આ દેશની જેલમાં કેદીઓને મળે છે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા, સમગ્ર વિશ્વમાં આ જેલની થાય છે ચર્ચા, શું તમે ક્યારે વાંચ્યુ છે આ જેલ વિશે?

જેલનું નામ લેતાની સાથે જ મનમાં અનેક સવાલો ઉભા થાય છે. કેદીઓએ ત્યાં ખાવા પીવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ અમેરિકામાં એવી એક જેલ છે, જ્યાં આ બધી બાબતો વિશે વિચારવાનો કોઈ અર્થ નથી. આ જેલમાં રહેતા દરેક કેદી પર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ કારણોસર, આ જેલ વિશ્વની સૌથી મોંઘી જેલ તરીકે ઓળખાય છે. આ જેલમાં કેદીઓને મળતી સુવિધાઓ કોઈ હોટલથી કમ નથી. એટલે જ જ્યારે પણ અમેરિકામાં કોઈ નવા રાષ્ટ્રપતિ આવે છે ત્યારે આ જેલની ચર્ચા અવશ્ય થાય છે.

આ જેલમાં 40 કેદીઓ છે

image source

આ જેલનું નામ ‘ગ્વાંતાનમો બે’ છે, જે ક્યુબામાં સ્થિત છે. આ જેલનું નામ આ નામ એ કારણ પડ્યું કે આ જેલ ગ્વાંતાનમો ખાડીના કાંઠે આવેલી છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ હાલમાં આ જેલમાં 40 કેદીઓ છે અને દરેક કેદી પાછળ વાર્ષિક 93 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં છે.

જો બિડેન જેલને બંધ કરી શકે છે

image source

જો કે, દરેક રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ગ્વાંતાનમો બે જેલ ચર્ચાનો વિષય બની જાય છે. એવી સંભાવના જણાવવામાં આવી રહી છે કે યુનાઇટેડ સ્ટેટ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન જેલને બંધ કરી શકે છે. કારણ કે આ જેલ પર ખર્ચવામાં આવેલા પૈસા બચાવવાથી અમેરિકન અર્થવ્યવસ્થાને ફાયદો થશે.

જેલ બંધ કરવી જોઈએ

image source

તમને જણાવી દઈએ કે ટ્રમ્પના સમયગાળા પહેલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગ્વાન્તાનામો બે જેલ બંધ કરવાની વાત કરી હતી. બરાક ઓબામાએ કહ્યું હતું કે આવી મોંઘી જેલના કેદીઓને બીજી સલામત જેલમાં મોકલવા જોઈએ અને જેલ બંધ કરવી જોઈએ. જો કે, આ થઈ શક્યું નહિં.

જેલમાં કેદીઓ માટે ચર્ચ, જિમ, પ્લે સ્ટેશન અને સિનેમા હોલ છે

image source

ગ્વાંતાનમો બે જેલમાં ત્રણ બિલ્ડિંગો, બે ગુપ્તચર હેડક્વાર્ટર અને ત્રણ હોસ્પિટલો છે. આ સાથે વકીલો માટે અલગ અલગ કંપાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં કેદીઓ તેમની સાથે વાત કરી શકે છે. આ જેલના કર્મચારીઓ અને કેદીઓને હોટલ જેવી સુવિધા મળે છે. જેલમાં કેદીઓ માટે ચર્ચ, જિમ, પ્લે સ્ટેશન અને સિનેમા હોલ છે.

ગ્વાંતાનમો બે માં અમેરિકાનો નેવી બેઝ હતો

image source

પહેલા ગ્વાંતાનમો બે માં અમેરિકાનો નેવી બેઝ હતો, પરંતુ પછીથી તેને ડિટેન્સન સેન્ટર બનાવી દેવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે અહીં એક કમ્પાઉન્ડ બનાવ્યું હતું, જ્યાં આતંકવાદીઓને રાખવામાં આવતા હતા. આ કેમ્પનું નામ એક્સ-રે રાખવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ