દુનિયાનું એકમાત્ર એવું શહેર જે ફ્રિજ કરતા પણ વધુ ઠંડુ છે, આશ્ચ્ર્ય થશે લોકો કેમ રહેતા હશે..

વિશ્વનું સૌથી ઠંડુ શહેર ! જ્યાં વર્ષના માત્ર 65 દિવસ જ સુર્ય દર્શન દે છે

image source

વિશ્વના આ ઠંડા શહેરનું નામ છે નોરિલ્સ્ક, જે આર્કટિક સર્કલની અંદર આવેલું છે. તે સાઇબિરિયા બર્ફિલા માં આવેલું છે. અહીં સબઆર્કટિક હવામાન હોવાથી અહીંનો શિયાળો ઘણો લાંબો અને થથરાવી મુકતો હોય છે જ્યારે અહીંનો ઉનાળો ખુબ જ નાનો અને હળવો હોય છે. અહીં વર્ષના 250થી 270 દિવસ બરફ છવાયેલો રહે છે. તેમજ અહીં વર્ષના લગભગ 110 થી 130 દિવસ બરફનું તોફાન ચાલ્યા કરે છે.

image source

અહીં વર્ષના માત્ર 65 દિવસ જ સુરજના દર્શન થઈ શકે છે જે 21 મેથી 24 જુલાઈ સુધીનો સમય હોય છે. અને ત્રીસ નવેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી અહીં સુરજ ઉગતો નથી જેને પોલર નાઇટ કહરેવામાં આવે છે. જેના કારણે અહીંના લોકોને અવારનવા ડીપ્રેશનની સમસ્યા પણ રહે છે જેને પોલર નાઇટ સિન્ડ્રોમ કહેવાય છે.

image source

જુલાઈમાં તાપમાન 25 સેલ્સિયસ સુધી ગરમ હોઈ શકે છે અને શિયાળામાં તાપમાન -23 સેલ્સિયસ સુધી પણ જઈ શકે છે. જો વર્ષ દરમિયાનની તાપમાનની સરેરાશ કાઢવા જઈએ તો તે -10 ડીગ્રી સેલ્સિયસ હોય છે.

image source

અત્યંત અસહસ્ય ઠંડું હવામાન હોવા છતાં આ શહેરની વસ્તી એક લાખ 75 હજારની છે. આ સિવાય રશિયાના બિજા શહેર યાકુત્સને પણ દુનિયાનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે પણ તેનો નંબર બીજા ક્રમે આવે છે. નોરિલ્સ્ક રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 2900 કી.મી દૂર આવેલું છે.

image source

આ એક અત્યંત ઠંડુ તાપમાન હોવાથી સમગ્ર દેશથી કપાયેલું રહે છે. આ શહેર સુધી પહોંચવા માટે કોઈ માર્ગ પણ નથી બનાવવામાં આવ્યો અહીં પહોંચવા માટે માત્ર હોડી કે પછી પ્લેનનો જ ઉપયોગ કરી શકાય છે. પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે વર્ષનો મોટો ભાગ અહીં બરફના તોફાનો આવ્યા કરતા હોવાથી હવાઈ માર્ગ પણ સુરક્ષિત નથી રહેતો તો વળી થીજાવી નાખતી ઠંડીના કારણે પાણી પણ થીજી ગયેલું હોવાથી હોડીનો ઉપયોગ પણ અમુક સિઝનમાં જ કરી શકાય છે.

image source

નોરિલ્સ્ક ઉપરાંત દુનિયામાં બીજા એવા પાંચ શહેરો છે જે અત્યંત ઠંડા છે. તેમાં કેનેડાની ઉત્તરપશ્ચિમ બાજુ આવેલું યેલોનાઇફ શહેર છે જે આર્કટિક સર્કલથી 320 માઇલ દુર આવેલું છે. અહીં માત્ર 20000 લોકો જ વસે છે અહીં -32 સેલ્સિયસ સુધી તાપમાન નીચુ જાય છે. અત્યાર સુધીનું સૌથી ઠંડુ તાપમાન 1947માં -51 ડીગ્રી સેલ્સિયસ નેંધાયું છે. આ સિવાયનું કેનેડાનું જ વિનિપેગ શહેર પણ દુનિયાના સૌથી ઠંડા શહેરોમાં આવે છે. અહીં લગભગ સવાસાત લાખ લોકો વસે છે. અહીં શિયાળામાં -25 ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જતું રહે છે.

image source

આ ઉપરાંત ચાઈનાની ઉત્તર પુર્વમાં આવેલું હારબીન શહેર પણ અત્યંત ઠંડું રહે છે અને માટે જ તેને ‘આઈસ સીટી’ નામ આપવામાં આયું છે. અહીં લગભગ 1 કરોડ લોકો વસે છે. અહીં તેના ઠંડા વાતાવરણનો ફાયદો ઉઠાવવા માટે દર વર્ષે હાર્ડીન ઇન્ટરનેશનલ સ્નો એન્ડ આઇસ ફેસ્ટિવલ યોજવામા આવે છે. અહીં પણ શિયાળમામાં -22 ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે છે.

image source

તમને જણાવી દઈએ કે રશિયાની અત્યંક કઠોર જેલ આવા જ સાઇબિરિયાના બર્ફીલા રણમાં આવેલી છે. ત્યાં દેશના હિંસક ગુનેગારો તેમજ વિદેશી જાસૂસોને રાખવામાં આવતા હતા અને વિશ્વ યુદ્ધ દરમિયાન તેનો ઘણો ઉપયોગ કરવામાં આવતો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ