આકાશના લગ્ન પછી અંબાણી પરિવારનું થયું ફોટો શૂટ, નીતા અંબાણી લાગી રહ્યા હતા જાજરમાન…

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન રસેલ મહેતા ની દીકરી શ્લોકા સાથે સાત ફેરા લઈને સંપન્ન થયા. આ ખાસ પ્રસંગે સમગ્ર અંબાણી પરિવારે ફોટોશૂટ કર્યા છે. જેમાં આખો અંબાણી પરિવાર જોવા મળી રહ્યો છે.

આકાશ અને શ્લોકા આ ટ્રેડિશનલ આઉટફીટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આકાશ અંબાણી એકદમ હેન્ડસમ લાગતો હતો તો મુકેશ અંબાણી પણ શેરવાનીમાં જોરદાર લાગી રહ્યા હતા.

સવ્યસાચીના આઉટફીટમાં અંબાણી પરિવાર એકદમ સુંદર લાગી રહયો હતો. ઉલેખનીય છે કે બોલિવૂડમાં પણ લગ્ન પ્રસંગે સવ્યસાચીના જ આઉટફીટ પહેરવામાં આવે છે.

આ ખાસ પ્રસંગે આકાશ અને ઈશા અંબાણીની જોડી સુપર લાગતી હતી. આ ભાઈ બહેન ખૂબ મસ્તી કરતાં નજર પડ્યા તો બીજી બાજુ નીતા અને મુકેશ અંબાણીએ સરસ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું.

Akash Ambani Wedding Ceremony❤😍 . #akashambani

A post shared by Filmy Galaxy (@filmygalaxy) on

આકાશના લગ્નમાં અમિતાભ અને જયા બચ્ચન, આમિર ખાન અને રણ, શાહરુખ ખાન અને ગૌરી, રણબીર કપૂર અને કરન જોહરથી લઈ આલિયા, રવિના, કેટરીના, દિપીકા, જેકી શ્રોફ, મનિષ મલ્હોત્રા યુએનના સેક્રેટરી બાન કી મુન સહિત ભૂતપૂર્વ બ્રિટીશ પી,એનમ ટોની બ્લેયર પણ પધાર્યા હતા.

અંબાણી અને શ્લોકા મહેતાના 10 માર્ચ અને 11 માર્ચના રોજ યોજાયેલ આ ભવ્ય લગ્ન સમારંભમાં આખું બૉલીવુડ ઉમટી પડ્યું હતું. આકાશના લગ્નમાં સમગ્ર બૉલીવુડ સ્ટાર્સે ખૂબ ધમાલ મસ્તી કરી હતી અને આકાશે શ્લોકાને ગોવામાં એક ફંક્શનમાં પ્રપોઝ કર્યું હતું.

આમ તો આખી દુનિયામાં અંબાણી પરિવાર ભવ્યાતિભવ્ય પાર્ટી માટે ખૂબ જ પ્રખ્યાત છે. થોડા મહિના પહેલા જ ઈશા અને પિરામલના લગ્નમાં જોધપુર ખાતે અંબાણી પરિવારે ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં હોલીવુડ , બોલિવુડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા અને ખાસ વાત તો એ હતી કે એમાં પ્રખ્યાત સિંગર બિયોન્સે પોતાનું પર્ફોર્મન્સ આપ્યું હતું.

ઈશા તેના પતિ સાથે

દુલ્હાનો અંદાજ હતો નિરાળો

મહેંદી રસમહતી આવી

મહેંદી રસમમાં નીતા અંબાણીએ પ્રખ્યાત ડિઝાઇનર સવ્યસાચીના આ આઉટફીટ પહેરીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.