દેશના વિદ્યાર્થીઓને હવે મેડિકલના અભ્યાસ માટે નહિં જવુ પડે વિદેશમાં, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ જેવી મોટી યુનિવર્સિટીઓ આવશે ગુજરાતમાં

ભારતના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને લંડન જતા હોય છે. ખાસ કરીને મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું ચલણ વધારે છે. જો કે આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમા ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ, જેવી કે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી સંસ્થાઓ પોતાના કેમ્પસ અહીં સ્થાપશે અને હાલ દુનિયામાં ઉપલબ્ધ એવા લગભગ તમામ અભ્યાસક્રમો અહીં વિદ્યાર્થીઓને ઓફર કરાશે. જેથી ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની જરૂર નહીં રહે.

image source

વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુંકેશન દેશમાં જ મળી રહેશે

નોંધનિય છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવવા માટે મોટી સંખ્યામાં રૂપિયા ખર્ચે કરવા પડે છે અને વતનથી દૂર વિદેશમાં જવું પડે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એને સ્થાને હવે અહીં જ આ અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે. ગુજરાત સરકારે હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધોલેરામાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રીજન સ્થાપવા માટે તેલંગાણાની સેરેસ્ટ્રા વેન્ચર્સ નામની ભારતની સૌથી મોટી એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે, એ હેઠળ આ મોટું એજ્યુકેશન સેન્ટર બનવા જઇ રહ્યું છે. જેથી ગુજરાત સહિત દેશના અન્ય વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુંકેશન દેશમાં જ મળી રહેશે.

image source

વિદેશી મેડિકલ કોલેજીસ પણ આવશે

નોંધનિય છે કે સૌથી મોટી વિશેષતા આ એજ્યુકેશન રીજનની એ રહેશે કે અહીં વિદેશી મેડિકલ કોલેજીસ પણ આવશે. ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને અહીં મેડિકલ સીટ ઓછી હોવાથી રશિયા, ચીન કે અન્ય દેશોમાં જવું પડે છે, એવું નહીં બને. પ્રમાણમાં ઓછા ખર્ચે જ હવે ગુજરાતમાંથી પણ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે અને મેડિકલની ડીગ્રી ઉપલબ્ધ થશે. આ સ્પેશિયલ એજ્યુકેશન રીજન શરૂઆતમાં 1000 એકરમાં પથરાયેલું હશે અને એના માટે 5000 એકર જેટલો વિશાળ વિસ્તાર અંકિત કરવામાં આવ્યો છે. એની અંદર વિવિધ વિભાગોમાં યુનિવર્સિટી ડિસ્ટ્રિક્ટ, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ, ડિસ્કવરી ડિસ્ટ્રિક્ટ, ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ, ઉપરાંત કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, રિક્રિયેશન ઝોન, શોપિંગ અને ઘણીબધી સુવિધાઓ ઉપલબ્ધ હશે. મતલબમાં જે સુવિધાઓ વિદેશી કોલેજોંમાં મળે છે તે તમામ સુવિધાઓ હવે ગુજરાતમાં બનનાર કોલેજોમાં મળી રહેશે.

image source

ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થશે

આ અંગે મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતમાં કાર્યરત થાય એ આમ જોઈએ તો સ્વપ્ન જેવું લાગે છે, પરંતુ હવે આ સ્પેશિયલ એજ્યુકેશન રીજનને કારણે એ શક્ય બનશે. સેરેસ્ટ્રા જૂથને આ પ્રકારના એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાનો બહોળો અનુભવ છે. ગુજરાત સરકાર આ પ્રકારનું એજ્યુકેશન રીજન બનાવવા માટે સેરેસ્ટ્રાને કોઇપણ ઇન્સેન્ટિવ પણ આપવાની નથી, તેથી સરકારી તિજોરી પર તેનું ભારણ નહીં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારના એક એજ્યુકેશન હબની ઇચ્છા રાખી હતી, એ આવનારા વર્ષમાં પૂર્ણ થશે.

image source

વિશ્વની 100 શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ અહીં આવશે

તો બીજી તરફ સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ કહ્યું- મેડિકલ, એન્જિનિયરિંગથી માંડીને વિશ્વના તમામ કોર્સ માટેની જરૂરી તમામ સુવિધા, જેવી કે હોસ્પિટલો, લેબોરેટરી, રિસર્ચ જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ હશે. વિશાળ કેમ્પસમાં અહીં આવનારા સમયમાં વિશ્વની 100 શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ અહીં આવશે એવું અમારું આયોજન છે. જે-તે યુનિવર્સિટીના નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને અહીંથી શિક્ષણ, પ્રમાણપત્રો અને પદવીઓ મળશે, પણ માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ આખા સાઉથ એશિયાના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ તક હશે, કારણ કે એક જ સ્થળે આવા એજ્યુકેશન હબ આ ક્ષેત્રમાં નથી કે જે અમેરિકા અને યુરોપના દેશોમાં છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાં એજ્યુકેશન ક્રાતિ થશે તે વાત નક્કી છે. હવે લાખો-કરોડો રુપિયા ખર્ચીને વિદેશ જવાની જરૂર નહી પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ