ જ ન શક્યું. 1867માં આ જગ્યા જર્મન બિઝનેસમેન ઓગસ્ટો બર્ન્સ દ્વારા શોધી કાઢવામાં આવી હતી.

image source

માટે એવું કહી શકાય કે અમેરિકન ઇતિહાસ કાર હીરામ બિંઘમ પહેલો વ્યક્તિ નહોતો કે જેણે આ ઐતિહાસિક શહેર શોધ્યું હતું. પણ હા તેમને વૈજ્ઞાનિક સંશોધક કહી શકાય કે જેમના દ્વારા માચુપિચુ શહેર આંતરરાષ્ટ્રિય રીતે પ્રકાશમાં આવ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ